પીએમ મોદીના આ પુસ્તકને ઉર્દૂમાં પ્રકાશિત કરશે ઋષિ કપૂર


ઋષિ કપૂર હંમેશા કોઈને કોઈ વાત માટે ચર્ચામાં રહે છે. હાલમાં તે એક પુસ્તક માટે ચર્ચામાં છે કે જેને તે રિલીઝ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક પુસ્તક જેનુ નામ exam warriors તેને ઉર્દૂમાં રિલીઝ કરવાની વાત ઋષિ કપૂરે કહી છે.

ઉલ્લેખનીય છે કે આ પુસ્તક હિંદી, અંગ્રેજી, ઉડિયા, તમિલ અને મરાઠીમાં પહેલેથી જ પ્રકાશિત થઈ ચૂક્યુ છે. આ પુસ્તક ઉર્દૂમાં પ્રકાશિત કરવા માટે ઋષિ કપૂર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પુસ્તકમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે ઘણી બધી વાતો લખવામાં આવી છે કે જે તેમને આગળ વધવામાં મદદ કરશે અને જે લોકો ગભરાય છે તેમની હિંમત વધશે.

આ પણ વાંચોઃ ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખ ગેમ ચેન્જરના ખિતાબથી સમ્માનિત

ઋષિ કપૂર હંમેશા કોઈને કોઈ વાત અંગે બોલતા રહે છે અને મીડિયામાં છવાયેલા રહે છે. આનુ એક કારણ એ પણ એ છે કે તે કંઈ પણ બોલી દે છે. હાલમાં જ ઋષિ કપૂર એક ફિલ્મ મુલ્કમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેમણે એક મુસ્લિન પિતાની ભૂમિકા નિભાવી હતી કે જે પોતાના પુત્રના કારણે મુસીબતમાં મૂકાઈ જાય છે. તેમનો પુત્ર આતંકવાદીઓ સાથે મળેલો હોય છે જેનો આરોપ આખો પરિવાર ભોગવે છે અને આના માટે જ લડાઈ થાય છે કે તે લોકો આંતકવાદીઓ સાથે મળેલા નથી. તમને જણાવી દઈએ કે ફિલ્મને ઘણો સારો રિસપોન્સ મળ્યો છે અને લોકોને પસંદ પણ આવી છે.

Have a great day!
Read more...

English Summary

Rishi kapoor going to release Narendra modi's book exam warrior in Urdu. the book already launched in several languages.