22 પૈસા તૂટીને 73 નજીક પહોંચ્યો રૂપિયો, 72.91 રૂપિયા પ્રતિ ડોલર


રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે બુધવારે ડોલરને મુકાબલે રૂપિયો 73 નજીક પહોંચી ગયો છે. રૂપિયો ડોલરને મુકાબલે 72.91 પર પહોંચી ચુક્યો છે. ડોલરની માંગ વધવાને કારણે રૂપિયો કમજોર પડ્યો છે રૂપિયામાં સુધાર થાય તેવા સંકેત આવનારા કેટલાક દિવસોમાં નથી મળી રહ્યા. મંગળવારે રૂપિયો 24 પૈસા તૂટીને 72.69 પર બંધ થયો હતો, જયારે આજે બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ કારોબારી અઠવાડિયામાં ત્રીજા દિવસે પણ રૂપિયામાં એતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે રૂપિયો ડોલર સાથે 22 પૈસા ગગડીને 72.91 પર પહોંચી ગયો છે સોમવારે તે 72.45 પર બંધ થયો હતો.

કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય રિઝર્વ બેંકે ડોલરને મુકાબલે ગગડતા રૂપિયાને અટકાવવા માટે વિદેશમાં રહી રહેતા ભારતીય નાગરિકોનો સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે. સરકારને આશા છે કે તેમના આ પગલાં પછી તેઓ ચાલુ ખાતાના ઘટાડાને ઓછો કરી શકે છે. આ સંબંધમાં મોદી સરકારના કેટલાક અધિકારીઓ નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્કના સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે કે આખરે રૂપિયાને કેવી રીતે મજબૂત કરવામાં આવે.

જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Have a great day!
Read more...

English Summary

Rupee Collapses To Lifetime Low, reaches close to 73