જયારે યમરાજ ટ્રાફિક નિયમ શીખવવા માટે આવ્યા

ઘણા લોકો આવું જાણવા છતાં કે ટ્રાફિક નિયમ આપણી સલામતી માટે બનાવવામાં આવ્યા છે તેમ છતાં તેઓ ખુબ જ બેદરકારીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંગન કરે છે.


ઘણા લોકો આવું જાણવા છતાં કે ટ્રાફિક નિયમ આપણી સલામતી માટે બનાવવામાં આવ્યા છે તેમ છતાં તેઓ ખુબ જ બેદરકારીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંગન કરે છે. લોકોમાં ટ્રાફિક સેન્સ અને નિયમો વિશે સજાગતા લાવવા માટે બેંગ્લોર પોલીસે એક સરસ રસ્તો શોધ્યો છે. બેંગ્લોર પોલીસે જુલાઈ મહિનો સડક સુરક્ષા મહિના તરીકે માન્યો છે. આ મહિને તેઓ લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગરૂક કરવા માંગે છે.

Advertisement

લોકોને ડ્રાઈવિંગ પ્રત્યે જાગરૂક કરવાનું કામ બીજું કોઈ નહીં પરંતુ બેંગ્લોર પોલીસ તરફથી યમરાજ કરી રહ્યા છે. બેંગ્લોર ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહીં પહેરવા અને ડ્રાઈવિંગ સાથે જોડાયેલા બીજા નિયમો નહીં માનવાના ખતરા વિશે જણાવવા માટે યમરાજને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જે રોડ પર લોકોને સેલ્ફી ટિપ્સ આપતા નજરે પડશે. તેના માટે પોલીસે યમરાજનું રૂપ ધારણ કરેલા એક વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે, જે બેંગ્લોરના રસ્તા પર લોકોને ટ્રાફિક નિયમો વિશે સમજાવશે.

સારા તેંડુલકરને છોડીને સ્પેનિશ હસીનાને ડેટ કરી રહ્યો છે શુભમન ગીલ? જાણો કોણ છે આ સ્પેનિશ બ્યુટી?

ઘરે ઘરે જઈને જાગૃકતા

Advertisement

એટલું જ નહીં પરંતુ યમરાજે બેંગ્લોરના ટાઉનહોલ આસપાસ રહેલા લોકોના ઘરે જઈને તેમને ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી. પોલીસના જ એક કર્મચારીએ યમરાજ જેવા કપડાં પહેર્યા છે. યમરાજના અવતારમાં તેઓ લોકોને નિયમ તોડવાની સજા અને તેના ખતરા વિશે માહિતી આપે છે. તેઓ ઘરે ઘરે જઈને લોકોને ચેતવણી આપી રહ્યા છે. તેની સાથે સાથે જે લોકો રસ્તા પર ઝડપથી બાઈક ચલાવે છે તેમને પણ રોકીને નિયમો સમજાવી રહ્યા છે.

Advertisement

અનોખી પહેલ

બાપરે! ભારતની 527 ખાણી- પીણીની વસ્તુઓમાંથી મળ્યા કેન્સરયુક્ત કેમિકલ

બેંગ્લોર પોલીસની જનતાને જાગરૂક કરવાની અનોખી પહેલ કારગર સાબિત થઇ શકે છે. આ અનોખી પહેલ ઘ્વારા બની શકે છે કે દુર્ઘટનાઓની સંખ્યા ઓછી થઇ જાય.

English Summary

When Traffic Police Became Yamraj To Warn The Motorists
Advertisement