અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર


હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અમેરિકાના પૂર્વી તટ પર સ્થિત વિસ્તારોમાં જે ફ્લોરેન્સ વાવાઝોડાનો ડર છે તે છેલ્લા ત્રણ દશકનું સૌથી મોટુ વાવાઝોડુ સાબિત થઈ શકે છે. હવામાન વૈજ્ઞાનિકો અનુસાર એટલાન્ટિકના ગરમ પાણીથી આ વાવાઝોડાને તાકાત મળી રહી છે અને આવનારા સમયમાં તેની વધુ શક્તિશાળી થવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે આગામી 48 કલાકમાં વાવાઝોડા સાથે વધતા પાણીથી કાંઠાના વિસ્તારોમાં જાનમાલ પર જોખમ વધી શકે છે. અધિકારીઓનું કહેવુ છે કે ફ્લોરેન્સ હવે ચોથા સ્તરનું વાવાઝોડુ બની ગયુ છે અને તેની અંદર 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી રહી છે.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
ઈમરજન્સીની ઘોષણા
ઈમરજન્સીની ઘોષણા

માનવામાં આવી રહ્યુ છે કે આ ખતરનાક વાવાઝોડુ અમેરિકાના વિલ્મિંગટન (ઉત્તરી કેરોલિના) માં દસ્તક આપી શકે છે. આ વાવાઝોડાના કારણે વર્જિનિયા, મેરીલેન્ડ, વોશિંગ્ટન, ઉત્તર અને દક્ષિણી કેરોલિનામાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે. ઉત્તરી કેરોલાઈનાના ગવર્નર રૉય કૂપરે મંગળવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે વાવાઝોડુ એક વિશાળકાય શાતિર દૈત્ય જેવુ છે અને તે ખૂબ ખતરનાક છે અને તે એક ઐતિહાસિક વાવાઝોડુ છે.

આ પણ વાંચોઃ Ganesh Chaurthi 2018: આ ગણેશોત્સવ પર આ મંદિરોમાં કરો બાપ્પાના દર્શન

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
ફ્લોરેન્સ અત્યારે ક્યાં છે?
ફ્લોરેન્સ અત્યારે ક્યાં છે?

અમેરિકી હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર આ વાવાઝોડુ મંગળવારે સાંજે ઉત્તરી કેરોલાઈનાથી લગભગ 1,000 કિલોમીટર દૂર હતુ. આ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે ફ્લોરેન્સ વાવાઝોડુ લગભગ 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે અને બુધવારે તે વધુ મજબૂત થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના અધિકારીઓનું એ પણ અનુમાન છે કે ફ્લોરેન્સ વાવાઝોડુ ગુરુવારે થોડુ નબળુ પડી શકે છે પરંતુ જમીન સાથે ટકરાયા બાદ તે એક ખૂબ જ ખતરનાક વાવાઝોડુ હશે.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
ફ્લોરેન્સથી કેટલુ નુકશાન થઈ શકે છે?
ફ્લોરેન્સથી કેટલુ નુકશાન થઈ શકે છે?

નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી) એ ફ્લોરેન્સને ‘ખૂબ જ ખતરનાક' મૌસમી ઘટના ગણાવી છે. તે કાંઠાના વિસ્તારો અને અંદરના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જી શકે છે. એનએચસીએ કહ્યુ છે, ‘ફ્લોરેન્સના કારણે જાનલેવા પ્રભાવ પેદા થઈ શકે છે. કાંઠાઓ પર 13 ફૂટ ઉંચી લહેરો ઉઠી શકે છે અને લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારા આ વાવાઝોડાની શક્તિશાળી હવાઓ વિનાશ કરી શકે છે.' ફ્લોરેન્સ વાવાઝોડાના કારણે અંદરના વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર આવી શકે છે. અમેરિકાના કેટલાક જાણીતા વૈજ્ઞાનિકો અનુસાર ફ્લોરેન્સ વાવાઝોડુ વર્ષ 1989 માં આવેલા હ્યુગો નામના મોટા વાવાઝોડાથી પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે જેના કારણે 49 લોકોના મોત નીપજ્યા હતા અને અમેરિકાને લગભગ 700 કરોડ રૂપિયાનું નુકશાન થયુ હતુ. આ વાવાઝોડાથી અમેરિકાના બ્રુંસવિક પરમાણુ પ્લાન્ટ પર પણ ખતરો છે કારણકે ઉત્તરી કેરોલિનામાં જે જગ્યાએ આ વાવાઝોડુ જમીન સાથે ટકરાવાની સંભાવના છે ત્યાંથી માત્ર થોડાક જ માઈલ દૂર સાઉથપોર્ટમાં આ પ્લાન્ટ છે.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
લોકોની તૈયારી કેવી છે?
લોકોની તૈયારી કેવી છે?

