જાણો, ટૂ-વ્હીલર્સનો ઈન્સ્યોરન્સ કેવી રીતે રિન્યૂ કરવો?


ઑટોમોબિલ બિઝનેસ છેલ્લા કેટલાંક વર્ષોથી ચરમ સીમા પર છે. વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. વધતાં વાહનોની સાથે જ ભારતના રસ્તાઓ પર રોડ એક્સીડેન્ટની સંખ્યા પણ સતત વધી રહી છે, ખોટી રીતે વાહન ચલાવવું પણ તેમાનું જ એક કારણ છે. જેને ધ્યાનમાં રાખી આજે મોટા ભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવા લાગ્યા છે. જ્યારે તમારા ખુદના વાહનને નુકસાન થાય અથવા થર્ડ પાર્ટીને વળતર ચૂકવવાનું હોય તેવામાં આ ખર્ચ તમારી કમર તોડી શકે છે.

બાઈકનો વીમો

આવા ખર્ચાઓ પર તમારું કોઈ નિયંત્રણ નથી રહેતું. તમે આવી સ્થિતિનો અંદાજો ન લગાવી શકો, માટે સારું રહેશે કે તમે ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ લો અને જેનાથી તમારી બચત અને વાહન સુરક્ષિત રહેશે. જ્યારે તમે તમારા બાઈકને રિપેર કરાવવા માટે મોકલો છો તો બાઈક ઈન્સ્યોરન્સ તમારો ખર્ચો ઉઠાવવામાં મદદ કરશે. આ ઈન્સ્યોરન્સ થર્ડ પાર્ટીને અથવા થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવેલા નુકસાનની પણ ભરપાઈ કરશે.

પૉલિસી ધારક સાથેનો કરાર

ઑટોમોબિલ ઈન્સ્યોરન્સ વાહન વીમાકર્તા અને પૉલિસી ધારક વચ્ચે એક કરાર હોય છે. જેમાં અકસ્માત જેવી ઘટનામાં વીમા કંપનીઓ તમારા વાનને થયેલ નુકસાનની ભરપાઈ કરે છે. જેના બદલામાં પૉલિસી ધારકે એક નિશ્ચિત પ્રીમિયમ ભરવાનું હોય છે.

ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાની રીત

ટૂ-વ્હીલર ઈન્સ્યોરન્સ પૉલિસી કે બાઈક ઈન્સ્યોરન્સ પૉલિસી એક વર્ષ સુધી રિસ્ક કવર આપે છે. જેનો પીરિયડ ખતમ થવા પર પૉલિસી ધારકે એક નિશ્ચિત રાશિ આપીને ફરીથી ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાનો હોય છે.

ઈન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો

તમારે વીમા કંપનીની ઑફિસમાં જવું પડશે અને તમારું પ્રીમિયમ જમા કરાવવું પડશે. જેના બદલામાં તમારી પૉલિસી રિન્યૂનું પ્રિન્ટ આઉટ મળશે.

ઑનલાઈન પેમેન્ટ

તમે ઑનલાઈન એનઈએફટીથી કે પછી ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઘરે બેસીને પૉલિસી રિન્યૂનું પ્રીમિયમ આપી શકો છો. જેમાં તમારે ઑફિસે નહી જવું પડે. તમારે માત્ર વીમા કંપનીની વેબસાઈટ પર જઈને લૉગઈન કરવાનું રહેશે. પેમેન્ટ કરવાના કેટલાય ઓપ્શન મળશે.

ઓનલાઈન પેમેન્ટ શ્રેષ્ઠ રીત છે

ઓટોમોબિલ ઈન્સ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવામાં તમારો જ ફાયદો છે. સમયેસર તમને નોટિફિકેશન મળતા રહે છે અને ડ્યૂ ડેટની જાણકારી પણ મળી જાય છે. જેનું પ્રીમિયમ ભરવામાં મોડું ન થાય અને તમારું વાહન પણ સુરક્ષિત રહે છે. જો બંને રીતે સરખામણી કરીએ તો ઑફલાઈન રીતમાં વધુ સમય ખરાબ થાય છે જ્યારે ઑનલાઈન રીત સહેલી છે.

ઈન્સ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરવાની ગાઈડલાઈન્સ

ટૂ-વ્હીલર્સનો ઓનલાઈન ઈન્સ્યોરન્સ કરાવવાની કેટલીક સામાન્ય રીત છે. 1) સૌથી પહેલા વેબસાઈટ પર જઈને લૉગઈન કરો. 2) તમારી બાઈકની માહિતી ભરો. 3) પ્રીમિયમની રકમ તપાસીને પેમેન્ટ કરો. પ્રેમેન્ટના પ્રૂફના રૂપે ટ્રાન્ઝેક્શનનું પ્રિન્ટ આઉટ લઈ લેવું. થોડો સમય જ લાગશે અને તમે ઘરે બેસીને ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવી શકો છો. આ પણ વાંચો- કેવી રીતે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું

Have a great day!
Read more...

English Summary

Here you will learn the process to renew two wheeler insurance online in 3 easy steps in Hindi.