બંધ થવાને આરે ટાટા નેનો, જૂન મહિનામાં ફક્ત 1 કાર બની


એક સમયે દેશની સૌથી સસ્તી કાર હોવાને મામલે ટાટા નેનો સમાચારોમાં હતી. પરંતુ હવે આ ટાટા નેનો બંધ થવાને આરે છે. ખરેખર છેલ્લા 2 મહિનાથી ટાટા નેનો ડીલર્સ ઘ્વારા ટાટા નેનો કારની બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. આ ડીલર્સ ઘ્વારા કોઈ નવો ઓર્ડર નથી આપવામાં આવ્યો. જે સમયે રતન ટાટા ઘ્વારા એક દર્શક પહેલા ટાટા નેનો લોન્ચ વિશે ઘોષણા કરવામાં આવી હતી ત્યારે તે કંપનીની સાથે સાથે દેશ માટે પણ ખુબ જ ગર્વની બાબત હતી કે દુનિયાની સૌથી સસ્તી કાર દેશમાં લોન્ચ થઇ રહી છે. પરંતુ જે રીતે આ ગાડીનો અંત થઇ રહ્યો છે તે ખુબ જ નિરાશ કરતી વાત છે.

મળતી જાણકારી અનુસાર ટાટા નેનો કારનું પ્રોડક્શન બંધ કરવા જઈ રહી છે કારણકે તેનું વેચાણ છેલ્લા કેટલાક સમય થી ખુબ જ ઓછું થઇ ગયું છે. આ કારનું વેચાણ સતત ગગડતુ હોવાને કારણે કંપની તેનું ઉત્પાદન બંધ કરવા માટે યોજના બનાવી રહ્યી છે. સાણંદમાં ટાટા નેનો કારનું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કાર લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં વિફળ રહી છે. જૂન મહિના ફક્ત 1 કારનું ઉત્પાદન થયું છે જયારે અહીં દર મહિને 2.4 લાખ કાર બનાવવાની ક્ષમતા છે.

પરંતુ આ કારના પાર્ટ્સ બનાવવા માટે કંપનીએ ઇન્કાર નથી કર્યો. તેમને કહ્યું છે કે બીએસ 4 માટે પાર્ટ્સ બનાવવામાં આવે. જેથી લાગે છે કે કંપની ભવિષ્યમાં ઇમિશન નિયમ હેઠળ કાર નથી બનાવવા માંગતી. જેના કારણે ધારણા કરવામાં આવી રહી છે કે કંપની કર પ્રોડક્શન બંધ કરી શકે છે. આપણે જણાવાઈ દઈએ કે ગયા વર્ષે ટાટા ગ્રુપ પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટાટા નેનોને જીવંત રાખવાની કોશિશમાં ટાટા મોટર્સ 1000 કરોડ રૂપિયાના નુકશાનમાં ચાલી રહી છે. તેમને ટાટા નેનો બંધ કરવા માટે વાત કહી હતી. પરંતુ ટાટા ગ્રુપ બોર્ડ સદસ્યો ઘ્વારા આવું કરવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

Have a great day!
Read more...

English Summary

Tata Nano production likely to be stopped only 1 car made in june