• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્ષય તૃતિય પર સોના-ચાંદી ખરીદવાના શુભ મુહૂર્ત

|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] ધર્મ એક સંવેદનશીલ સમાજ અને સભ્યતાના નિર્માણની મહત્વની કડી છે. ધર્મ જનમાનસના કલ્યાણ હેતુ એક એવું વિધાન છે, જે મનુષ્યને કર્તવ્ય માટે કર્તવ્ય અને સંવેદનશીલતાના બંધનમાં બાંધી રાખે છે. મનુષ્યનો વાસ્તવિક ધર્મ છે માનવતાની સેવા કરવાનો. સેવાભાવ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિનું જીવન સંયમિત અને અનુશાસિત રહે છે.

અમને એક એવા સંવેદનશીલ સમાજનું નિર્માણ કરવાની જરૂરીયાત છે, જેમાં ગરીબ, અસહાય, નબળા, વૃદ્ધ અપંગ અને વિકલાંગ વગેરે લોકોને પણ સન્માન અને સમાનદ્રષ્ટિએ જોવા જોઇએ. આવો આ ગર્મીઓમાં સંકલ્પ લઇએ કે તરસ્યાને પાણી પીવડાવીશું. એ જ અક્ષય પુણ્ય છે.

અક્ષય તૃતીયાનો શાબ્દિક અર્થ છે જે તિથિનો ક્યારેય ક્ષય ના થાય અથવા ક્યારેય નાશ ના થાય. જે અવિનાશી હોય. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની યુગાદિ તિથિયોમાં ગણના થાય છે, એવી માન્યતા છે કે આ તિથિથી સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. આ જ તિથિને જો કૃતિકાનો રોહિણી નક્ષત્ર હોઇ અને બુધવાર અથવા સોમવાર દિવસ હોય તો પ્રશસ્ત માનવામાં આવ્યા છે. કોઇપણ શુભ કાર્ય કરવા માટે પવિત્ર માનનારી અક્ષય તૃતિયા પર્વ હિન્દુ શ્રદ્ધાળુ ઉપવાસ અને દાન વગેરે કર્મ ફળને અક્ષય માને છે. આ વખતે 21 એપ્રિલ દિવસ મંગળવારે કૃતિકા નક્ષત્રમાં અને સૌભાગ્ય યોગમાં અક્ષય તૃતીય પડી રહી છે.

અક્ષય તૃતીયના અદભૂત યોગ

  • સવારે 6.15 વાગ્યાથી સવારે 11.57 વાગ્યા સુધી સર્વાર્થસિદ્ધિ યોગ.
  • સવારે 11.58 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી રવિ યોગ બની રહ્યો છે.
  • બપોરે મંગલાદિત્ય અને બુધાદિત્ય યોગનો મહાયોગ બની રહ્યો છે.

આ પ્રકારના અદભુત મહાયોગ વર્ષો બાદ પડી રહ્યો છે. આ શુભ અવસરે ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, ઉપનયન સંસ્કાર, નવીન વસ્તુઓ સોનુ, પિતળ અને ચાંદી વગેરેની ખરીદી કરી શકાય છે. સાથે જ વાહન, ભૂમિ અથવા અન્ય કોઇ પણ પ્રોપર્ટી ખરીદવી અતિ શુભ કહેવાય છે. આજના દિવસે કરવામાં આવેલું દાન, પુણ્ય હજારગણુ ફળ પ્રદાન કરે છે.

જ્યોતિષ ગણિત અનુસાર આ વખતે અક્ષય તૃતીયા પર 11 વર્ષ બાદ મહામંગળ યોગ બની રહ્યો છે. ઉચ્ચનો સૂર્ય મેષ રાશિમાં, ઉચ્ચનો ચંદ્રમાં વૃષ રાશિમાં દેવતાઓના ગુરુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહ્યા છે. 21 એપ્રિલ 11.57 મિનિટ સુધી કૃતિકા નક્ષત્ર છે ત્યારબાદ ચંદ્રમાંનો નક્ષત્ર રોહિણી રહશે. ચંદ્રનું રોહિણી નક્ષત્ર અને ચંદ્રની પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં ગોચર કરવું આ બંને સ્થિતિઓ કાર્યોમાં સફળતા આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

આવો સ્લાઇડરમાં જોઇએ વિગતવાર શુભ મુહૂર્ત...

ખરીદી માટે શુભ મુહૂર્ત

ખરીદી માટે શુભ મુહૂર્ત

સવારે 9:10 વાગ્યાથી 10:40 વાગ્યા સુધી. સવારે 10:35 વાગ્યાથી બપોરે 1:33 વાગ્યા સુધી. રાત્રે 8:17 વાગ્યાથી 9:46 વાગ્યા સુધી.

22 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

22 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

22 એપ્રિલ દિવસ બુધવાર, સવારે 6:06 મિનિટથી આખા દિવસ સુધી સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે.

24 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

24 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

24 એપ્રિલ દિવસ શુક્રવારે મધ્યાહન 12.06 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.

26 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

26 એપ્રિલના રોજ શુભ મુહૂર્ત

26 એપ્રિલ દિવસ રવિવારના રોજ સવારે 6:03 થી રવિ પુષ્ય યોગ સાંજે 6:05 સુધી રહેશે.

કયા યોગમાં સોનું ખરીદવું જોઇએ?

કયા યોગમાં સોનું ખરીદવું જોઇએ?

અમૃત સિદ્ધિ યોગમાં સોનું, ચાંદી અને પીતળના આભૂષણ ખરીદવું શુભ રહે છે.

અન્ય વસ્તુઓ માટે

અન્ય વસ્તુઓ માટે

અન્ય વસ્તુઓ માટે શુભ સમય સર્વાર્થસિદ્ધિ યોગમાં વાહન, ટીવી, ફિઝ, એસી, કૂલર વગેરે ઇલેક્ટ્રોનિક સામાનોની ખરીદારી કરવી ખૂબ જ લાભદાયી નિવડે છે.

વાસણ, આભૂષણ ખરીદવાના યોગ

વાસણ, આભૂષણ ખરીદવાના યોગ

રવિપુષ્ય યોગમાં વાસણ, આભૂષણ અને મકાન તથા જમીનની ખરીદારી કરવી ખૂબ જ શુભ હોય છે.

English summary
Akshaya Tritiya is considered an auspicious day to buy and invest in gold for Indians. Here are some Astro Tips for you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X