રિલીઝ પહેલા જ અક્ષય કુમારની ફિલ્મે બાહુબલીનો રેકોર્ડ તોડ્યો, 550 કરોડ બજેટ


અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 ભારતની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓ ઘ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ફિલ્મના વીએફએક્સ પાછળ કુલ 75 મિલિયન ડોલર એટલે કે 550 કરોડ રૂપિયાનું બજેટ લગાવવામાં આવ્યું છે. જેના પર પુરી દુનિયાના 3000 કરતા પણ વધારે ટેક્નિશિયન ઘ્વારા કામ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું ટીઝર 13 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ત્યારપછી દર્શકો જાણી શકશે કે આખરે આ ફિલ્મમાં એવું તો શુ છે જેમાં આટલો બધો ખર્ચો કરવામાં આવ્યો છે. ટીઝર 2ડી અને 3ડી બંને ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે. જ્યાં ભારતના કેટલાક સિનેમાઘરોમાં 3ડી વર્ઝન રિલીઝ કરવામાં આવશે, ત્યાં જ યુટ્યુબ પર ફેન્સ 2ડી વર્ઝન જોઈ શકશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ખુબ જ શાનદાર અનુભવ થવાનો છે.

અત્યારસુધી ભારતની સૌથી મોંઘી ફિલ્મ બાહુબલી હતી, જેના પર 250 કરોડ કરતા પણ વધારે બજેટ લગાવવામાં આવ્યું હતું. પરંતુ અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 ઘ્વારા આ રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે. ફિલ્મનું પ્રોમોશન પણ ખુબ જ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019 દરમિયાન દુનિયાભરમાં રિલીઝ થશે.

રોબોટ 2

શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એ આર રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે.

550 કરોડની ફિલ્મ

550 કરોડના ભારે બજેટવાળી ફિલ્મથી લોકોને ઘણી આશા છે. ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે ધમાકેદાર હશે. ફિલ્મનું એક્શન ચોક્કસ ધમાકેદાર હશે.

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

ચીનમાં પણ ફિલ્મને મોટા પાયે રિલીઝ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તામિલનાડુ માં પણ સ્ક્રીન વધારવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને આશા છે કે ફિલ્મ બાહુબલી 2 કરતા પણ વધારે કમાણી કરશે.

રિલીઝ પહેલા જ 200 કરોડ

ફિલ્મે રિલીઝ થતા પહેલા જ 190 કરોડની કમાણી કરી લીધી છે.

એકલી રિલીઝ

કોઈ પણ આ ફિલ્મ સામે ટક્કર લેવા નથી માંગતું. ત્યાં જ આટલું વખત પાછળ ઠેલાય પછી ફિલ્મ પણ વધારે સ્ક્રીન ઈચ્છે છે. ચોક્કસ ફિલ્મ સોલો રિલીઝ જ થશે.

દમદાર કાસ્ટ

ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ જોડી ખુબ જ સમજી વિચારીને લેવામાં આવી છે. સાઉથમાં રજનીકાંત ને કારણે ફિલ્મ ચાલશે અને નોર્થમાં અક્ષય કુમારને કારણે ફિલ્મ ચાલશે.

Have a great day!
Read more...

English Summary

550 crore has been spent on the VFX of Akshay Kumar- Rajinikanth's 2.0