કોણ છે ઓવલ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ટીમ ઈન્ડિયાનો 292 મો ખેલાડી હનુમા વિહારી


ટીમ ઈન્ડિયાએ ઓવલ ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનમાં હનુમા વિહરીને શામેલ કર્યો છે. તે ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કરનાર 292 માં ખેલાડી બની ચૂક્યા છે. શુક્રવારથી શરૂ થતા ટેસ્ટમાં હનુમા પોતાની પ્રતિભા બતાવવા મેદાનમાં ઉતરશે. દુનિયાના નંબર 1 બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના બેક અપ તરીકે આ પ્રતિભાશાળી અને દમદાર ખેલાડીને ટીમમાં જગ્યા મળી હતી પરંતુ આજે તેમણે જ ટેસ્ટ કેપ આપી. આવો જાણીએ એવો શું ધમાકો કર્યો આ ખેલાડીએ જેના કારણે આ તેમને જગ્યા મળી છે.

19 વર્ષ બાદ આંધ્રપ્રદેશથી પહોંચનાર ખેલાડી

ટીમ ઈન્ડિયામાં પૃથ્વી શો ની પસંદગી કોઈના માટે આશ્ચર્યજનક નહોતી પરંતુ જેના નામથી આખી દુનિયા અજાણ હતી તે આજે દુનિયાભરના સમાચારોમાં છવાયેલો છે. 24 વર્ષીય હનુમા વિહારી 19 વર્ષ બાદ આંધ્રપ્રદેશનો પહેલો એવો ખેલાડી બન્યો છે જેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તેમની પસંદગી ચોથા અને પાંચમાં ટેસ્ટ માટે કરવામાં આવી છે. એમ એસ કે પ્રસાદ, પૂર્વ ભારતીય વિકેટકિપર અને હાલના મુખ્ય પસંદગીકાર આંધ્રપ્રદેશના છેલ્લા ખેલાડી હતા જેમને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી. પ્રસાદે વર્ષ 1999 માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યુ કર્યુ હતુ.

દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સરેરાશ

કન્ટેમ્પરરી ક્રિકેટમાં હનુમા વિહારી ક્રિકેટના એલિટ ક્લબમાં શામેલ એક શાનદાર ખેલાડી છે. ફટાફટ ક્રિકેટના ઝગમગાટથી દૂર આ ખેલાડી વિશ્વ ક્રિકેટમાં સૌથી શાનદાર ઘરેલુ સરેરાશ સાથે ક્રિકેટના પુસ્તકમાં પોતાની અલગ ચમક વિખેરી રહ્યો છે. ડોમેસ્ટીક ક્રિકેટમાં 59.79 ની સરેરાશથી રન બનાવનાર આ ખેલાડી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી પણ આગળ છે. સ્મિથની સરેરાશ 57.27 છે જે બેસ્ટ છે. ક્રિકેટ જગતમાં પોતાના કન્સીસટન્ટ પર્ફોર્મન્સના કારણે આ ખેલાડીએ માત્ર પોતાના કોચ અને પસંદગીકારોનું દિલ જ નથી જીત્યુ પરંતુ હવે ટીમ ઈન્ડિયાની વ્હાઈટ ટી શર્ટમાં પોતાનું સપનું પણ જીવશે.

ઈંગ્લેન્ડની લીગ ક્રિકેટમાં 6 સદી

આઈપીએલને ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવવાનું સૌથી શાનદાર પ્લેટફોર્મ માનવામાં આવે છે પરંતુ હનુમા વિહારીએ આ ધારણા પણ ખોટી પાડી. તેમણે છેલ્લી વાર વર્ષ 2015 માં આઈપીએલ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસે આ ખેલાડીની પસંદગીનું બીજુ એક સૌથી મોટુ કારણ ઈંગ્લેન્ડમાં રહીને લીગ ક્રિકેટ રમવાનુ છે. તેમણે Hutton CC (ક્રિકેટિંગ ક્લબ) તરફથી 2014-15 માં શેફર્ડ નીમ એસેક્સ ફર્સ્ટ ડિવિઝન લીગની ઘણી મેચો રમી છે જ્યાં તેણે 6 સદી ફટકારી છે. આ ખેલાડીએ બાંગ્લાદેશમાં ખૂબ લીગ ક્રિકેટ રમી છે. ઈંગ્લેન્ડમાં રહીને આ ખેલાડીનું શાનદાર પ્રદર્શન પણ તેની પસંદગીનું એક કારણ માનવામાં આવે છે.

વિરાટનો બેક અપ કેવી રીતે બન્યો આ ખેલાડી

જો તમને કોઈ પૂછે કે ટીમ ઈન્ડિયામાં અત્યારે વિરાટની જગ્યા કયો ખેલાડી લઈ શકે તો કદાચ જ તમને કોઈ એવુ નામ મળશે જો તેના બરાબર દમ વાળુ હોય. પરંતુ આ ખેલાડીની પસંદગી વિરાટના બેક અપ તરીકે થઈ છે. તે બહુ મોટી વાત છે. જૂનમાં India A ના ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમમાં પસંદ કરાયેલ ચાર ખેલાડીઓમાં હનુમા વિહારી પણ એક ખેલાડી હતો જેને 50 ઓવર અને ચાર દિવસીય મેચની બંને ટીમોમાં જગ્યા મળી. આ તકનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તે આ પ્રવાસમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનીને ઉભર્યો. હાલમાં દક્ષિણ આફ્રિકા-એ સામે રમાયેલ મેચમાં તેણે 148 રન બનાવીને મેચ જીતાવા. હાલમાં રમાયેલ 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે અર્ધસદી અને સદી ફટકારી છે.

