ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલા આટલું જરૂર વાંચો

જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાચવીને કરવામાં આવે, તો તેમાં કોઈ નુક્સાન નથી. પહેલું ક્રેડિટ કાર્ડ લલચામણું હોય છે.


ક્રેડિટ કાર્ડ આજના સમયમાં સામાન્ય શબ્દ બની ચૂક્યો છે. કેટલાક સમય પહેલા માત્ર મોટા શહેરોમાં રહેતા લોકો જ ક્રેડિટ કાર્ડ વાપરતા હતા, પરંતુ હવે ગામડાઓમાં પણ ક્રેડિટ કાર્ડ પહોંચી ચૂક્યુ છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે, તેમ ક્રેડિટ કાર્ડના પણ બે પાસા છે, એક સારું અને એક ખરાબ. જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરતા હો, તો કોઈ જ મુશ્કેલી નથી. પરંતુ જો તમે સમયસર બિલ ન ભર્યું તો તમારે કેટલીક નાણાકીય મુશ્કેલીઓ અનુભવવી પડી શકે છે. ક્રેડિટ કાર્ડ આમ તો કામ આસાન કરે છે અને આર્થિક જરૂરિયાતોને સરળ તેમ જ સહેલી બનાવી દે છે.

Advertisement

જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાચવીને કરવામાં આવે, તો તેમાં કોઈ નુક્સાન નથી. પહેલું ક્રેડિટ કાર્ડ લલચામણું હોય છે. મહત્વની વાત એ છે કે તમારે શરૂઆતથી જ ક્રેડિટ કાર્ડના ઉપયોગથી થતા સંભવિત નુક્સાન વિશે માહિતી મેળવી લેવી જોઈએ. જો તમે પહેલીવાર ક્રેડિટ કાર્ડ વાપરતા હો, તો તમારા માટે આ ટિપ્સ અત્યંત ઉપયોગી છે. જે તમારું ટેન્શન પણ ઓછું કરી દેશે.

Advertisement

એક્ટિવેશન

ક્રેડિટ કાર્ડ તમારી પાસે એક્ટિવ મોડમાં નથી પહોંચતા. ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવા માટે ગ્રાહકે બેન્કમાં કે પછી ટોલ ફ્રી નંબર પર કૉલ કરવો પડે છે. સામાન્ય રીતે ગ્રાહક જ્યારે પોતાનો કાર્ડ નંબર એન્ટર કરે છે, ત્યારે KYC પણ જણાવવું જરૂરી છે. એક્ટિવેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ કોલ કરો.

Coldest City in India: ભારતના સૌથી ઠંડા શહેર, ઉનાળામાં પણ અહીંયા પડે છે ધ્રુજાવી દેતી ઠંડી

વ્યાજ દર

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા તેના વ્યાજ દર ખાસ જાણી લો. વ્યાજ દર વાર્ષિક ટકાવારી પ્રમાણે નક્કી થાય છે. આ એ ટકાવારી હોય છે, તેના પર તમારે બાકી રકમ ચૂકવવાની હોય છે. ક્રેડિટ કાર્ડ સાથે આવતી ટર્મ્સ એન્ડ કંડિશન્સ ખાસ જાણી લો. વાંચી લો.

સૌથી પહેલા ક્યારે પહેરવામાં આવ્યુ હતું મંગલસુત્ર? જાણો કયા કયા દેશોમાં પહેરવામાં આવે છે

ડ્યૂ ડેટ

ક્રેડિટ કાર્ડની બાકીની રકમ ક્યારે ચૂકવવી, તેના માટે કેટલીક કંપનીઓ તારીખ પસંદ કરવાની તક ગ્રાહકોને આપે છે. જો તમારી પાસે આ વિકલ્પ હોય, તો તમે પગારની તારીખના કેટલાક દિવસ બાદની તારીખ પસંદ કરો. જેને પગલે તમે માસિક રકમ સરળતાથી ચૂકવી શક્શો.

New Rules May 2024: 1 મેથી બદલાઇ જશે ઘણા નિયમો, જાણો અને પૈસા બચાવો

મર્યાદામાં ખર્ચ કરો

ક્રેડિટ કાર્ડ આપનાર તમારી ક્રેડિટની મર્યાદા નક્કી કરે છે, આ મર્યાદા તમારી આવક, રકમ જમા કરાવવાના વ્યવહાર, તમારી ખર્ચની રીત, સિબિલ સ્કોર પર આધારિત હોય છે. તમે ક્રેડિટ કાર્ડમાંથી વધુમાં વધુ કેટલો ખર્ચ કરી શકો છો, તે તમારો ક્રેડિટ સ્કોર છે. જો આ મર્યાદા કરતા વધુ ખર્ચ કરો તો તમારે દંડ ભરવો પડશે. પહેલી વખત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર મોટા ભાગના ગ્રાહકોને ઓછો ખર્ચ કરવાની આદત હોય છે.

