શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો


શું તમે ક્યારેય કોઈ એક શેરનું વિશેષ વિશ્લેષણ કર્યું છે ? કેટલાક એવા માપદંડ છે જેના આધારે નિષ્ણાતો અને સ્ટોક બ્રોકર્સ શેરનું એનાલિસીસ કરે છે, તમે પણ આ રીતે શેર્સનું વિશ્લેષણ કરી શકો છો. હંમેશા ધ્યાન રાખો કે શેર્સ આપણી રીતે એટલે કે કોઈ પણ રીતે પરફેક્ટ નથી. એટલે તમારે એક સારા શેર પર ધ્યાન આપવું પડશે, અને તેની સરખામણી અન્ય શેર સાથે કરવી પડશે. 20 વર્ષ પહેલા આપણા વડીલો છાપામાં આવતી શેર્સ વિશેની સીમિત માહિતી મેળવતા હતા. આજકાલ, તમે પબ્લિક સ્ટોક વિશે ખૂબ જ માહિતી મેળવી શકો છો, જે તમને ભ્રમિત કરી શકે છે. પરંતુ જો તમને સાચી માહિતી ક્યાંથી મળશે તે જાણ હોય તો એ ખૂબ જ સારી વાત છે.

P/E ગુણોત્તર

P/E ગુણોત્તર એટલે કે કમાણીની કિંમત પર ધ્યાન આપવું મુખ્ય વાત છે. P/E ગુણોત્તર મેળવવા માટે તમારે ઈપીએસ કાઢવું પડશે. ઈપીએસ કે અર્નિંગ પર શેર, નેટ પ્રોફિટને શેર્સની સંખ્યા દ્વારા ભાગાકાર કરીને શોધવામાં આવે છે. જો કંપની એના 10 હજાર શેર્સ છે, અને નેટ પ્રોફિટ 1 લાખ છે, તો તેની ઈપીએસ 10 રૂપિયા થાય. ઈપીએસ મેળવ્યા બાદ P/E ગુણોત્તર શોધવા માટે માર્કેટ પ્રાઈસમાં વિભાજીત કરવું પડે. આ પ્રકારે જો કોઈ કંપનીની માર્કેટ પ્રાઈસ 100 રૂપિયા છે અને ઈપીએસ 10 તો તેનો P/E ગુણોત્તર 10 છે.

પ્રમોટર હોલ્ડંગ

જો કોઈ શેરમાં પ્રમોટર હોલ્ડિંગ વધુ હોય, તો તે સારો સંકેત છે. કેટલીક કંપનીઓ જેમ કે વિપ્રોમાં પ્રમોટર હોલ્ડિંગ 75 ટકા કરતા વધુ છે. એટલે પ્રમોટર હોલ્ડિંગ પર પણ ધ્યાન આપો.

શેર ગિરવે મૂકવો

આજકાલ પ્રમોટર્સ લોન માટે શેર ગિરવે મૂકે છે. જો કોઈ કંપનીએ પ્રમોટર હોલ્ડિંગ ગીરવે રાખ્યું હોય, તો આ કંપનીના શેર ન ખરીદવા જોઈએ. એવી કંપની શોધો જેણે પ્રમોટર હોલ્ડિંગ ગીરવે ન મૂક્યુ હોય.

ડિવિડન્ડ યિલ્ડ

જો કોઈ કંપની લાભાંશ નથી આપી રહી તો તેના શેર ન ખરીદો. ડિવિડન્ડ એક પ્રકારનું રિટર્ન છે, જે તમને ખરીદવાનો નિર્ણય કર્યા બાદ મળે છે. કોલ ઈન્ડિયા જેવા શેર્સ લગભગ 8 ટકાના ડિવિડન્ડ યિલ્ડ આપે છે. જો તમે 305 રૂપિયામાં શેર ખરીદો છો તો કંપની 27 રૂપિયા જેટલું રિટર્ન ડિવિડન્ડ યિલ્ડ તરીકે આપે છે. દર વખતે વધુ પ્રતિફળનો અર્થ એ નથી કે શેરની કિંમત પણ વધુ હોય.

રોકડ પ્રવાહ (કૅશ ફ્લો)

સ્ટોક્સમાં પોઝિટિવ કૅશ ફ્લો સારો હોય છે. એવી કંપનીઓએ શોધો જેનો કૅશ ફ્લો પોઝિટિવ હોય. કૅશ ફ્લો સામાન્ય બિઝનેશ ઓપરેશન છે. જુઓ કે કૅશ ફ્લો બીજી રીતે વધે છે કે નહીં.

વેલ્યુ બુક કરવાની કિંમત

વેલ્યુ બુક કરવાની કિંમત પણ ભારતમાં શેરને સમજવાની રીત છે. જો કે આમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. દાખલા તરીકે જાહેર ક્ષેત્રની બેન્ક 0.5 ગણા પ્રાઈસ ટુ બુક વેલ્યુ પર ટ્રેડિંગ કરે છે. પછી જ નુક્સાનને કારણે બુક વેલ્યુ સમય પ્રમાણે ઓછી થઈ શકે છે. તમારે આ ધ્યાન રાખવું જોઈએ.

નેટ પ્રોફિટ ગ્રોથ

HDFC બેન્કનું પ્રિમીયમ જબરજસ્ત છે. કંપનીનો ત્રિમાસિક ગ્રોથ 20થી 25 ટકા હોવાને કારણે રિટર્ન સારું છે. આ જબરજસ્ત ગ્રોથને કારણે P/E અનેક ગણો વધે છે. જો કોઈ કંપનીનો નેટ પ્રોફિટ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડથી વધુ વધી રહ્યો છે તો આવા સ્ટોકનું પ્રીમિયમ આપવું જોઈએ.

એવી કંપની જેના વિશે ખબર છે

હંમેશા એવી કંપનીથી શરૂઆત કરો જેના વિશે તમને જાણ છે. અને કંપની નફો કરવા શું આયોજન કરશે તેની તમને જાણ હોવી જોઈએ. જો તમે આ નથી જાણતા તો જોખમ છે. એક કંપની જબરજસ્ત વિકાસની આશા રાખી રહી છે તેની સામે એક સ્થાપિત કંપની જે ધીરે ધીરે આગળ વધી રહી હોય, તેના શેર સસ્તા હશે. કંપનીની કિંમત અને આવકની ઈન્ડ્સ્ટ્રીની બીજી કંપનીઓ સાથે સરખામણી કરવી જોઈએ.

Have a great day!
Read more...

English Summary

before analysis of shares note these points