જ્યારે પણ સ્વામી વિવેકાનંદની વાત આવે છે ત્યારે અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદમાં વર્ષ 1893માં તેમણે આપેલા આ ભાષણને જરૂર યાદ કરવામાં આવે છે, જણાવી દઈએ કે ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે 125 વર્ષ પહેલા 1893માં ભાષણ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદે કહેલા પહેલા જ વાક્ય પર સમગ્ર શ્રોતાગણોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારે નજર કરીએ સ્વામી વિવેકાનંદના એ ભાષણ પર...
ભાષણની શરૂઆત કરતા સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા અમેરિકી ભાઈઓ અને બહેનો, તમે જેવી રીતે સૌહાર્દ અને સ્નેહ સાથે અમારું સ્વાગત કર્યું તે પ્રતિ આભાર વ્યક્ત કરવા ઉભા થતી વખતે મારું હ્રદય અવર્ણનીય હર્ષથી છલકાી ગયું છે. સંસારમાં સંન્યાસીઓની સૌથી પ્રાચીન પરંપરા તરફથી હું તમારા સૌનો આભાર વ્યક્ત કરું છું, ધર્મોની માતા તરફથી ધન્યવાદ આપતા હું અને તમામ સમ્પ્રદાયો અને મતોના કોટિ કોટિ હિંદુઓ તરફથી ધન્યવાદ આપું છું.
આ મંચ પરથી બોલનાર તમામ વક્તાઓનો પણ ધન્યવાદ જેમણે પ્રાચીન પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતી વખતે તમને એ જણાવ્યું કે વિવિધ દેશોના આ લોકો સહિષ્ણુતાનો ભાવ વિવિધ દેશોમાં પ્રચારિત કરવાનું ગૌરવનો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવું છું જેણે સંસારને સહિષ્ણુતા અને સાર્વભૌમ સ્વીકૃત બંનેની શિક્ષા આપી છે.
અમે લોકો તમામ ધર્મો પ્રત્યે માત્ર સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી કરતા પણ તમામ ધર્મોને સાચા માનીને સ્વીકાર કરીએ ચીએ. મને આવા દેશનો વ્ક્તિ થવાનું અભિમાન છે જેણે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડિતો અને શરણાર્થિઓને આશ્રય આપ્યો છે. તમને એ જણાવતા મને ગર્વ થાય છે કે અમે અમારા પક્ષમાં એ યહૂદીઓની વિશુદ્ધતમ અવશિષ્ટને સ્થાન આપ્યું હતું. જેમણે દક્ષિણ ભારત આવીને એ વર્ષે જ શરમ લીધા હતા જે વર્ષે એમના પવિત્ર મંદિર રોમના જાતિના અત્યાચારથી ધૂળમાં મળી ગયાં હતાં.
એવા ધર્મનો અનુયાયી થવામાં હું ગર્વ અનુભવું છું જેમે મહાન જરથુષ્ટ જાતિના અવશિષ્ટ અંશને આસરો આપ્યો અને જેનું પાલન તેઓ હજુ પણ કરી રહ્યા છે. ભાઈઓ હું તમને એક સ્તોત્રની કેટલીક લાઈન સંભળાવું છું જેની આવૃત્તિ હુંબાળપમથી જ કરતો આવું છું અને જેની આવૃત્તિ દરરોજ લાખો લોકો કરે છે.
રૂચીનાં વૈચિત્ર્યાદજુકુટિલનાનાપથજુષામ્। નૃળામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ળવ ઈવ।।
એટલે કે જેવી રીતે વિવિધ સ્ત્રોતોમાંથી નીકળીને વિભિન નદીઓ સમુદ્રમાં મળી જાય છે એ પ્રકારે જ હે પ્રભુ, વિવિધ રસ ધરાવતા અને ઉંધા સીધા લોકો આખરે તમારામાં આવીને જ મળી જશે.
આ સભા અત્યાર સુધીમાં યોજાયેલ સર્વશ્રેષ્ટ પવિત્ર સંમેલનોમાંથી એક છે, જે ખુદ ગીતાના આ અદ્ભુત ઉપદેશની પ્રસ્તુતી અને જગત પ્રત્યે એની ઘોષણા કરે છે.
યે યથા માં પ્રપદ્યન્તે તાંતસ્થૈવ ભજાસ્યહમ્। મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ।।
એટલે કે જે મારી તરફ આવે છે તે પછી ગમે તે પ્રકારે કેમ ન હોય હું તેને પ્રાપ્ત થાઉં છું. લોકો વિવિધ રસ્તાથી પ્રયત્નો કરતાં આખરે મારા તરફ જ આવે છે.
સામ્પ્રદાયિકતા, હઠધર્મિતા અને એની વીભત્સ વંશધર ધર્માન્ધતા આ સુંદર પૃથ્વી પર ઘણા સમય સુધી રાજ કરી ચૂકી છે. જે પૃથ્વીને હિંસાથી ભરતી રહી છે અને એને વારંવાર માનવતાના રક્તથી નવરાવે છે, સભ્યતાઓને ધ્વસ્ત કરતી આખા દેશને નિરાશ કરી રહી છે. જો આ વીભત્સ દાનવી શક્તિ ન હોત તો આજની અવસ્થામાં માનવ સમાજની ક્યાંય પ્રગતિ થઈ ગઈ હોત. પરંતુ હવે તેનો સમય આવી ગયો છે અને હું આંતરિક રૂપે આશા કરું છું કે આજે સવારે આ સભાના સંમાનમાં જે ઘંટ વગાડવામાં આવ્યો તે સમસ્ત ધર્માંધતાનો, તલવાર કે લેખ દ્વારા થનાર તમામ ત્રાસનો અંત કરે.
આ પણ વાંચો-પાકિસ્તાનના જનક મૂળ હિંદુ હતા, જાણો મહમ્મદ અલી ઝીણા વિશેના રસપ્રદ તથ્યો