50 લાખ લઈને કોમેડિયન ભારતી BIGG BOSS 12 માં કરશે ફેમિલી પ્લાનિંગ


બિગ બોસ 12 માં પહેલી વાર કોઈ કંટેસ્ટન્ટનું નામનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. તે છે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ. બંનેએ આ શો માં એન્ટ્રી કરવા માટે એકદમ તૈયાર છે. પરંતુ ઘરમાં એન્ટ્રી લેતા પહેલા ભારતી સિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભારતીએ કહ્યુ છે કે જ્યારે મને ખબર પડી કે હું શો માં હર્ષ સાથે એન્ટ્રી કરી શકુ છુ તો ખૂબ ખુશ થઈ ગઈ. મે વિચાર્યુ કે આમ પણ હર્ષ મને સમય નથી આપી શકતા.

હું ફેમિલી પ્લાનિંગ પણ કરી શકુ છુ

આ બહાને અમને બંને એકબીજા સાથે રહેવાનો મોકો મળશે. હું ફેમિલી પ્લાનિંગ પણ કરી શકુ છુ. બિગ બોસ માટે હું ઘણી ઉત્સાહી છુ, તે આખી ઈમેજ બદલી નાખે છે. મારા અને હર્ષ માટે બિગ બોસમાં જવુ એક પેઈડ હોલીડે છે.

અમે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સ્થિતિ ખરાબ નહિ થાય ત્યાં સુધી અમે શો ની અંદર રિએક્ટ નહિ કરીએ. બિગ બોસમાં અમને બંનેને પોતાના સંબંધને લઈને કોઈ મુશ્કેલી નહિ થા. કુલ મિલાવીને જોવામાં આવે તો ભારતીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે તે પૈસા માટે બિગ બોસમાં એન્ટ્રી લઈ રહી છે. સમાચાર આવી રહ્યા છે કે ભારતી અને હર્ષને દર વીકના 50 લાખ મળી રહ્યા છે. અહીં જુઓ બિગ બોસના તે નામ જેમને ઘરમાં થઈ ગયો હતો પ્રેમ જે ઘરમાં એકબીજાની નજીક જોવા મળ્યા...

આ પણ વાંચોઃ હિના ખાન સાથે બિગ ફાઇટ, આ સુપરસ્ટારે પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો

મોનાલિસા અને મનુ પંજાબી

આ બંનેનો સંબંધ બિગ બોસ 10 માં બધાએ જોયો. સિઝનમાં એવુ ઘણી વાર બન્યુ જ્યારે બંને એકબીજાની નજીક જોવા મળ્યા.

વિણા મલિક અને અશ્મિત પટેલ

વિણા મલિક અને અશ્મિત પટેલ બિગ બોસ 4 નો હિસ્સો રહ્યા છે. બંને એકબીજાની નજીક ઘણી વાર જોવા મળ્યા. પરંતુ એકબીજા માટે પ્રેમનો એકરાર ના કર્યો.

ગોહર અને કુશાલ

બિગ બોસ 7 ની સિઝનનો હિસ્સો રહી ચૂકેલ ગોહર અને કુશાલ આખી સિઝનમાં એકબીજાની નજીક જોવા મળ્યા. જો કે શો ખતમ થયા બાદ બંને અલગ થઈ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્ડ્રા

સિઝન 8 માં ગૌતમ ગુલાટી અને ડાયેન્ડ્રાના અફેરના સમાચાર એટલે સુધી ફેલાઈ ગયા હતા કે બંને એકબીજાને કિસ કરતા પણ બિગ બોસના ઘરમાં જોવામાં આવ્યા હતા.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

તનીષા મુખર્જી અને અરમાન કોહલી બિગ બોસ સિઝન 7 માં એકબીજાના ઘણા નજીક જોવા મળ્યા. પરંતુ શો ની બહાર તેમનો સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહિ.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ બિગ બોસ 8 નો હિસ્સો છે. ઉપેન કરિશ્મા પોતાનો સંબંધ બિગ બોસના ઘરની બહાર પણ લઈ ગયા અને સગાઈ પણ કરી. પરંતુ આ સંબંધ પણ વધુ ટકી શક્યો નહિ.

પુનીષ શર્મા અને બંદગી કાલરા

પુનીષ શર્મા અને બંદગી કાલરાનો બિગ બોસ 11 માં કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. જ્યાં બંને લાઈટ બંધ થયા બાદ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ નવા શોના સમાચાર પર ફરીથી ગુસ્સામાં કપિલ, 'કંઈ પણ લખે છે મીડિયાવાળા'

Read more about: સલમાન ખાન

Have a great day!
Read more...

English Summary

Have a look Bharti Singh talk about reason behind entry in Bigg Boss 12