150 અધિકારીઓ પર એફઆઈઆર, યોગી સરકારનો જેલમાં નાખવાનો આદેશ


યુપીમાં, હવે ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે તૈયારી થઇ રહી છે. યોગી સરકારે ભ્રષ્ટાચાર સામે સખત પગલાં લીધાં છે. આ પગલા લેવામાં આવ્યા છે કારણ કે, કાયદો હોવા છતાં, લોકો ભ્રષ્ટાચાર માટે નવા વિકલ્પો અને માર્ગો શોધે છે. જે આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.

યુપીમાં બનશે ફાઈટર પ્લેન અને ટેન્ક, અઢી લાખ નોકરીઓ આવશે

ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવાનો આદેશ

આ બાબત ધ્યાનમાં રાખીને યોગી સરકારે દોઢ સો કરતા પણ વધારે ભ્રષ્ટ અધિકારીઓ સામે એસઆઇઆર નોંધવા માટે આદેશ આપ્યો છે. તેની સાથે સાથે તેમના પર સખત કાર્યવાહી કરતા તેમને જેલમાં નાખવાનો પણ આદેશ આપ્યો છે.

એફઆઈઆર નોંધાશે

જણાવવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રાલયે એફઆઈઆર માટે તૈયારી કરી લીધી છે. ઘોટાળામાં અત્યારસુધી બચનાર ભ્રષ્ટ ઓફિસરો પર ઈઓડબલ્યુ અને વિજિલેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે. જેમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ, બેઝિક શિક્ષા, નગર નિકાય, અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

300 કરતા પણ વધારે ઓફિસરો પર પ્રક્રિયા ચાલુ

સીએમ યોગી ઘ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આ ભ્રષ્ટ ઓફિસરોની જે પણ ફાઈલ સંતાડી રાખવામાં આવી છે તેને બે મહિનાની અંદર તપાસ કરવામાં આવે. તેની સાથે સાથે મુખ્ય સચિવ અને પ્રમુખ સચિવની નજરમાં એક સમિતિ બનાવવામાં આવી અને તપાસ શરુ કરવામાં આવી. આ આદેશ પછી બધા જ ઓફીસરોમાં હડકંપ મચી ગયો છે. આપને જણાવી દઈએ કે 300 કરતા પણ વધારે ઓફિસરો ની કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.

Have a great day!
Read more...

English Summary

UP CM yogi orders to FIR against 150 corrupt officer from different department