આ વાવાઝોડાના કારણે અમેરિકાના પૂર્વી કાંઠાના વિસ્તારોમાં રહેતા લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. દક્ષિણી કેરોલિના, ઉત્તરી કેરોલિના અને વર્જીનિયાના કેટલાક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત જગ્યાઓએ ચાલ્યા જવાના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય પ્રભાવિત ક્ષેત્રોના રહેવાસીઓ જરૂરી વસ્તુઓ જમા કરવા માટે દુકાનોમાં આવી રહ્યા છે. દક્ષિણી કેરોલિનામાં એક હાર્ડવેર સ્ટોર ચલાવતા જ્હોન જૉનસને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યુ કે દુકાનો પર બેટરી, ફ્લેશલાઈટ અને પ્લાસ્ટિકના તિરપાલ ખરીદનારા લોકોની ભીડ જમા છે. અમુક પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા છે.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
અત્યાર સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યુ?
અત્યાર સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યુ?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાવાઝોડાના કારણે શુક્રવારે મિસીસિપીમાં યોજાનાર રેલી રદ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર અને દક્ષિણ કેરોલિના મ માટે ‘ઈમરજન્સીની ઘોષણા' હસ્તાક્ષર કર્યા છે. વળી, વાવાઝોડાનો સામનો કરવા માટે ફેડરલ ફંડની મદદ લીધી છે. મંગળવારે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, ‘સરકાર ફ્લોરેન્સ વાવાઝોડા સાથે લડવામાં કોઈ કસર નહિ છોડે.'

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ
વીમા અંગે લોકોમાં ચિંતા?
વીમા અંગે લોકોમાં ચિંતા?

અમેરિકાની સરકાર ‘રાષ્ટ્રીય પૂર વીમો' નામનો એક કાર્યક્રમ ચલાવે છે જેના હેઠળ આખા દેશમાં જોખમ ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરનું કવરેજ મળે છે. આ સરકારી કાર્યક્રમ અબજો ડૉલરના દેવામાં ડૂબેલો છે. વાવાઝોડાથી થતા નુકશાનની ભરપાઈ તો ઘરોના સામાન્ય વીમાથી કરી શકાય છે પરંતુ પૂર આવવા પર વીમાનો ફાયદો મળવો મુશ્કેલ લાગે છે. આ સરકારી યોજનાથી પહે જો કોઈ વ્યક્તિ કોઈ પ્રાઈવેટ કંપની પાસેથી પૂરનો વીમો કરાવવા પણ ઈચ્છે તો આમ કરવુ અમેરિકામાં ખૂબ મોંઘુ છે કારણકે કયા ઘર પર પૂરનો કેટલો ખતરો છે તેનુ આકલન કરવુ બહુ મુશ્કેલ છે. કોઈ પ્રાઈવેટ કંપનીમાંથી પૂરનો વીનો કરાવવાની પ્રક્રિયા 30 દિવસમાં પૂરી થાય છે. કેરોલિનાના લોકો પાસે હવે આટલો સમય બચ્યો નથી કે તે ફ્લોરેન્સ વાવાઝોડુ આવતા પહેલા તે કરાવી શકે. અમેરિકાની એક સંસ્થા મુજબ વર્ષ 2016 સુધી દક્ષિણી રાજ્યોમાં રહેતા માત્ર 14 ટકા અમેરિકી નાગરિકોએ પોતાના ઘરનો વીમો કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ

અહીં જુઓ વીડિયો

સેટેલાઈટ પરથી ભયંકર વાવાઝોડાનો લેવાયેલ વીડિયો નાસાએ શેર કર્યો છે, અહીં જુઓ રૂવાટાં ઉભાં કરી દે તેવો આ વીડિયો.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ

નાસાએ કર્યું ટ્વિટ

નાસાએ ટ્વિટ કરી ખતરનાક વાવાઝોડાનો વીડિયો શેર કર્યો.

અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ’ નું જોખમ

વાવાઝોડાંની સેટેલાઈટ તસવીર

ડરામણો છે વાવાઝોડાનો આ વીડિયો.

Have a great day!
Read more...

English Summary

The danger of the storm of devastation in America