Ganesh Chaurthi 2018: આ ગણેશોત્સવ પર આ મંદિરોમાં કરો બાપ્પાના દર્શન


આ વખતે ગણેશોત્સવ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ગણેશચતુર્થીના રોજ મહારાષ્ટ્રમાં કંઈક અલગ જ જૂનુન હોય છે. વળી, દેશના અલગ અલગ ભાગોમાં પણ આ તહેવાર પૂરા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. 10 દિવસો સુધી ચાલનારા આ તહેવારમાં ભક્ત પહેલા ગણેશ ચતુર્થાીના દિવસે બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને પછી 10 દિવસ બાદ તેમને વિસર્જીત કરે છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અમે તમને બાપ્પાના તે મંદિરો વિશે જણાવીશુ જેમનું ખૂબ જ મહત્વ છે.

સિદ્ધિવિનાયક મંદિર, મહારાષ્ટ્ર

સિદ્ધિવિનાયક મંદિર સમગ્ર ભારતના બાપ્પાનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિતઆ મંદિરમાં સામાન્યથી લઈને ખાસ લોકો બાપ્પા પાસે પ્રાર્થના કરવા આવે છે. અહીં નેતા, બોલિવુડ સ્ટાર્સ ઘણી વાર જોવા મળે છે. એટલુ જ નહિ એપ્પલ સીઈઓ ટિમ કુકે પણ 2016 માં પોતાની યાત્રા આ મંદિરમાં પૂજા કરીને શરૂ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિરને એક નિઃસંતાન મહિલાએ બનાવડાવ્યુ હતુ જેથી બીજી મહિલાઓને બાપ્પા પાસેથી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળી શકે.

આ પણ વાંચોઃ 35 એ પર વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ ટાળવામાં આવી શકે છેઃ સૂત્ર

મધુર ગણપતિ મંદિર, કેરળ

કેરળનું મધુર ગણપતિ મંદિર ભગવાન શિવનું મંદિર હતુ પરંતુ આજે તેની પ્રસિદ્ધિ બાપ્પાન કારણે છે. આ મંદિરની દિવાલ પર પૂજારીના પુત્રએ ગણેશની મૂર્તિ બનાવી હતી જે ધીમે ધીમે વધતી ગઈ. ત્યારથી આ મંદિરમાં બાપ્પાની પૂજા થવા લાગી. એમ કહેવાય છે કે આ મંદિરમાં બાપ્પાની મૂર્તિ માટી કે પત્થરની નહિ પરંતુ અલગ અલગ પ્રકારના તત્વોથી બનેલી છે.

વિનાયક મંદિર, આંધ્રપ્રદેશ

તિરુપતિથી 68 કિલોમીટર દૂર ચિત્તૂર પાસે કનિપકમમાં સ્થિત વિનાયક મંદિરની કહાની ઘણી રોચક છે. કહેવાય છે કે ત્રણ ભાઈઓ હતા જે જોઈ, સાંભળી અને બોલી નહોતા શકતા. પોતાના ખેતરમાં પાણી નાખવા માટે તે કૂવો ખોદતા હતા. જેનાથી તે ખોદકામ કરતા હતા તે કૂવામાં જઈને પડ્યુ અને કોઈ વસ્તુ સાથે ટકરાયુ. જ્યારે તેમણે વધુ ખોદકામ કર્યુ તો ત્રણેને તેમની અક્ષમતામાંથી મુક્તિ મળી ગઈ. ગામલોકોએ જ્યારે તેમાં વધુ ખોદકામ કર્યુ તો બાપ્પાની એક મૂર્તિ મળી આવી. ખૂબ ખોદકામ બાદ પણ તે મૂર્તિનો તળ મળ્યો નહિ. ત્યારથી બાપ્પા ત્યાં પાણીમાં બિરાજમાન છે.

દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિર, મહારાષ્ટ્ર

પૂણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની પણ પોતાની એક આસ્થા છે. આ મંદિરને 100 વર્ષથી પણ પહેલા દગડુ શેઠ હલવાઈએ બનાવડાવ્યુ હતુ. પુત્રીનું પ્લેગના કારણે મૃત્યુ થયા બાદ દગડુ શેઠ અને તેમની પત્ની ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમાંથી બહાર આવવા માટે તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. આ મંદિરમાં દર વર્ષે દેશ દુનિયાના હજારો લોકો દર્શન કરવા માટે આવે છે.

રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન

તમે બાપ્પાને હાથમાં લડ્ડુ લઈને તો ઘણી વાર જોયા હશે પરંતુ ત્રિનેત્ર બાપ્પાનું મંદિર માત્ર રાજસ્થાનમાં મળશે. રાજસ્થાનના રણથંભોર કિલ્લામાં ત્રિનેત્ર બાપ્પા બિરાજમાન છે. આ એકમાત્ર એવુ મંદિર છે જ્યાં બાપ્પા પોતાના સમગ્ર પરિવાર, પત્ની, રિદ્ધી-સિદ્ધી અને પુત્રો શુભ-લાભ સાથે બિરાજમાન છે. આ મંદિરનો ઈતિહાસ રાજા હમ્મીર અને અલાઉદ્દીન ખિલજીના સમયનો છે. રણથંભોર કિલ્લામાં આ મંદિરનું નિર્માણ રાજા હમ્મીરે કરાવ્યુ હતુ. તેઓ બાપ્પાના પરમ ભક્ત કહેવાતા હતા.

આ પણ વાંચોઃ SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ

Have a great day!
Read more...

English Summary

Ganesh Chaturthi 2018: Siddhivinayak And Other Famous Bappa Temple To Visit This Ganesh Utsav.