બિગ બોસ 12: સલમાન સાથે જાણો અન્ય ઘરવાળાની કેટલી છે ફીસ


બિગ બોસ સિઝન 12 આ વખતે 16 સપ્ટેમેબરથી શરૂ થવ જઈ રહ્યો છે અને આ સાથે શરૂ થશે બિગ બોસ હાઉસની ધૂમ-ધડામ. આ વખતે બિગ બોસ અલગ અલગ સમય પર પ્રસારિત કરવામાં આવશે. હા આ વખતે બિગ બોસ રાતે 11 વાગે અને દિવસે 2 વાગે રોજ પ્રસારિત કરવામાં આવશે. ચાલો ઘરની વાતો તો પછી થતી રહેશે અત્યારે વાત કરીએ બિગ બોસના હોસ્ટ સલમાન ખાન અને બાકીની અન્ય જોડીઓની ફીસ વિશે.

સલમાન ખાન

તમે જાણો જ છો કે ગઈ સિઝન 11 માં સલમાનની ફીસ 11 કરોડ રૂપિયા હતી. તો આ વખતે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફીસ વધારીને 12 કરોડ થઈ શકે છે પરંતુ એ પણ સમાચાર આવી રહ્યા છે કે આ વખતે પણ સલમાનને 11 કરોડ રૂપિયા જ આપવામાં આવશે. રિયાલિટી શો પ્રસ્તુત કરતી કંપની વાયકોમના અધિકારીઓ અનુસાર આ વખતે નોટબંધીની અસર થઈ છે.

ભારતી અને હર્ષ

તમે જાણો છો તે મુજબ આ વખતે બિગ બોસ હાઉસમાં જોડીઓને લાવવામાં આવી રહી છે. જેના કારણે ટેલિવિઝનની ઘણી જોડીએને આમાં લેવામાં આવી છે. જેમાં સૌથી વધુ ચર્ચામાં છે કોમેડિયન ભારતી સિંહ. ભારતીએ હાલમાં જ હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા છે અને તે તેની સાથે જ શો માં આવશે. ચર્ચા છે કે ભારતીને દર અઠવાડિયે 30 લાખ રૂપિયા અને પતિ હર્ષને 15 લાખ રૂપિયા ફીસ તરીકે આપવામાં આવશે.

દીપિકા કક્કડ

સસુરાલ સિમર કા માં વર્ષો સુધી કામ કરીને ભારતીય ટેલિવિઝનમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી દીપિકા કક્કડને પણ સારી એવી ફીસ મળવાના સમાચાર છે.રિપોર્ટ અનુસાર દીપિકાને હિના ખાનથી પણ વધુ ફીસ આપવામાં આવશે. ગયા વર્ષે હિના ખાનને દર અઠવાડિયે 7 થી 8 લાખ રૂપિયા અપાયા હોવાના સમાચાર હતા. જ્યારે દીપિકાને 14 થી 16 લાખ રૂપિયા સુધીની ઓફર હોવાના સમાચાર છે.

ડેની ડી અને માહિકા શર્મા

આ વખતે બિગ બોસના ઘરના એડલ્ટ સ્ટાર ડેની ડી અને તેન પાર્ટનર માહિકા શર્માને સૌથી હોટ જોડી માનવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર ડેની અને માહિકાને દર અઠવાડિયે 95 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ 50 લાખ લઈને કોમેડિયન ભારતી BIGG BOSS 12 માં કરશે ફેમિલી પ્લાનિંગ

Have a great day!
Read more...

English Summary

Here you will read about Bigg Boss 12 participants and host Salman Khan fees.