આ છે ભૂતિયા ઢિંગલી, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે


શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભૂતિયા ઢિંગલી પાછળ શું કથાઓ હોય છે ? આ પ્રકારની ડોલ્સ એટલે કે ઢિંગલીના અસ્તિત્વ પાછળ સાચે જ કોઈ વાત હોય છે કે પછી લોકોને ડરાવવા માટે ખોટી વાતો ઉભી કરવામાં આવે છે.

આજે આ પોસ્ટ દ્વારા અમે તમને અસર જિંદગીની કેટલીક ભૂતિયા ઢિંગલી વિશે જણાવીશું. કેટલાક રિપોર્ટ્સ મુજબ આ વાર્તા સાચી છે. તો ચાલો જાણીએ દુનિયાની સૌથી વધુ ભૂતિયા ઢિંગલી વિશે.

હેરોલ્ડ

આ ઢિંગલીના માલિકે તેને ઓનલાઈન સાઈટ પર વેચી હતી, કારણ કે તેને ઢિંગલીની કેટલીક અજીબોગરીબ હરકતોની જાણ થઈ હતી. આ ઢિંગલી ખરીદ્યા બાદ તેના માલિક અને તેની ગર્લફ્રેન્ડને જબરજસ્ત માઈગ્રેનું દર્દ થતું હતું, અને તેની બિલાડીનું પણ મોત થયું હતું. ઢિંગલીના માલિકની વાત માનીએ તો આ એક ભૂતિયા ઢિંગલી હતી, અને ઢિંગલીમાંથી જ તેણે એક બાળકની જેમ હસવા રડવાના અવાજ સાંભળ્યા હતા. તેઓ ઢિંગલીને ઘરના બેઝમેન્ટમાં રાખતા હતા અને ત્યાંથી જ અવાજ આવતા હતા. માલિકે પણ દાવો કર્યો હતો કે આ ઢિંગલીના ધબકારા પણ ચાલતા હતા.

ઓકિકુ

વર્ષ 1918માં એક યુવકે પોતાની નાની બહેન માટે આ ઢિંગલી ખરીદી હતી. તેની બહેન આ ઢિંગલી સાથે એવી જોડાઈ ગઈ કે મૃત્યુ બાદ જ બંનેનો સાથ છૂટ્યો. આ છોકરીનું મોત પણ અચાનક થયું હતું. પરિવારનું કહેવું હતું કે ઢિંગલીના વાળ વધી રહ્યા છે. દરેક વર્ષે ઢિંગલીના વાળ ખભા સુધી કાપવા છતાંય વાળ ઘૂંટણથી નીચે સુધી વધી જતા હતા.

રોબર્ટ

આ ઢિંગલી ફ્લોરિડાના ફોર્ટ ઈસ્ટ મારટેલ્લો મ્યૂઝિયમમાં આરામથી બેઠેલી છે. અજીબ વાત એ છે કે આ ઢિંગલી આખા રૂમમાં ફરી શકે છે, અને આંખોથી ડરાવી શકે છે. બીજી તરફ જ્યારે કોઈ આગંતુક આ ઢિંગલી સાથે ફોટો પડાવે તો તે પોતાની હાજરીથી ચોંકાવી દે છે. એટલે સુધી કે કેમેરો પણ કામ ભૂલી જાય છે. અને આસપાસના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બગડી જાય છે.

પેગ્ગી

એક રિપોર્ટ મુજબ આ મ્યુઝિયમમાં આવનાર 80 ટકા લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ આ ઢિંગલીના સંપર્કમાં આવ્યા કે તેની તરફ જોયું તો તેણે એટલા ભયંકર રિએક્શન આપ્યા કે લોકોનું મગજ ચકરાઈ ગયું. મનાય છે કે જે પરિવાર પાસે આ ઢિંગલી હતી તે પરિવારના સભ્યોને ઢિંગલીના કારણે ડરામણા સપના આવતા હતા, આ માટે તેમણે પોતાના ઘરમાં પૂજા પણ કરાવી પરંતુ પરિસ્થિતિ વધુ બગડી. આખરે આ પરિવારે ઢિંગલી વેચી નાખી.

મેંડી

આ ભૂતિયા ઢિંગલી હાલ કેનેડાના બ્રિટિશ કોલોંમ્બિયાના ક્યૂસનેલ અને ડિસ્ટ્રિક્ટ મ્યુઝિયમમાં રખાઈ છે. જો તમે આ ઢિંગલીને સતત જોશો તો પરેશાન થઈ જશો. આ ભૂતિયા ઢિંગલીના માલિકને ઢિંગલીના રોવાના અવાજ સંભળાતા તેણે ઢિંગલી દાનમાં આવી દીધી હતી. કહેવાય છે કે આ ઢિંગલી ઠંડી હવા માટે જાતે જ બારી ખોલી લેતી હતી.

એનાબેલે

મનાય છે આ ઢિંગલીએ પોતાના માલિક માટે હાથેથી લખીને સંદેશ મૂક્યો હતો. એનાબેલે ઢિંગલીની અંદર કોઈ આત્મા છે.

Have a great day!
Read more...

English Summary

these dolls are worlds most hounted dolls