• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મા ચંડિકા અને દાનવીર કર્ણની એક અવિશ્વસનીય કથા, આ મંદિરમાં દરેક મનોકામના પૂર્ણ થાય છે

By Staff
|

બિહારના મુંગેર જિલ્લામાં એક એવું મંદિર છે જે આંખો સાથે જોડાયેલી દરેક પ્રકારની પરેશાની દૂર કરવા માટે પ્રસિદ્ધ છે. આ મંદિર માં ચંડિકાનો દરબાર છે અને ભારતના 52 શક્તિપીઠોમાંથી એક છે. એવી માન્યતા છે કે જ્યારે શિ ક્રોધિત થઇ સતીના શરીરના ટુકડે ટુકડા કરી રહ્યા હતા ત્યારે અહીં ડાબી આંખી પડી હતી.

શ્રદ્ધાળુઓ આંખોની પીડા દૂર કરવાની ઉમ્મીદ લઇ આ મંદિરે આવે છે. માન્યતા છે કે અહીંનું આંજણ દરેક પ્રકારના નેત્રવિકારને દૂર કર છે. માટે લોકો દૂર દૂરથી અહીં માત્ર કાજલ લેવા આવે છે. આમ તો અહીં આખું વર્ષ ભક્તોની ભીડ રહેશે પરંતુ નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે.

શ્મશાન ચંડિકા

શ્મશાન ચંડિકા

આ મંદિર ગંગાના કાંઠે આવેલું છે અને દિલચસ્પ રૂપે તેની પૂર્વ અને પશ્ચિમ દિશામાં શ્મશાન છે. આ કારણે જ આ મંદિરને શ્મશાન ચંડિકાના રૂપે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કેટલાય તાંત્રિકો અહીં તંત્ર સિદ્ધિ માટે એકઠા થાય છે.

શ્મશાન ચંડિકા

શ્મશાન ચંડિકા

અષ્ટમીના દિવસે અહીં વિશેષ પૂજા થાય ચે અને આ દિવસે માતાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. માન્યતા છે કે આંખો ઉપરાંત પણ અહીં કરેલી દરેક મનોકામના પૂરી થાય છે.

મહાભારત યુગ સાથે જોડાયેલી કથા

મહાભારત યુગ સાથે જોડાયેલી કથા

મંદિરના વિષયમાં એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે જે મહાભારત યુગ સાથે જોડાયેલી છે. કથા મુજબ અંગ દેશના રાજા કર્ણ મા ચંડિકાના ભક્ત હતા અને દરરોજ ઉકળતા તેલની કઢાઇમાં કુદતા હતા. આ પ્રકારે જીવ આપી તેઓ માંની પૂજા કરતા હતા.

માની કૃપાથી દરરોજ ક્રણ જીવિત થતા હતા

માની કૃપાથી દરરોજ ક્રણ જીવિત થતા હતા

માં તેમના આ બલિદાનથી અત્યંત પ્રસન્ન થઇ જતાં હતાં અને દરરોજ રાજાને જીવિત કરી દેતાં હતાં. આ ઉપરાંત તેઓ કર્ણને સવા મણ સોનું પણ આપતાં હતાં. કર્ણ આ સોનાને મુંગેરના કર્ણ ચોક પર લઇ જઇ લોકોમાં વહેંચી દેતો હતો.

ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય

ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય

આ વાતની જાણકારી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને મળી. એક દિવસ તેઓ પોતાનો વેષ બદલી અંગ દેશ આવી પહોંચ્યા. તેમણે જોયું કે મહારાજા કર્ણ બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરી માં ચંડિકા સામે રાખેલ ઉકળતા તેલની કઢાઈમાં કૂદી જાય છે અને માતા તેમના અસ્થિર- શરીર પર અમૃત છાંટી તેમને પુનર્જીવિત કરી દે છે. તેઓ રાજાને પુરસ્કાર સ્વરૂપ સવા મણ સોનું પણ આપે છે.

વિક્રમાદિત્યની બુદ્ધિમાની

વિક્રમાદિત્યની બુદ્ધિમાની

એક દિવસ વિક્રમાદિત્ય છાનોમાનો કર્ણની પહેલા ત્યાં પહોંચી ગયો અને તેમણે કઢાઇમાં છલાંગ લગાવી દીધી. બાદમાં દરરોજની જેમ માએ તેમને જીવિત કરી દીધા. તેમણે સતત ત્રણવાર કઢાઇમાં કૂદી પોતાનું શરીર સમાપ્ત કર્યું અને માતાએ તેમને જીવિત કરી દીધા. ચોથીવાર માતાએ તેમને રોક્યા અને વરદાન માંગવા કહ્યું.

વિક્રમાદિત્યની બુદ્ધિમાની

વિક્રમાદિત્યની બુદ્ધિમાની

રાજા વિક્રમાદિત્યએ માતા પાસેથી સોનું આપવા વાળો થેલો અને અમૃત કળશ માંગી લીધા. કહેવાય ચે કે માતાએ બંને ચીજ આપ્યા બાદ ત્યાં રાખેલ કઢાઇ ઉલટાવી દીધી અને ત્યાં જ વિરાજમાન થઇ ગયાં. કહેવાય છે કે અમૃત કળશ ના રહેવાથી માતા રાજા કર્ણને બીજીવાર જીવિત નહોતાં કરી શકતાં. તે બાદથી હજુ પણ આ કઢાઇ ઉંધી છે અને તેની અંદર જ માતાની પૂજા થાય છે.

જ્યારે 800 ઘેટાં- બકરાં લઇ ચીની દૂતાવાસમાં ઘૂસી ગયા હતા વાજપેયી

English summary
An incredible story of Maa Chandika and Danveer Karna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X