હારથીં ડરી રહ્યો છે કોહલી? નહી રમે એશિયા કપ

પાકિસ્તાન સામે હારવાથી ડરી રહ્યો છે કોહલી, જાણો કેમ નહીં રમે એશિયા કમ


નવી દિલ્હીઃ 15મી સપ્ટેમ્બરથી એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર નક્કી છે. ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પ્રશંસકોનો રોમાંચ ચરમ પર હોય છે એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓનો પારો પણ ગરમ રહેતો હોય છે. મેદાનમાં ઉતરતા પહેલા માનસિક દબાણ બનાવવા માટે ખેલાડીઓ હંમેશા ઉકસાવતાં નિવેદનો કરતા હોય છે.

Advertisement

કેટલાક દિવસ પહેલા ક્રિકેટ એક્સપર્ટ તરીકે મોઈને પાકિસ્તાનના એ ટૂ ઝેડ ચેનલને ઈન્ટર્વ્યૂ આપ્યું હતું. જેમાં આગામી એશિયા કપનો ઉલ્લેખ કરતા મોઈને કહ્યું કે આરામનું બહાનું બનાવી બીસીસીઆઈએ જાણીજોઈને કોહલીને ટીમમાં સામેલ નથી કર્યા. જો તે પાકિસ્તાન સામે હારી જાય છે તો કહી શકે કે અમારો સ્ટાર ખેલાડી ટીમમાં નહોતો અને જીતી જાય તો કહી શકે કે જુઓ અમારા સ્ટાર ખેલાડી વિના પણ જીતી શકીએ છીએ. એશિયા કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીનું ન રમવું હેરાન કરનારી વાત છે. ભલે કોહલીએ તાજેતરમાં કેટલીય સિદ્ધિ હાંસલ કરી પણ પાકિસ્તાન સામે રમાયેલ છેલ્લી મેચમાં તેઓ પૂરી રીતે ફ્લોપ રહ્યા હતા. કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ તો રમી જ રહ્યો છે તો ફિટનેસ પ્રોબ્લેમ ક્યાં છે?

રોલ્સ રોયસથી લઈને BMW સુધી, આઈપીએલ ગર્લ કાવ્યા મારન પાસે છે કુલ આટલી લક્ઝરી કારનું કલેક્શન

કોહલીને બોલ્ડ કરવા ઈચ્છે છે હસન

Advertisement

પાકિસ્તાનના તેજ બોલર હસન અલીએ વિરાટ ન રમવાનો હોવાની વાતને લઈ કહ્યું કે વિરાટ પણ રમ્યા હોત તો મુકાબલો વધુ જોરદાર થઈ શકત. તેઓ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક છે. જો તેઓ રમત તો હું એમની વિકેટ ખેડવત અને તેનાથી સારું મારા માટે બીજું શું હોઈ શકે? આ વખતે નહીં તો આગામી સમયે ભારત સામે રમતી વખતે કોહલીને આઉટ કરવાની કોશિશ રહેશે.

Advertisement

આ પણ વાંચો- અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા 'ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર

RCB vs SRH: આરસીબી-હૈદરાબાદ મેચમાં આજે કોણ જીતશે? મહામુકાબલા પહેલા જાણો હેડ ટુ હેડ રેકૉર્ડ

English Summary

is virat kohli afraid of pakistani players? moin says he won't play asia cup because of that only.
Advertisement