સલમાનની મુશ્કેલીઓ વધી, કોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ


બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. બિહારની કોર્ટે એક્ટર સલમાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એમની વિરુદ્ધ બિહારના મુઝફ્ફરનગરની અદાલતે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર સલમાન ખાન જ નહીં પણ તેમની સાથે અન્ય 76 લોકો વિરુદ્ધ FIR નોંધાશે.

સલમાન ખાનની મુશ્કેલીઓમાં વધારો

જણાવી દઈએ કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'લવરાત્રી'ના ટાઈટલને લઈને વકીલ સુધીર ઓઝાએ કોર્ટમાં સલમાન અને તેની ટીમ વિરુદ્ધ કેસ કર્યો હતો અને તેમના વિરુદ્ધ FIR નોંધવાની માગણી કરી હતી. સલમાન ખાન પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'લવરાત્રી' પર સાંપ્રદાયિક સૌમ્યતા બગાડવાનો આરોપ છે. જેની સુનાવણી બાદ સલમાન ખાન સહિત 76 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે.

જાણો શું છે મામલો?

સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ લવરાત્રીમાં આયુષ શર્મા અને વરીના હુસેન લીડ રોલમાં છે અને સિનેમાઘરમાં તે 5 ઑક્ટોબરે રિલીઝ થનાર છે, પરંતુ ફિલ્મના નામને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ પર સલમાન ખાને કહ્યું કે ફિલ્મના ટાઈટલમાં કંઈ આપત્તિજનક નથી અને તેમણે કોઈપણ રીતે કલ્ચરને નુકસાન પહોંચાડવાની કોશિશ નથી કરી. જણાવી દઈએ કે હિંદુ સંગઠનોએ બિહાર કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફિલ્મના ટાઈટલથી હિંદુ ધર્મની ભાવનાને ઠેંસ પહોંચે છે અને તેને મા દુર્ગાનું અપમાન ગણાવ્યું હતું.

સલમાન ખાને આપી સ્પષ્ટતા

હારથીં ડરી રહ્યો છે કોહલી? નહી રમે એશિયા કપ

Have a great day!
Read more...

English Summary

Bihar's Muzaffarpur Court gives orders to file FIR against Salman Khan and 7 other actors after a complaint was filed by an advocate against him and his production 'Loveratri' alleging that the title of the film hurts Hindu sentiments.