ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખ ગેમ ચેન્જરના ખિતાબથી સમ્માનિત

શાહરુખ ખાન ભારતના સુપરસ્ટાર્સમાંના એક છે. હાલમાં જ તેમને ભારત-બ્રિટન બિઝનેસ સમિટ દરમિયાન બોલિવુડ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા.


શાહરુખ ખાન ભારતના સુપરસ્ટાર્સમાંના એક છે. હાલમાં જ તેમને ભારત-બ્રિટન બિઝનેસ સમિટ દરમિયાન બોલિવુડ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા. તેમાં કહેવામાં આવ્યુ કે આ સમ્માન માટે શાહરુખ ખાન એટલા માટે હકદાર છે કારણકે તેઓ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે ગેમ ચેન્જર તરીકે સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ભારતના એવા સુપરસ્ટાર્સમાં છે જેમની ફિલ્મ ભારત ઉપરાંત પણ ઘણા શહેરોમાં રિલીઝ થાય છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

Advertisement

આ સમ્માન મેળવ્યા બાદ ફરીથી એક વાર અભિનેતા શાહરુખ ખાને આપણા દેશને ગર્વાન્વિત કર્યો છે. આ પ્રસંગે શાહરુખ ખાનને બોલવાનો અવસર આપવામાં આવ્યો.

Advertisement

આ પણ વાંચોઃ બિગ બોસ 12: સલમાન સાથે જાણો અન્ય ઘરવાળાની કેટલી છે ફીસ

તેમણે કહ્યુ કે ભારતીય ટેલિવિઝનનો ઝડપથી વિસ્તાર થયો છે એટલી ઝડપથી ભારતીય સિનેમાનો વિસ્તાર નથી થયો. તેમણે કહ્યુ છે કે આજે પણ ભારતમાં ફિલ્મોના દર્શકોના મુકાબલે એટલા થિયેટર્સ નથી જેટલા હોવા જોઈએ. અમારા દેશમાં થિયેટરોની હજુ વધુ જરૂર છે અને એના માટે ભારત એક મોટુ બજાર છે. શાહરુખે આ સમ્માન મેળવ્યા બાદ ઘણા બધા લોકોનો આભાર માન્યો જેમનો તેમના પર હાથ હતો અને હજુ પણ છે અને જે હજુ પણ તેમની સાથે છે.

Advertisement

શાહરુખ ખાને ભારતીય સિનેમાના ગેમ ચેન્જરે ખિતાબ માટે કહ્યુ કે આની ક્રેડિટ માત્ર તેમને નથી જતી પરંતુ ઘણા એવા વ્યક્તિ છે જેમને આનો એટલો જ શ્રેય જાય છે. આ ઉપરાંત તેમણે દુનિયાભરના દર્શકોનો પણ આભાર માન્યો.

આ પણ વાંચોઃ 50 લાખ લઈને કોમેડિયન ભારતી BIGG BOSS 12 માં કરશે ફેમિલી પ્લાનિંગ

English Summary

King khan become a game changer of Indian cinema. he Felicitated For Globalizing Indian Cinema At India-UK Business Summit.
Advertisement