હિંદુ ધર્મમાં ફેરા વખતે કેમ વરરાજાની ડાબી બાજુ જ બેસે છે વધુ?


હિંદુ ધર્મમાં વિવાહનું મહત્વનું સ્થાન છે. આ ધર્મમાં લગ્નના દરેક રિવાજનું આગવું મહત્વ છે. પછી તે મંગળસૂત્ર હોય, સિંદુર હોય કે સાત ફેરા. હિંદુ ધર્મમાં ફેરા ફર્યા વિના લગ્નની વિધિ પૂર્ણ નથી થતી. સાત ફેરાને સાત જન્મો સાથે જોડાયેલા હોવાનું મનાય છે.

સામાન્ય રીતે તમે જોયું હશે કે લગ્નની વિધિ શરૂ થતા પહેલા કન્યા, વરરાજાની જમણી બાજુ બેસે છે, પરંતુ ત્રીજા કે ચોથા ફેરા બાદ તે વરરાજાની જમણી બાજુ આવીને બેસે છે. શું તમને ક્યારેય આ સવાલ થયો છે કે ત્રીજા કે ચોથા ફેરા બાદ જ કન્યા કેમ વરરાજાની ડાબી બાજુ બેસે છે. ચાલો આજે જાણી શું છે કારણ?

સૌથી પહેલા વાત કરીએ તો હિંદુ લ્ગન વિધિમાં વરરાજાને કન્યાની જમણી બાજુ પેસાડવામાં આવે છે. અને આ પરંપરા આજીવન ચાલતી રહે છે. દરેક ધાર્મિક વિધિમાં પત્ની પતિની ડાબી બાજુ જ બેસે છે. એટલે જ પત્નીને 'વામાંગી’ પણ કહે છે.

જ્યોતિષ અનુસાર

તેનું કારણ જણાવતા જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે પત્નીનું સ્થાન પતિની ડાબી બાજુ હોય છે, કારણ કે શરીર અને જ્યોતિષ બંને વિત્રાનમાં પુરષના જમણા અને સ્ત્રીના ડાબા ભાગને શુભ તેમજ પવિત્ર મનાયો છે.

હસ્ત રેખા અનુસાર

હસ્ત રેખા શાસ્ત્રમાં પણ મહિલાઓનો ડાબો અને પુરુષોનો જમણો હાથ જોવામાં આવે છે. શરીર વિજ્ઞાન અનુસાર મનુષ્યના શરીરનો જમણો ભાગ મગજની રચનાત્મક્તા અને ડાબો ભાગ તેના કર્મનું પ્રતીક છે.

માનવ સ્વભાવ અનુસાર

બધા જ માને છે કે સ્ત્રીનો સ્વભાવ મમતા અને પ્રેમભર્યો હોય છે, તેમની અંદર રચનાત્મક્તા હોય છે, એટલે જ સ્રીનું ડાબી તરફ હોવું પ્રેમ અને રચનાત્મક્તાની નિશાની છે. તો પુરુષ હંમેશા જમણી તરફ હોય છે કકારણ કે આ પ્રમાણ છે કે તે શૂરવીર અને દ્રઢ હશે. પૂજાપાછ કે શુભ કર્મમાં તે દ્રઢતાથી હાજર રહેશે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય દ્રઢતા અને રચનાત્મક્તાના સાથે મળીને પૂર્ણ થાય ત્યારે તેમાં સફળતા મળવી નક્કી જ છે.

ધાર્મિક કારણ

હિંદુ ધર્મમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું સ્થાન સર્વોપરિ છે. શાસ્ત્રોમાં હંમેશા લક્ષ્મીજીનું સ્થાન વિષ્ણુની ડાબી બાજુ હોવાનો જ ઉલ્લેખ છે. એટલે જ હિંદુ વિવાહમાં ફેરા બાદ કન્યાનું સ્થાન ડાબી બાજુ હોય છે.

ક્રિશ્ચિયન વિધિમાં

એવું નથી કે સ્ત્રીના ડાબી બાજુ રહેવાની પરંપરા ફક્ત હિંદુ પરંપરામાં જ છે. ક્રિશ્ચિયન લગ્નમાં પણ દુલ્હન હંમેશા પુરુષની ડાબી બાજુ ઉભી રહે છે. જેના અનેક ધાર્મિક અને સામાજિક કારણ છે.

સુરક્ષા માટે

ઈસાઈ પરંપરામાં પણ પુરુષ રક્ષક અને શક્તિનો પ્રતીક મનાયો છે. એટલે જ કહેવાય છે કે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જ્યારે રાજ્યોમાં કબીલાઓના અંદર અંદર યુદ્ધ ચાલતા રહેતા ત્યારે સ્ત્રીની રક્ષા કરવાની જવાબદારી પુરુષોની રહેતી હતી. ક્યારેક હુમલો થવાની શક્યતા પર પુરુષ પોતાની તલવારથી શત્રુને રોકી શકે અને પત્ની ઘાયલ ન થાય, લડવા માટે જમણો હાથ મુક્ત રાખવા પણ પત્નીને ડાબી બાજુ ઉભી રખાતી હતી.

માન્યતાઓ

કેથલિક માન્યતા અનુસાર સ્ત્રી ડાબી બાજું હોવાનું કારણ છે કે તે વર્જિન મેરીની નજીક રહે અને તેના કૌમાર્યની પવિત્રતા યથાવત્ રહે.

સામાજિક કારણ

તો બ્રિટન સહિતના બીજા દેશોમાં પ્રથા ચાલી આવી છે કે ક્વીન સર્વોચ્ચ સત્તા પર રહી છે તો ક્વીને હંમેશા જમણી બાજુ રહેવું જોઈએ.

Have a great day!
Read more...

English Summary

what is the reason behind sitting arrangements of groom and bride ?