એલર્ટ્સ ચેક કરતા રહો

ક્રેડિટ કાર્ડ આપનાર કંપનીની વાત પર ધ્યાન આપો. તમને મળતા તમામ એલર્ટ, ઈમેઈલ, અને મેસેજ ચેક કરતા રહો. નવા ક્રેડિટ સમયને ટાળો નહીં. ક્રેડિટ કાર્ડ આપનાર કંપની તમને વધારાની વાર્ષિક ફી કે પછી અન્ય ફીમાં વધારા વિશે એલર્ટ આપી શકે છે. આ વાતનું ધ્યાન રાખો કે તમારા ક્રેડિટકાર્ડ સાથે શું થઈ રહ્યું છે.

રિવોર્ડ્સનો લાભ લો

ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ કે પછી કૅશ બેક સ્વરૂપે ઉપયોગ કરનારને લાભકારી છે. પહેલી ખરીદી પર કાર્ડ સ્વાઈપ કરવાને કારણએ રિવોર્ડ્સ અને કૅશ બેકનો લાભ મળી શકે છે. તો કેટલાક રિવોર્ડ્સ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવું જરૂરી હોય છે. પોતાના રિવોર્ડ પ્રોગ્રામ વિશે માહિતગાર રહો, અને વધુમાં વધુ રિવોર્ડ્સ રિડીમ કરી શકાય તે રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. વધુમાં વધુ લાભ કરાવે તેવું ક્રેડિટ કાર્ડ પસંદ કરવું અઘરું છે.

આ રીતે કરો ફીની તપાસ

ક્રેડિટ કાર્ડ સાથે કેટલાક પ્રકારની ફી પણ જોડાયેલી હોય છે, જેમ કે વાર્ષિક ફી, બેલેન્સ ટ્રાન્સફર, વિદેશી નાણાંકીય વ્યવહારની ફી, મોડા ચૂકવણીને કારણે થતો દંડ, મર્યાદા કરતા વધુ ખર્ચનો દંડ વગેરે વગરે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા આ પ્રકારની ફી વિશે જાણી લો. જે લોકો પહેલીવાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તેમના માટે વાર્ષિક ફી નહિવત્ હોય છે અને વ્યાજ દર પણ ઓછા હોય છે.

ઑટો પે

જો તમારી યાદશક્તિ નબળી હોય, તો ક્રેડિટ કાર્ડની ચૂકવણી માટે ઑટો પેનો વિકલ્પ પસંદ કરો. તમે બાકી રકમ ચૂકવવાની તારીખ અને લઘુત્તમ રકમ નક્કી કરી શકો છો. આવું ક્રેડિટ કાર્ડ આપનાર કંપની અથવા તો બેન્ક કરી શકે છે. બારી રકમની સમયસર ચૂકવણી કરવાથી ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સનો CIBIL સ્કોર સુધરે છે. ઑટો પે પસંદ કરતા પહેલા તારીખ યોગ્ય પસંદ કરો, જેથી લેટ ફી ન લાગે.

કાર્ડનો વિશે કોઈને ન આપો માહિતી

કોઈ અન્ય વ્યક્તિને તમારા કાર્ડનો ઉપયોગ ન કરવા દો. જો કોઈ વ્યક્તિ ઈ મેઈલ કે ઓનલાઈન ચેટ દ્વારા તમારા અકાઉન્ટની કે અન્ય માહિતી માગે તો, ક્યારેય માહિતી આપવાની ભૂલ ન કરો. જો તમે ક્રેડિટ કાર્ડનો ઓનલાઈન ઉપયોગ કરી રહ્યો છો, તો ધ્યાન રાખો કે તમે જે વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડનો નંબર એન્ટર કરો છો તે સુરક્ષિત છે. તમારા કાર્ડ પર લાગતી તમામ ફી માટે તમે જવાબદાર છો. એટલે જ ક્રેડિટકાર્ડ કોઈને ઉધાર ન આપો, કે ન નંબર જણાવો.

સમયસર બિલની ચૂકવણી કરો

ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પોતાનો નિયમ બનાવો. પોતાના ખર્ચ પર ધ્યાન આપો, બેન્કના ખાતામાં જમા રકમ પર પણ ધ્યાન આપો. જો તમે બિલ નહીં ચૂકવો, તો વ્યાજ દર વધવા લાગશે. સાથે જ લેટ ફી પણ લાગશે. આ તમામ બાબતો સમજ્યા બાદ વધુ આત્મવિશ્વાસ સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીથી અને સુરક્ષિત રીતે કરશો તો વધુમાં વધુ લાભ ઉઠાવી શક્શો.

English Summary

Credit Card tips for the first time users