ઘોડો લઈને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, લોકો જોતા જ રહી ગયા


ટ્રેનમાં મોટાભાગના લોકોએ મુસાફરી કરી છે. પરંતુ જરા વિચારો કે મુસાફરો થી ભરેલી ટ્રેનમાં કોઈ વ્યક્તિ ઘોડો લઈને પહોંચી જાય તો કેવી લાગે. હેરાન થવાની વાત નથી, પરંતુ આ બિલકુલ સાચી ઘટના છે. ઑસ્ટ્રેલિયામાં એક વ્યકતિએ બિલકુલ આવું જ કર્યું છે. ટ્રેનમાં ઘોડો જોઈને ઘણા લોકો હેરાન થઇ ગયા. લોકોએ તેની ફોટો ખેંચીને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી નાખી. સોશ્યિલ મીડિયા પર આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

મળતી જાણકારી અનુસાર ઑસ્ટ્રેલિયામાં સ્ટેયરમાં એક વ્યક્તિ ઘોડા સાથે ટ્રેનમાં ચઢી ગયો. આ વ્યક્તિના ઘોડાનું નામ ફ્રોડા હતું. તેને ઘોડો ઘરે લઇ જવો હતો એટલા માટે તે વ્યક્તિ કઈ પણ વિચાર્યા વિના ઘોડા સાથે ટ્રેનમાં સવાર થઇ ગયો. સોશ્યિલ પર વાયરલ થયેલી ફોટોમાં તમે સાફ સાફ જોઈ શકો છો. આસપાસ ઉભેલા લોકો હસી રહ્યા છે અને ફોટો પણ ખેંચી રહ્યા છે.

આ પણ વાંચો: યુપીમાં 'જલપરી' એ લીધો જન્મ, ડૉક્ટરો પણ આશ્ચર્યચક્તિ

જયારે ટ્રેનમાં ઘોડા સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિ વિશે ટ્રેન કંડકટરને માહિતી મળી ત્યારે તે તરત ત્યાં પહોંચ્યો અને વ્યક્તિને ઘોડા સાથે નીચે ઉતરવા માટે કહ્યું. તેમને કહ્યું કે તે ઘોડા સાથે ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકે. ત્યારપછી યુવકને ઘોડા સાથે ટ્રેનની નીચે ઉતારી દેવામાં આવ્યો.

આ પણ વાંચો: નોકરીના પહેલા દિવસે 14 માઇલ ચાલીને ઓફિસ પહોંચ્યો, બોસે ગિફ્ટમાં આપી પોતાની કાર

Have a great day!
Read more...

English Summary

An Austrian man has tried to board two passenger trains with his horse named Frieda.