જો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ


હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શિવ આ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ છે, હિંદુ સંસ્ક્રુતિમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. અલગ અલગ સ્વરૂપ અને નામ સાથે ભોળેનાથ ભારતની ચારેય દિશાઓમાં બિરાજમાન છે. ઉત્તર ભારતની વાત કરીએ તો અહીં ભગવાન શિવ મહાદેવના નામે પ્રચલિત છે. તો દક્ષિણમાં શિવને થિલાઈ સ્વરૂપે ઓળખાય છે. બ્રહ્માંના નિર્મણ પાછળ ત્રણ મુખ્ય ઉર્જાઓમાંથી એક શિવને મનાય છે. પૌરાણિક શાસ્ત્રોમાં ભગવાન શિવને એક શાંત(યોગી) અને એક પ્રખર દેવતા (ભૈરવ અને નટરાજ)ના રૂપમાં ઓળખાવાયા છે.

કાશ્મીરથી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી અસમ સુધી ભગવાન શિવની પૂજા દુષ્ટોના વિનાશક અને નિર્દોષોને બચાવનાર તરીકે થઈ છે. શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે, અને કાવડિયા જળાભિષેક માટે અનેક કિલોમીટર ચાલીને ભોળેનાથના વિવિધ મંદિરોમાં પહોંચશે, એમાં તમાને ભગવાન શિવના આ મંદિરો વિશે જાણકારી હોવી જોઈએ. અહીં રોજ સેંકડોની સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે.

કેદારનાથ, ઉત્તરાખંડ

ભગવાન શિવના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ સામેલ છે. ભગવાન શિવનું આ મંદિર 3583 મીટરની ઉંચાઈ પર રાજ્યની ગઢવાલ હિમાલય શ્રુંખલામાં આવેલું છે. કેદારનાથ મંદિર હિંદુઓં પ્રસિદ્ધ તીર્થસ્થળ છે, જ્યાં દરેક શિવભક્ત જીવનમાં એકવાર જવાની કામના જરૂર કરે છે. જણાવી દઈએ કે આ મંદિર યમુનોત્રી, ગંગોત્રી અને બદ્રીનાથ સાથે ભારતની પ્રસિદ્ધ ચારધામની યાત્રામાં સામેલ છે.

કેદારનાથ પંચ કેદારનું ગઠન કરનાર પાંચ લોકપ્રિય મંદિરોમાંનું એક છે. ઉંચાઈ પર હોવાને કારણે અહીં શિયાળામાં જવું જોખમ છે. મંદિરના દ્વાર એપ્રિલથી નવેમ્બર સુધી ખુલ્લા રહે છે.

અમરનાથ, કાશ્મીર

ભારતની સૌથી પ્રસિદ્ધ તીર્થયાત્રા અમરનાથની મનાય છે, જમ્મુ કાશ્મીરમાં સ્થિત અમરનાથ ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. અહીંનું શિવલિંગ બરફમાંથી બનવાને કારણે ભગવાન શિવને બાબા બર્ફાનીના નામથી પણ ઓળખાય છે. શિવનું આ અનોખુ મંદિર 3888 મીટરની ઉંચાઈ પર પવિત્ર ગુફામાં સ્થિત છે.

અમરનાથ તીર્થયાત્રાને ખૂબ જ પવિત્ર મનાય છે, તેને પૂર્ણ કરવા ખૂબ જ શારીરીક અને માનસિક શક્તિ જરૂરી હોય છે. આ યાત્રા કાશ્મીરના કેટલાક પથરાળ વિસ્તારોમાંથી પસાર થાય છે જેમાં અનેક કિલોમીટરો સુધી પગે ચાલીને જવું પડે છે.

સોમનાથ, ગુજરાત

ભારતમાં ભોળેનાથના પ્રસિદ્ધ્ મંદિરોની યાદીમાં સોમનાથ પણ સામેલ છે. આ ઐતિહાસિક મંદિર વેરાવળ પાસે પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે. ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંનું આ પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભૂતકાળમાં અનેક વિદેશી આક્રમણકારોના હુમલાનું ભોગ બની ચૂક્યૂ છે જેમણે અહીંથી રત્નો અને ઘરેણાંની લૂંટ ચલાવી હતી.

આ મંદિર અનેક વખત આક્રમણકારીઓ શિકાર થઈ ચૂક્યુ છે. વર્તમાન મંદિર 1947માં તૈયાર કરાયું હતું. મંદિરની વાસ્તુકળા અત્યંત આકર્ષક છે, તે ચાલુક્ય શૈલીમાં તૈયાર થયેલી છે.

મહાકાલેશ્વર, મધ્યપ્રદેશ

Gyanendra Singh Chauhan

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર ભોળેનાથના પ્રસિદ્ધ સ્થાનકોમાંનું એક છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની પૂજા થાય છે. ભગવાન શિવના આ સ્વરૂપને બુરાઈના વિનાશક મનાય છે. અહીં ભગવાન મહાકાલ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજેલા છે. આ જ્યોતિર્લિંગ મંદિરનું મુખ્ય આકર્ષણ ભસ્મ આરતી છે.

કાશી વિશ્વનાથ, ઉત્તર પ્રદેશ

Gazal world

ભોળનાથના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ પણ છે, અહીં પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. મંદિરના સુંદર પરિસરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની સાથે સાથે દેશીવિદેશી પ્રવાસીઓ પણ આવે છે. ગંગા ઘાટની સફર પર નીકળતા મુસાફરો અહીં વધુ આવે છે. મંદિરની વાસ્તુકળા પણ આકર્ષક છે.

Have a great day!
Read more...

English Summary

these are best temples of lord shiva