કોણે ઓળખી હનુમાની પ્રતિભા

સનથકુમાર કે જે હવે અંડર-19 અને India A ટીમના કોચિંગ સ્ટાફમાં શામેલ છે તેમણે સૌથી પહેલા હનુમા વિહારીના શાનદાર બેટ્સમેન હોવાની પ્રતિભા ઓળખી હતી. તે સમયે સનથ આંધ્રપ્રદેશના કોચ હતા. તેમણે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ‘વિકેટના સ્કવેયર સાઈડમાં હનુમા ઘણા સ્ટ્રોંગ છે, તે એક બેક ફૂટના બેટ્સમેનની સૌથી મોટી પ્રતિભા છે.' તેમણે વિહારીની પ્રતિભા વિશે એક ખાસ વાત જણાવી જે છે, ‘કોઈ પણ બોલરની લેંથને પિક કરવી જે તેને શોર્ટ રમવા માટે ઘણો સમય આપે છે.' તેમણે જણાવ્યુ કે હાલના દિવસોમાં તેમણે પોતાના બેટ સ્વિંગ પર ઘણુ કામ કર્યુ છે. સીધુ રમવુ અને શરીરની નજીક રમવુ તેની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. આવી પ્રતિભા ઓછા યુવા ખેલાડીઓમાં છે જેના કારણે તે ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડની પિચો પર ઘણા સફળ રહ્યા છે.

રણજી ટ્રોફીમાં મચાવી ધમાલ

2017-18ની રણજી ટ્રોફીમાં હનુમા વિહારીએ 6 મેચોમાં 94.00 ની સરેરાશથી 752 રન બનાવ્યા. તેમણે પોતાના દાવમાં ઓડિશા સામે 302 અણનમ રન બનાવ્યા જે તેના કેરિયરના બેસ્ટ છે. તેનું બેટ ત્યાં જ ના રોકાયુ. તેમણે માર્ચમાં ઈરાની કપમાં પણ એક ધમાલ દાવ રમ્યો. રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભ સામે તેમણે રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમીને 327 બોલના દાવમાં 183 રન બનાવ્યા. તેમણે આ રન વિદર્ભના શાનદાર પેસ એટેક ઉમેશ યાદવ અને રજનીશ ગુરવાણી (રણજી ટ્રોફી 2017-18 ના લીડિંગ વિકેટ લેનાર બોલર) જેવા ઝડપી બોલકો સામે બનાવ્યા. તેમણે લોઅર ઓર્ડર સાથે મળીને પણ એક શાનદાર દાવ રમ્યો અને સાતમી વિકેટ માટે જયંત યાદવ સાથે 216 રનની પાર્ટનરશીપ કરી. આ તમામ દાવે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં શામેલ કર્યો છે.

આઈપીએલમાં ઝટકી હતી ગેઈલની વિકેટ

પૃથ્વી શૉ ની જેમ હનુમા વિહારીએ પણ અંડર-19 વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. આ ખેલાડીની પહેલા ટીમમાં પસંદગી થઈ નહોતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલ વર્લ્ડ કપની ટીમમાં ઓપનર મનન વોહરાની જગ્યા તેમને શામેલ કરવામાં આવ્યા હતા કારણકે ઓસ્ટ્રેલિયા જવાના એક દિવસ પહેલા તેમનો અંગૂઠો તૂટી ગયો હતો. તેમણે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલ મેચ રમી છે અને એક વાર જ્યારે બોલિંગ કરવાનું કહેવામાં આવ્યુ તો તેમણમે યુનિવર્સ બોસ ક્રિસ ગેઈલને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.

લક્ષ્મણ છે હનુમાના પ્રેરણ સ્ત્રોત

હનુમા વિહારીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે, ‘રાહુલ સરે બતાવેલા ટિપ્સ મારા માટે ખૂબ મદદગાર સાબિત થયા છે. તેમના સૂચનોથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. વી વી એસ લક્ષ્મણ હનુમા વિહારીના પ્રેરણા સ્ત્રોત છે જેમને ભારતીય ક્રિકેટમાં ‘કલાઈકા જાદૂગર' કહેવામાં આવે છે. આ બંને ખેલાડીઓનો હૈદરાબાદ સાથે સંબંધ છે. તેમણે કહ્યુ કે, ‘હાલમાં કરાયેલા દક્ષિણ આફ્રિકી પ્રવાસથી મને ઘણુ બધુ શીખવા મળ્યુ, રાહુલ સર સાથે આ મારી પહેલી ટુર હતી અને તેમણે મને ક્રિકેટની જે બારીકાઈ જણાવી તેનાથી ઘણી મદદ મળી છે.'

આ પણ વાંચોઃ રંગ લાવી સિદ્ધુની ઝપ્પી, પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા પર રાજી!

Have a great day!
Read more...

English Summary

who is hanuma vihari selected team india as virat kohli back up