21 ફેબ્રુઆરી 2019 : આજનુ રાશિફળ


અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

માનસિક તાણને કારણે આજે તમારું કામમાં મન લાગશે નહિં. ઉપરાંત ઘરના પ્રશ્નો મગજ પર છવાયેલા રહેશે. જેથી ધૈર્ય જાળવો અને મગજ શાંત રાખી આ પ્રશ્નોનો ઉકેલ શોધો. આર્થિક રીતે દિવસ સારો નથી, પણ તમને આર્થિક તંગી આવશે નહિં. ભવિષ્ય માટે બચત કરજો, નહિંતર આગળ ચાલી મુશ્કેલી આવશે. લગ્નજીવનમાં આ દિવસો સારા દિવસો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે નહિં. આજે કોઈ જૂના રોગને કારણે હેરાન થશો.

વૃષભ

આજનો દિવસ દાંપત્યજીવન માટે સંઘર્ષભર્યો રહેશે. ગુસ્સો વધુ રહેતા તમે હેરાન થશો. જેથી બને તેટલું શાંત રહેજો. આજે કામ સાથે આરામ પણ કરજો. ઘરની જવાબદારીઓ વધતા ચિંતા વધશે. જો કે જીવનસાથીનો સહકાર રહેતા તમારા કામ થોડા સરળ બની જશે. કામાં સાવધાન રહેજો, સમજી-વિચારીને બોલજો. આજે તમને લાભ કમાવવાની અનેક તક મળી રહેશે, જો કે નકામા ખર્ચા તમારુ બજેટ બગાડશે. પ્રેમનો એકરાર કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

મિથુન

કામમાં દિવસ સારો રહેશે, આજે તમારા કામના વખાણ થશે. દાંપત્યજીવનમાં આજનો દિવસ જીવનસાથી માટે બન્યો છે. નકામી ઝંઝટોથી દૂર રહેજો. આર્થિક મામલામાં સફળ થતા ખુશ થશો. તમારા આક્રમક સ્વભાવને કારણે તમને મુશ્કેલી નડશે. કામ હેતુ પ્રવાસ કરશો. શરાબનું સેવન કરવાથી બચજો. જ્યાં સુધી તમારી સલાહ ન માંગવામાં આવે ત્યાં સુધી બીજાના મામલામાં પડશો નહિં, નહિતંર વિના કારણે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

કર્ક

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે. જેથી તમે તમારુ નિયંત્રણ ગુમાવી દેશો અને વાત ખૂબ આગળ વધી જશે. જેનાથી કોઈ લાભ થશે નહિં. આ મામલાને પ્રેમથી પણ સુલઝાવી શકાય છે. આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. સખત પરિશ્રમનું તમને ફળ મળશે અને તમારા દરેક કામ પૂરાં થશે. આર્થિક રીતે દિવસ સામાન્ય છે, જેથી નાકામા ખર્ચા કરશો નહિં. સાંજે આરામ કરજો. રોમાંસની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. પ્રેમી સાથે દિવસ આનંદમાં વિતશે.

સિંહ

લાંબા સમયથી કરેલી તમારી મહેનત આજે રંગ લાવશે અને તમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકશો. નોકરીમાં દિવસ સારો રહેશે. આજે પ્રમોશન કે આવકમાં વધારાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ મુશ્કેલ રહેશે. અભ્યાસમાં અડચણો આવશે. મિત્રો અને કુટુંબીજનોનો સહકાર મળી રહેતા તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારા મિત્રો સાથે સિનેમા જોવા જઈ શકો છો. સ્વાર્થી લોકોથી બચજો, નહિંતર તેઓ ફાયદા માટે તમારો ઉપયોગ કરી શકે છે. પ્રેમ મામલે દિવસ ખાસ છે. આજે કોઈ પહેલી નજરમાં તમને ગમી જશે.

કન્યા

આજે તમારુ બધુ જ ધ્યાન બાળકો અને ફેમેલિ પર રહેશે. ઉપરાંત જીવનસાથી તરફથી તમારા વખાણ કરાતા તમે ખુશ રહેશો. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. ઘરના સભ્યોમાં પ્રેમ અને એકતાની ભાવના જોવા મળશે. આજે કૌટુંબિક જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. નકામી વાતોની ચિંતા કરશો નહિં. દિવસને માણજો. અટકેલું ધન પાછુ આવતા તમને રાહત અનુભવાશે. સમજી-વિચારીને કરેલા કામ સફળ થશે. કામમાં દિવસ સકારાત્મક રહેશે. આજે તમારી મહેનતનું ફળ મળશે.

