વિવાદોની વચ્ચે રાફેલ ઉડાણની ટ્રેનિંગ લેવા ફ્રાન્સ પહોંચી ભારતીય વાયુસેનાની ટીમ


નવી દિલ્હીઃ ફ્રાંસિસ કંપની ડસૉલ્ટથી મળનાર ફાઈટર જેટ રાફેલને લઈને ભારતમાં ભલે વિવાદ ચાલી રહ્યો હોય, પરંતુ ઈન્ડિયન એર ઓરફોર્સે પોતાની એક ટીમને રાફેલ ઉડાણની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલી દીધી છે. ઈન્ડિયન એરફોર્સની એક 6 સભ્યોની ટીમ ફ્રાન્સ પહોંચી ગઈ છે, જેમાં એક પાયલટ, એક એન્જિનિયર અને ચાર ટેક્નિશિયન સામેલ છે. ભારતીય એરફોર્સની આ ટીમ પૂર્વીય ફ્રાન્સના સેંટ ડિજિટર-રોબિંસન એરબેઝ પર આગામી કેટલાક મહિના સુધી ટ્રેનિંગ લેશે.

2022 સુધીમાં મળશે 36 વિમાન

સૂત્રો મુજબ આગામી વર્ષે સપ્ટેમ્બરથી જ ભારતને રાફેલ જેટ મળતાં શરૂ થઈ જશે અને એપ્રિલ 2022 સુધીમાં 36 વિમાન મળશે. આ દરમિયાન કેટલાય આઈએએફ કર્મચારી ગત કેટલાક મહિનાઓથી નિયમિત રૂપે ફ્રાન્સ જઈ રહ્યા છે, જેથી કરીન જોઈન્ટ ફ્લાઈંગ અને રાફેલ ઉડાણથી મદદ મળી શકે. જેમાંથી 13 રાફેલ ફાઈટર જેટ ઈન્ડિયર એરફોર્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડશે રાફેલ

16 મીટર લંબાઈ ધરાવતા રાફેલમાં એક કે બે પાયલટ બેસી શકે છે, આ જેટ વધુ ઉંચાઈ સુધી ઉડવામાં માહેર છે. રાફેલ એક મિનિટમાં 60 હજાર ફીટની ઉંચાઈ સુધી જઈ શકે છે. ઉપરાંત આ વિમાન મહત્તમ 24500 કિલો વજન ઉઠાવીને ઉડવાની ક્ષમતા ધરાવે છે. વિમાનમાં ઈંધણ ક્ષમતા 4700 કિલોની છે. રાફેલની મહત્તમ ઝડપ 2200થી 2500 કિમી પ્રતિ કલાક છે અને તેની રેંજ 3700 કિમી છે.

એક વારમાં 125 રાઉન્ડ ફાયર કરવામાં સક્ષમ

આ ઉપરાંત આ જેમાં 1.30mmની એક ગન લાગેલી હોય છે જે એક વારમાં 125 રાઉન્ડ ગોળી ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ જેટમાં ઘાતક એમબીડીએ એમઆઈસીએ, એમબીડીએ મેટેઓર, એમબીડીએ અપાચે, સ્ટોર્મ શેડો એસસીએએલપી મિસાઈલ લગાવેલી રહે છે. આમાં થાલે આરબીઈ-2 રડાર અને થાલે સ્પેક્ટ્રા વાયરફેર સિસ્ટમ લગાવેલ છે.

આ પણ વાંચો-રાફેલ ડીલમાં અનિલ અંબાણીને મળ્યું અધધધ 21 હજાર કરોડનું કમિશન

Have a great day!
Read more...

English Summary

IAF team arrives France to start training Rafale