બ્રા નહીં પહેરવા પર કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી


કેનેડામાં એક મહિલાને એટલા માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી કારણકે તેને બ્રા પહેરીને ઓફિસ આવવાની ના પાડી હતી. કંપનીએ ફરમાન જાહેર કરતા મહિલાઓ માટે એક ડ્રેસકોડ નક્કી કર્યો હતો, જેમાં બ્રા પહેરવું અનિવાર્ય હતું. આ મહિલાએ કંપનીના ફરમાનને માન્યું નહીં અને બ્રા પહેર્યા વિના જ ઓફિસ આવી. ત્યારપછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી. મહિલાએ પોતાની કંપની વિરુદ્ધ માનવધિકારમાં ફરિયાદ નોંધાવી છે.

આ દેશમાં પ્રેગ્નેન્ટ થવા પહેલાં બોસ પાસેથી પરવાનગી લેવી પડે છે

બ્રા પહેરવાનું ફરમાન

કેનેડાના અલ્બર્ટામાં ક્રિસ્ટિના શેલ ઘ્વારા પોતાની કંપની વિરુદ્ધ માનવાધિકારમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રિસ્ટિના શેલ ઓસોયુઝ ગોલ્ફ ક્લબમાં વેટરનું કામ કરતી હતી. કંપની ઘ્વારા હાલમાં જ રેસ્ટોરેન્ટ ફિમેલ સ્ટાફ માટે એક ડ્રેસકોડ જાહેર કર્યો, જેમાં તેમને મહિલાઓને કપડાંની અંદર બ્રા પહેરવાનું કહ્યું. જયારે ક્રિસ્ટિના ઘ્વારા ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે આ નવો નિયમ તેમની સુરક્ષા માટે જ છે.

ના પાડી તો નોકરીમાંથી કાઢી

ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર ડગ રોબ ઘ્વારા ક્રિસ્ટીનાને જણાવવામાં આવ્યું કે આ તેમની સુરક્ષા માટે જ છે. રોબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મને ખબર છે કે ગોલ્ફ ક્લબમાં દારૂ પછી શુ થાય છે. ક્રિસ્ટિનાએ નવો નિયમ માન્યો નહીં એટલા માટે ક્લબ ઘ્વારા તેને કાઢી મુકવામાં આવી. એક ઇન્ટરવ્યૂમાં ક્રિસ્ટિના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને 2 વર્ષ પહેલા જ બ્રા પહેરવાનું છોડી દીધું હતું.

કંપની સામે ફરિયાદ નોંધાવી

ક્રિસ્ટિના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને બ્રા થી ઘણી પરેશાની થતી હોવાને કારણે બ્રા પહેરવાનું છોડી દીધું. ક્રિસ્ટિનાએ જણાવ્યું કે તેને ખબર નથી કે બ્રા નહીં પહેરવાથી કોઈને તકલીફ પણ હોય શકે છે. ક્રિસ્ટિનાએ ક્લબ સામે ફરિયાદ નોંધાવી છે.

Have a great day!
Read more...

English Summary

Woman In Canada Fired From Work After She Refused To Wear Bra, Files Human Rights Complaint Against The Employer