તુલા

આજે આવકનો નવો સ્ત્રોત મળી રહેતા તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કૌટુંબિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. ભાઈ-બહેનનો પ્રેમ મળી રહેશે. તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો થતા માનસિક શાંતિ મળશે. આજે તમે કુટુંબ અને બાળકો સાથે સમય વિતાવી શકશો. પ્રેમમાં દિવસ રોમેંટિક રહેશે. આજે તમારા લવપાર્ટનર તમને સરપ્રાઈઝ આપશે. નોકરી કરનારા જાતકોને માન-સન્માન અને વેતનમાં વધારો થશે. આજે તમારી પ્રતિભા દર્શાવાની તક મળી રહેશે.

વૃશ્ચિક

બને કે આજે જીવનસાથી તમારાથી નાખુશ રહે, જેથી તેમની માટે કંઈક ખાસ પ્લાનિંગ કરી તેમનો મુડ બદલી શકો છો. ભાઈ-બહેન સાથે ગેરસમજ વધતા સંબંધોમાં ખટાશ આવશે. આર્થિક રીતે દિવસ સામાન્ય છે. જેથી નકામા ખર્ચા ન કરો તો સારુ રહેશે. જૂનું દેવું તમને હેરાન કરશે. સટ્ટાબાજી અને લોટરી જેવી વસ્તુઓથી આજે દૂર રહેજો. કામનો વધુ બોજો લઈ તમારા આરોગ્ય સાથે ચેડા કરશો નહિં. પૂરતો આરામ કરજો. આજે તમારા મુડી સ્વભાવને કારણે હેરાન થશો.

ધન

કામમાં સહકર્મીઓ તમારા માટે મુશ્કેલી ઉભી કરશે. જો કે તમે હોંશિયારીથી તેમને જવાબ આપી શકશો. બેરોજગારોને રોજગારીની તક મળી રહેશે. આજે તમને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે, જેથી સમજી-વિચારીને ખર્ચા કરજો. આજે વેપારમાં પિતાની આર્થિક મદદ મળી રહેશે. જીવનસાથી સાથેની અનબન ઝગડામાં પરિણમી શકે છે. આજે કોઈની સાથે વાયદા કરતા પહેલા અનેકવાર વિચારજો.

મકર

આજે જીવનસાથી સાથે કોઈ વાતે અનબન થઈ શકે છે. જો કે સાંજ સુધી બધુ બરાબર થઈ જશે. કુટુંબના સભ્યો સાથે વૈચારિક મતભેદ રહેતા તમે હેરાન થશો. તમે તમારુ સંતુલન ગુમાવશો નહિં. આજે તમારી ઉર્જાનું સ્તર નીચુ જશે, જેથી કામમાં મન લાગશે નહિં. તમને થાક અનુભવાશે. ઘરેલું મુદ્દાઓનો ઉકેલ જલ્દીમાં જલ્દી લાવજો. કુટુંબમાં શાંતિ જળવાઈ રહે તે માટે ઓફિસની ઝંઝટોને ઘરે લાવશો નહિં. આજે તમને કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે.

કુંભ

આર્થિક રીતે દિવસ સારો નથી. તમારા પ્રયત્નો નિષ્ફળ જતા તમે નિરાશ થશો. જીવનસાથીના વર્તનમાં નરમાશ જોવા મળશે. જેથી આજે તેમની સાથે ખુલીને ખર્ચા કરજો. ઘરના મુદ્દાઓનો ઉકેલ લાવો, તેની અસર કામ પર થવા દેશો નહિં. આમ તેમની વાતોમાં સમય વેડફવા કરતા તમારા કામ પર ધ્યાન આપો. આજે ભુતકાળને લગતો કોઈ ખોટો નિર્ણય તમારી માનસિક અશાંતિ વધારશે. આજે તમે સકારાત્મક રહેજો. સમયનો સદઉપયોગ કરજો.

મીન

આજે કૌટુંબિક તાણમાંથી મુક્તિ મળશે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નજીવનમાં અનુકૂળતા રહેશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે. આજે તમે જરૂરી ખરીદી કરશો, જો કે બજેટ પ્રમાણે ચાલવું જ તમારા માટે સારુ રહેશે. જીવનસાથી સાથે મજાનો સમય વિતશે. કામમાં આજે ચેલેન્જો રહેશે. ઓફિસમાં કામનો બોજો વધુ રહેતા તમે હેરાન થશો. આજનો દિવસ દોડ-ધામ વાળો રહેશે. વ્યસ્ત દિવસને કારણે તમને માનસિક-શારીરિક થાક અનુભવાશે.

Have a great day!
Read more...

English Summary

Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.