આજે જ ભરી લો રિટર્ન, નહિંતર ચૂકવવો પડશે 5000નો દંડ


જે લોકોએ હજુ સુધી પોતાનું આઈટી રિટર્ન નથી ભર્યું તેમના માટે આજે છેલ્લો મોકો છે, આઈટી રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે જો તમે આજે પણ આઈટી રિટર્ન ફાઈલ કરતા ચૂકી જશો તો 5થી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. તેથી તમારી પાસે આખરી મોકો છે કે તમે તમારું પાનકાર્ડ અને ફોર્મ 16ની મદદથી આજે જ આઈટી રિટર્ન ફાઈલ કરી લો. આવકવેરો રિટર્ન ભરવા માટે તમારે વધુ પરેશાન થવાની જરૂર નથી, ઘરે બેસીને તમે ખુદ આઈટી રિટર્ન ભરી શકો છો. અહીં જાણો, કઈ રીતે ભરશો આઈટી રિટર્ન.

આવી રીતે ફાઈલ કરો આઈટી રિટર્ન

આઈટી રિટર્ન તમે ખુદ ઓનલાઈન ભરી શકો છો અથવા તો કોઈ CA કે બેંકિંગના જાણકાર પાસે ભરાવી શકો છો. જો તમે ખુદ આઈટી રિટર્ન ભરી રહ્યા હોવ તો www.incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહીં લોગઈન કરો, જો તમારી પ્રોફાઈલ બનેલી ન હોય તો પહેલાં સાઈનઅપ કરો.

આવી રીતે કરો યોગ્ય ફોર્મની પસંદગી

આઈડી બનાવ્યા બાદ આઈટી રિટર્ન ભરવાના ઓપ્શન પર ક્લિક કરો, હવે તમે ડિસ્પ્લે પર ITR 1 (SAHAJ), ITR 2, ITR 3, ITR 4, ITR 4S (SUGAM), ITR 5, ITR 6 અને ITR 7 ફોર્મ જોઈ શકશો. ત્યારે તમારા માટે જરૂરી ફોર્મ હોય તે ફોર્મને જ અહીં સિલેક્ટ કરવું. બાદમાં તેમાં માંગેલી માહિતી ભરવી. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતમાં તમારે ફોર્મ 16ની જરૂરત પડશે કેમ કે તેમાં આપેલા નંબર આપણે આઈટી ફોર્મમાં ભરવાના હોય છે.

31 ઓગસ્ટ બાદ થશે દંડ

તમને જણાવી દઈએ કે જો તમે 31 ઓગસ્ટ બાદ અને 31 ડિસેમ્બર પહેલા આઈટી રિટર્ન ભરો છો તો તમને 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત જો તમે 31 ઓગસ્ટ બાદ આવકવેરો રિટર્ન ફાઈલ કરો છો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. માટે પ્રયત્ન કરો કે તમે આજે જ આઈટી રિટર્ન ભરી લો.

Have a great day!
Read more...

English Summary

today is last date for itr filing, here is how you can file it