Akshaya Tritiya 2021: જાણો સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત
આજે અક્ષય તૃતિયાનો પર્વ છે, હિન્દુ પૂજા હિસાબે આ દિવસનું ખાસ મહત્વ છે, જેમ કે નામથી સ્પષ્ટ છે કે આ દિવસ જે કંઈપણ કામ થાય છે તેનો ક્ષય નથી હોતો, માટે અક્ષય તૃતીયાના દિવસે બધાં જ શુભ કામ કરાય છે. પુરાણોમાં અક્ષય તૃતીયાના મહત્વનો ઉલ્લેખ વિશેષ રૂપે છે. આ દિવસથી સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ થયો અને હતો અને આ કારણે આ દિવસને પાવન માનવામાં આવે છે. આ દિવસે એક અબૂઝ મુહૂર્ત હોય છે અને આ કારણે આ દિવસે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવાં શુભ કાર્યો કરાય છે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદો
આ દિવસે લોકો ખાસ કરીને સોનાની ખરીદી કરે છે કેમ સોનું માત્ર આપણે ત્યાં એક આભૂષણ નથી બલકે મા લક્ષ્મી અને વિષ્ણુજીના આશિર્વાદ માનવામાં આવે છે. માટે હિન્દુ ધર્મને માનતા લોકો આ દિવસે શક્તિ પ્રમાણે સોનાની ખરીદી કરે છે. સૌભાગ્યથી આ વખતે અક્ષય તૃતીયા શુક્રવારે છે, જે મા લક્ષ્મીનો પ્રિય દિવસ છે માટે આ દિવસનું મહત્વ વધી જાય છે.

સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે?
તૃતીયા તિથિનો પ્રારંભ આમ તો શુક્રવારે સવારે 5.38 વાગ્યે જ થઈ ગયો છે અને અંત 15 મેના રોજ 5 વાગીને 30 મિનિટ પર થશે. આમ તો આખો દિવસ શુભ છે પરંતુ તમે આખા દિવસે કોઈપણ સમયે સોનાની ખરીદી કરી શકો છો, માટે કેટલાક વિશેષ મુહૂર્તમાં જ્યારે સોનું ખરીદવામાં આવે છે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. માનવામાં આવે છે કે તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે.

વિશેષ મુહૂર્ત
- ચોઘડિયા મુહૂર્તઃ 14 મે સવારે 5.34 વાગ્યેથી સવારે 10.33 વાગ્યા સુધી
- અપરાહ્ર મુહૂર્તઃ 14 મે સાંજે 5.21થી સાંજ 7.02 વાગ્યા સુધી
- અપરાહ્ર મુહૂર્તઃ 14 મે બપોરે 12 વાગ્યેથી બપોરે 1.30 વાગ્યા સુધી
- રાત્રિ મુહૂર્તઃ 14 મે રાત્રે 9.32 વાગ્યેથી રાતના 10.50 વાગ્યા સુધી
ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ

અક્ષય તૃતીયાના દિવસે આ કામ જરૂર કરો
- અક્ષય તૃતિયાના દિવસે દાન જરૂર કરો
- ગરીબોને ભોજન કરાવો
- ગાયને રોટલી ખવડાવો
- મા લક્ષ્મીની પૂજા કરો
- ઘરમાં શાંતિ બનાવી રાખો, ઝઘડા ના કરો
- સાત્વિક ભોજન કરો અને ઘરવાળાઓને કરાવો
- પિતૃદોષ દૂર કરવા માટે બ્રાહ્મણોને દાન આપો.