વોડાફોન-આઈડિયા, એરટેલના 200 મિલિયનથી વધુ યૂઝર્સનાં સીમકાર્ડ બંધ થઈ જશે


જો તમે વોડાઈફોન-આઈડિયા કે એરટેલનું સીમકાર્ડ વાપરતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. ટૂક સમયમાં જ તમારું સીમકાર્ડ બંધ થઈ શકે છે. વોડાફોન-આઈડિયા અને એરટેલે નિર્ણય લીધો છે કે મહિને 35 રૂપિયાથી ઓછા વાપરતા હોય તેવા તમામ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. જેને પગલે 250 જેટલા 2જી યૂઝર્સ પોતાનું કનેક્શન ગુમાવી શકે છે. હાલ એરટેલ ભારતી પાસે કુલ 100 મિલિયન જેવા યૂઝર્સ છે જેઓ મહિને 35 રૂપિયાથી ઓછો ખર્ચો કરતા હોય જ્યારે વોડાફોન-આઈડિયા પાસે આવા 150 મિલિયન યૂઝર્સ છે.

ભારતી એરટેલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને સાઉથ એશિયા)એ કહ્યું કે અમારી પાસે કુલ 330 મિલિયન વાયરલેસ કસ્ટમર્સ છે પરંતુ તેમના વપરાશની પેટર્ન પર ધ્યાન કરવા પર જાણવા મળ્યું કે ટેલિનોરમાંથી મેળવ્યા તેવા અને અમુક અમારા ખુદના એવા ગ્રાહકો છે જે મહિને 35 રૂપિયાનું પણ રિચાર્જ નથી કરતા. વોડાફોન-આઈડિયાના સીઈઓ બાલેશ શર્માએ જણાવ્યું કે તેઓ ઓછી ARPU (એવરેઝ રિયલાઈઝેશન પર યૂઝર) કેટેગરીમાં સબ્સક્રાઈબર્સની સંખ્યામાં ઘટાડો કરવા માગી રહ્યા છે. આ કેટેગરીમાં નોંધપાત્ર સંખ્યા છે જેઓ પોતાના સીમકાર્ડનો ઉપયોગ માત્રને માત્ર ઈનકમિંગ કોલ માટે જ કરે છે.

35 રૂપિયાના રિચાર્જ પાછળનું ગણિત સિમ્પલ છે. જે યૂઝર્સ મહિને 35 રૂપિયા પણ નથી વાપરતા તેવા યૂઝર્સ જો મહિને ઓછામાં ઓછા 10 રૂપિયાનું રિચાર્જ કરતા થાય તો પણ એરટેલ ભારતીનો મહિનાનો રેવન્યૂ 100 કરોડ થશે, જ્યારે અડધા યૂઝર્સ જો 35 રૂપિયાનું રિચાર્જ કરતા શરૂ થશે તો એરટેલ ભારતીના રેવન્યૂમાં મહિને 175 કરોડ રૂપિયાનો સ્પષ્ટ વધારો થશે.

250 મિલિયન યૂઝર્સ એવા છે જેમની પાસે ડ્યૂઅલ સિમ વાળો મોબાઈલ હોય, મતલબ કે તેઓ બે કનેક્શન ધરાવે છે અને માત્ર ઈનકમિંગ કોલ માટે ઓછું રિચાર્જ રાખે છે. 35 રૂપિયાના માસિક પ્લાન પહેલા યૂઝર્સને 10 રૂપિયાનો પ્લાન મળતો હતો, જેમાં યૂઝર્સ આઉટ ગોઈંગ કોલ ન કરી શકતો પણ જ્યાં સુધી વેલિડિટી (6 મહિના) હોય ત્યાં સુધી તે ઈન કમિંગ કોલ મેળવી શકતો, તેના બદલામાં બાદમાં 35 રૂપિયા વાળો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને ARPU કેટેગરી પરથી યૂઝર્સને ઉપર લાવી શકાય.

ઓછું રિચાર્જ વાપરતા 2જી યૂઝર્સના કનેક્શન બંધ કરી દેવા પાછળનું બીજું એક કારણ એ છે કે કંપની પોતાનું 2જી નેટવર્ક બંધ કરી દેવા માગે છે અને પોતાના સબ્સ્ક્રાઈબર્સને તેઓ 4જી નેટવર્ક પર લાવવા માગે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલા થકી એરટેલ અને વોડાફોન જિયોને ટક્કર આપવા માગે છે, જણાવી દઈએ કે જિયોના વોલ્ટ ફીચર ફોન 4જી થકી પહેલેથી જ તેમના ગ્રાહકો 4જી નેટવર્ક પર છે. જો કે મિત્તલે કહ્યું કે અમે કોઈ સાથે હરીફાઈ કરવા માગતા નથી અમે અમારા ફીચર ફોનવાળા ગ્રાહકોને સ્માર્ટફોન તરફ લઈ જવા માગીએ છીએ.

સરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી, આ રાજ્યની વિધાનસભા બનશે

Have a great day!
Read more...

English Summary

Bharat Bandh: Vodafone Idea, Airtel to switch off 200 million users soon