For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રનું આ પરિવર્તન, તમારી રાશિમાં શું ફેરફાર લાવશે જાણો અહી...

By Desk
|
Google Oneindia Gujarati News

શુક્ર સૌદર્ય અને આકર્ષણનુ પ્રતિક મનાય છે. 13 સપ્ટેમબર થી શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશી ચુક્યો છે. જે 7 નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાંજ ભ્રમણ કરતો રહેશે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ અગ્ની પ્રધાન ગ્રહ છે, જ્યારે શુક્ર જળ તત્વ વાળો અને લક્ષ્મીનો કારક ગ્રહ છે. શુક્ર શુભ હોય તો લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો શુક્ર અશુભ હોય તો લક્ષ્મી નારાજ થાય છે.

હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...

આવો જાણીએ, શુક્ર ગ્રહના આ પરિવર્તનને કારણે કઈ કઈ રાશિ પર લક્ષ્મી પ્રસન્ન રહેશે.

મેષ

મેષ

વૃશ્ચિક રાશિનો શુક્ર તમારા આઠમાં ભાવમાં છે. કેટલાક લોકોને કૌટુંબિક સમસ્યાઓ સતાવતી રહેશે. જીવનસાથી સાથે મતભેદને કારણે ઝગડા થઈ શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિમાં શુક્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. જેને કારણે કેટલાક લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. સ્ત્રી-વર્ગને હરવા-ફરવાનો સમય મળી શકે છે.

મિથુન

મિથુન

વૃશ્ચિક રાશિનો શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરે છે. જેને કારણે શત્રુઓ શાંત થશે અને તમારા સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુધારો આવશે.

કર્ક

કર્ક

શુક્રનુ ભ્રમણ આ રાશિના પાંચમાં ભાવમાં રહેશે. કેટલાક લોકો કોઈની પ્રત્યે આકર્ષાઈ, પ્રેમ મેળવવા આંટા ફેરા મારશે.

સિંહ

સિંહ

વૃશ્ચિક રાશિનો શુક્ર તમારા ચોથા ભાવમાં ભ્રમણ કરશે. જેનાથી તમારા પરિવાર પર લક્ષ્મી કૃપા રહેશે.

કન્યા

કન્યા

આ રાશિના ત્રીજા ભાવમાં શુક્રનુ ભ્રમણ રહેશે. તમારી વાણીથી તમે લોકોને ખુશ કરી શકશો. કેટલાક લોકોને કૌટુંબિક મદદ મળી શકે છે. તેમની ઈચ્છાપુર્ણ થશે. પ્રયત્નો કરશો તો વિદેશ યાત્રા પણ કરી શકશો. તમારી મહેનતને પ્રતાપે લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.

તુલા

તુલા

વૃશ્ચિકનો શુક્ર તમારા બીજા ભાવમાં ભ્રમણ કરશે. લગ્નેશના બીજા ભાવમાં રહેવાને કારણે કેટલાક લોકોના માતા-પિતા બનવાના યોગ જણાઈ રહ્યા છે. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે છે. કેટલાક લોકો પોતાની ઈચ્છાઓ પુરી કરવા માટે વધુ ખર્ચ કરી બેસશે. જેનાથી તેમના બજેટમાં ગડબડ ઉભી થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

સાતમા અને બારમાં ભાવનો માલિક થઈ શુક્ર લગ્નમાં રહેશે, જેની સપ્તમ દ્રષ્ટિ સાતમાં ભાવ પર પડશે. જીવનસાથી સાથે નજીવી નોક-ઝોક થઈ શકે છે. કેટલાક લોકોનુ સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે. ઘણા લોકોને ઉંધ ન આવવાની સમસ્યા સતાવી શકે છે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે.

ધનુ

ધનુ

વૃશ્ચિક રાશિનો શુક્ર તમારા 12માં ભાવમાં રહેશે. 12માં ભાવનો શુક્ર ભૌતિક ઈચ્છાઓને પૂરી કરે છે. લક્ઝુરિયર ચીજોની ખરીદી કરશો. કેટલાક લોકો આભુષણો પર વધુ ખરીદી કરી શકે છે. પ્રેમ પ્રસંગોમાં પરિસ્થિતિ ઠીક-ઠીક રહેશે.

મકર

મકર

આ રાશિમાં શુક્ર 11માં ભાવમાં ગોચર કરશે. જેના ફળ સ્વરૂપે કેટલાક લોકોને લાભ જ લાભ મળશે. લાભ ભાવનો શુક્ર કેટલાક લોકો માટે નવો પ્રેમ સંબંધ શરૂ કરી શકે છે. કપડા-ઘરેણાની ખરીદી થઈ શકે છે. સમયની સાથે કામો પતાવજો. કેટલાક લોકોના જીવનમાં લક્ષ્મીનુ આગમન થશે.

કુંભ

કુંભ

તમારા કર્મ ક્ષેત્રમાં વૃશ્ચિકનો શુક્ર ભ્રમણ કરી રહ્યો છે. કેટલાક લોકોના જીવનમાં માં લક્ષ્મી સુખ-સમૃધ્ધિ લાવશે. કરિયર અને વ્યવસાયમાં મહેનત કરશો તો પ્રગતિ અવશ્ય મળશે. કેટલાક લોકોને પિતાની મદદથી કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. લક્ષ્મી તમારા કામથી ખુશ થઈ તમને આશિર્વાદ આપશે.

મીન

મીન

આ રાશિમાં વૃશ્ચિકનો શુક્ર તમારા ભાગ્ય ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. વિદ્યાર્થિઓ માટે આ સમય ઘણો સારો રહેશે. પી.એચ.ડી સાથે જોડાયેલા વિદ્યાર્થિઓ પરિક્ષામાં સફળતા મેળવશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આ સમયે રોકેલા નાણા અગાઉના સમયમાં તમને લાભ કરાવશે. અન્ય ક્ષેત્રો માંથી પણ આવક થઈ શકે છે.

English summary
Venus transits Tula to Vrischika or 2016 Shukra Gochar Change on 13th october, Its Effect life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X