અફેરની શંકામાં પત્નીનું ગળું કાપ્યું, જાણો આગળ શુ કર્યું


શુ કોઈ વ્યકતિ પોતાની પત્નીને એટલી નફરત કરી શકે કે તેનું ગળું કાપી શકે? એટલું જ નહીં પરંતુ પત્નીનું કપાયેલું માથું લઈને પતિ પોલીસ સ્ટેશને પણ પહોંચી ગયો. કર્ણાટકમાં એવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની પત્નીની હત્યા કરી નાખી. આરોપી પતિએ પહેલા પોતાની પત્નીનું ગળું કાપ્યું ત્યારપછી તેનું કપાયેલું ગળું લઈને સરેન્ડર કરવા માટે પોલીસ ચોકી પહોંચી ગયો. પોલીસ સામે જયારે તે વ્યક્તિએ પોતાની પત્નીનું કપાયેલું માથું રાખીને આખી વાત કરી ત્યારે પોલીસ અધિકારીઓ પણ હેરાન થઇ ગયા હતા. હાલમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

ચિકમંગલુરમાં ચોંકાવનારી ઘટના

આખો મામલો કર્ણાટકના ચિકમંગલુરુનો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે સાંજે એક વ્યક્તિ પોતાની પત્નીનું કપાયેલું માથું લઈને ચોકીએ આવ્યો. આ વ્યકતિની ઓળખ 35 વર્ષના સતીશ તરીકે થઇ છે. આરોપી પતિએ જણાવ્યું કે તેને પોતાની પત્નીનું માથું કાપીને તેની હત્યા કરી છે એટલા માટે તે સરેન્ડર કરવા માંગે છે. આ દરમિયાન તે પોતાની પત્નીનું કપાયેલું માથું લઈને પણ આવ્યો છે.

બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા

પોલીસે જણાવ્યું કે સતીશને પોતાની પત્નીના અફેર વિશે શંકા હતી એટલા માટે તેને તેની હત્યા કરી નાખી. ખરેખર સતીશ અને રૂપા અલગ અલગ જાતિના હતા. બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને તેમને પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન પણ કરી લીધા. શરૂઆતમાં બંને પરિવારના લોકો નારાજ હતા પરંતુ ત્યારપછી તેઓ માની ગયા. આ દરમિયાન બંનેને એક દીકરી અને દીકરો પણ થયો. પરંતુ ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ ઓછો થવા લાગ્યો અને લડાઈ વધવા લાગી.

માથું હાથમાં લઈને પોલીસ સામે સરેન્ડર કર્યું

રવિવારે સતીશ અને રૂપા વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વખતે ગુસ્સે થયેલા સતીશે પોતાની પત્નીનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. એટલું જ નહીં ત્યારપછી સતીશે પોતાની પત્નીનું માથું એક બેગમાં રાખ્યું અને 20 કિલોમીટર દૂર અંઝામપુરા પોલીસ ચોકી પહોંચ્યો. તેને પત્નીનું કપાયેલું માથું બતાવીને સરેન્ડર કર્યું.

આરોપી પતિને જેલ મોકલવામાં આવ્યો

આરોપી સતીશે હત્યામાં ઉપયોગ કરેલા ધારદાર હથિયાર પણ પોલીસને સોંપી દીધા છે. જયારે સતીશે પોલીસ સામે આ ખુલાસો કર્યો ત્યારે પોલીસને તેની વાત પર વિશ્વાસ નહીં આવ્યો. પરંતુ જયારે પોલીસ ટીમને આખી વાત સ્પષ્ટ થઇ ત્યારે તેમને આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો.

Have a great day!
Read more...

English Summary

Man chops wife head then surrenders police in Chikkamagaluru karnataka.