કેટરીના અને દીપિકા પણ ફેલ, વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર


આવું ખુબ જ ઓછું જોવા મળે છે જયારે ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી બોલ્ડ ફોટો ઘ્વારા પોતાની ઇમેજ બદલી રહી હોય. આવું જ કંઈક ટીવીની સ્ટાર અભિનેત્રી જેનિફર વિંગેટે કર્યું છે.

લાંબા સમય પછી જેનિફરે કંઈક એવા ફોટો શેર કર્યા છે જે રાતોરાત ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સ્ટાઇલ અને પ્રતિભા મામલે જેનિફરે હંમેશા બીજી ટીવી સ્ટાર કરતા પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

ટીવી પર નેગેટિવ હોય કે પોઝિટિવ જેનિફર હંમેશા સુપરહિટ રહી છે, પછી ભલે તે સરસ્વતીચંદ્ર હોય કે પછી બેહદ. જેનીફરની આ લેટેસ્ટ ફોટો જોઈને તમે પણ કહેશો કે તે કોઈ બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કરતા બિલકુલ પણ ઓછી ઉતરે તેવી નથી.

પહેલીવાર કુંડળી ભાગ્ય સ્ટારે કર્યો આવો સેક્સી ડાન્સ

જેનિફર તેવા ટીવી સ્ટારમાં આવે છે જેના બધા જ શૉ સુપરહિટ રહ્યા છે. કુસુમ, કસોટી ઝીંદગી કી, દિલ મિલ ગયે, બેહદ અને બેપનાહ ટીવી શૉ તેમાં શામિલ છે. જેનિફરે તેના દરેક ટીવી શૉ ઘ્વારા સફળતાનો નવો મુકામ હાસિલ કર્યો છે.

જેનિફર ખરેખર નાના પરદાની ક્વીન છે. અહીં જુઓ જેનીફરની કેટલીક ફોટો પર જે તમને ચોક્કસ પસંદ આવશે.

આ સેક્સી સુપરસ્ટારની ફોટોએ સનસની મચાવી, જોતા જ રહી જશો

જેનિફર વિંગેટ

પતિ કરણ સિંહ ગ્રોવર સાથેના ડિવોર્સ બાદ પોતાના કરિયરને પાટા પર ચડાવવા જેનિફરે અત્યંત મહેનત કરી છે. તે પોતાના કરિયરનો ગ્રાફ જાળવી રાખવા માટે અત્યંત કટિબદ્ધ છે.

બોલિવૂડમાં આવવાની તૈયારી

એવી પણ અફવા છે કે, અન્ય ટેલિવિઝન એક્ટ્રેસની માફક જેનિફર પણ હવે બોલિવૂડમાં નસીબ અજમાવવા માંગે છે અને આથી જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે.

ઘણી ટીવી એક્ટ્રેસ કરાવે છે હોટ

ફોટોશૂટ આ ફોટોશૂટમાં જેનિફર સાથે મોડેલ સૈફ કબલી નજરે પડે છે. મોટા ભાગની ટીવી એક્ટ્રેસ માટે હવે હોટ ફોટોશૂટ કે બિકિની મોટી વાત નથી રહી. નિયા શર્મા, રૂબિના, અનિતા હંસનંદાની સાથે હવે જેનિફર વિંગેટનું નામ પણ આ લિસ્ટમાં આવી ગયું છે.

બેહદ સિરિયલ

જો કે, હાલ જેનિફરને કરિયર મામલે કોઇની મદદની જરૂર નથી. જેનિફરની સોની પર આવતી સિરિયલ બેહદ અત્યંત પોપ્યૂલર છે, જેનિફર આ સિરિયલમાં લીડ રોલ કરી રહી છે અને તેની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ પણ સાંભળવા મળે છે.

પર્સનલ લાઇફ

જેનિફરે પોતાના દિલ મિલ ગયે સિરિયલના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ન ટક્યાં. હાલ જેનિફર સિંગલ છે, કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના લગ્ન સમયે તેણે આ બંન્નેને સુખી જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી.

પહેલીવાર કરાવ્યું હોટ ફોટોશૂટ

જેનિફર છેલ્લા ઘણા સમયથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે, તેની સુંદરતાના ટીવી પડદે ભરપૂર વખાણ થયા છે. પરંતુ આ પહેલાં ક્યારેય તેણે આવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું નથી.

More JENNIFER WINGET News arrow_forward

Have a great day!
Read more...

English Summary

Jennifer Winget is the Television queen pics proof