ગણેશ ચતુર્થી પર કેમ ન જોવો જોઈઓ ચાંદ, જાણો કારણ


દેશ આખો અત્યારે ગણેશ ઉત્સવની તૈયારીમાં લાગી ગયો છે, દરેક લોકો બાપ્પાના આગમનની રાહ જોઈ રહ્યા છે, ચારો તરફ ખુશીઓનો અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં જે લોકો બાપ્પાને પોતાના ઘરે લાવે તેઓ ઘણું બધું ધ્યાન રાખતા હોય છે, પૂજા સ્થળથી ભોગ સામગ્રી સુધી લોકો તકેદારી રાખતા હોય છે પરંતુ બીજી એક વાત છે જે વિશેષ ધ્યાન દેનારી હોય છે, કે એ દિવસે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ, એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રને જોવાથી માણસ કલંકનો શિકાર બની જાય છે.

ગણપતિએ ચંદ્રને આપ્યો હતો શ્રાપ

મોટાભાગના લોકો અજાણ હશે કે આના વિશે એક પ્રચલિત કથા પણ છે, પુરાણોમાં વર્ણન મળે છે કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે એના દર્શન કરવાથી માણસ કલંકનો ભાગીદાર બની જશે. એકવાર ગણેશજી ઉંદર (મૂષ)ની સવારી કરતી વખતે પડી ગયા હતા જેને જોઈએ ચંદ્રએ એમની ભારે મજાક ઉડાવી હતી. જેના પર ગણેશજીને ભારે ગુસ્સો આવી ગયો હતો.

ચંદ્રએ ગણપતિની માફી માંગી

એમણે ચંદ્રને ઠપકો આપતા કહ્યું હતું કે મુસીબતના સમયે લોકોની મદદ કરવાને બદલે ઠેકડી ઉડાવો છો, જાઓ હું તને શ્રાપ આપુ છું કે આજ પછી તું આ વિશાળ ગગન પર રાજ નહીં કરી શકે. તમારા પ્રકાશને કોઈ મહેસૂસ નહીં કરી શકે. આજ પછી કોઈપણ તમને જોઈ નહીં શકે. બાદમાં ચંદ્રને પોતાની ભૂલનો અહેસાસ થતા એણે ગણપતિની માફી માગી, ચંદ્રની હાલત જોઈ દેવતાગણ પણ પરેશાન થઈ ગયા, જે બાદ એમણે ગણેશજીને પ્રાર્થના કરી કે તેઓ પોતાનો શ્રાપ પરત લઈ લે. ગણેશજીએ ચંદ્રને માફતો કરી દીધો પરંતુ કહ્યું કે હવે હું ધારું તો પણ મારો શ્રાપ પરત ન લઈ શકું. પરંતુ આ શ્રાપની અસરને ઘટાડવા માટે એક વરદાન જરૂર આપી શકું છું.

એટલે ગણેશ ચતુર્થી પર ચાંદ ન જોવો જોઈએ

ગણેશજીએ ચંદ્રમાને કહ્યું કે એવું જરૂર થશે કે તમે તમારો પ્રકાશ ગુમાવી બેસશો પરંતુ એક મહિનામાં માત્ર એક વાર જ. જે બાદ તમે ફરી સમયની સાથે પ્રકાશિત થતા જશો અને ફરી 15 દિવસના અંતરાલમાં તમારા સંપૂર્ણ વેષમાં જોવા મળશે, તમે ચતુર્થીના દિવસે મારું અપમાન કર્યું છે માટે જે કોઈપણ વ્યક્તિ આજના દિવસે તમને જોશે તે પણ કલંકિત થઈ જશે.

જો ભૂલથી ચાંદ જોવાઈ જાય તો?

પરંતુ જો કોઈ ભૂલથી ચંદ્રને જોઈલે તો તેણે કલંકથી બચવા માટે અહીં જણાવેલ મંત્રનો જાપ કરવો.
ભાદ્રશુક્લચતુથ્રયાયો જ્ઞાનતોઅજ્ઞાનતોઅપિવા।
અભિશાપીભવેચ્ચન્દ્રદર્શનાભ્દૃશદુઃખભાગ્।।

આ પણ વાંચો- ગણેશ ચતુર્થી: જાણો, કઈ રીતે થયો હતો ગણપતિ બાપાનો જન્મ

Have a great day!
Read more...

English Summary

Ganesha looked at the arrogant moon and cursed him saying that nobody will look at him or praise him from that day. Due to that curse, if anyone looks at the Moon, they will face false allegations and suffer bad name even when innocent.