Business Horoscope 2017: મેષ રાશિ ધીરે-ધીરે ગતિ પકડશે
મેષ રાશિ પર શનિની પનોતીની અસર છે, માટે વેપારી વર્ગ વર્ષની શરૂઆતમાં ટેન્શનમાં રહે એવું બને. વેપાર ધીમી ગતિએ ચાલશે, વિચાર્યા અનુસાર આર્થિક લાભ નહીં થાય. ખાસ તો રિયલ એસ્ટેટ, બિલ્ડિંગ મટિરિયલ, અનાજ, તેલ, પેટ્રોલિયમ પદાર્થના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઓછો નફો થશે. 17 ફેબ્રૂઆરી, 2017ના રોજ શનિની પનોતી પૂરી થતાં બિઝનેસમાં સફળતા મળવાની શરૂઆથ થશે. એ પછીના ત્રણ માસ દરમિયાન ધીરે-ધીરે વેપારમાં વૃદ્ધિ આવશે.
ફેબ્રૂઆરીમાં મંગળ શુક્ર સાથે મળીને મીન રાશિમાં પરિવહન કરશે. માટે જળ સાથે જોડાયેલી વસ્તુઓ, દૂધ અને દૂધના ઉત્પાદનો સાથે જોડાયેલા લોકોને લાભ થશે. પ્રોપર્ટી સંબંધી કાર્ય કરતા લોકોને આ સમયમાં પણ થોડી ખોટ જાય એવી શક્યતા છે. તેમના પ્રોજેક્ટ અટકી પડે એવું બને. કામ તો થશે, પરંતુ ધીમી ગતિએ થશે.
શેર માર્કેટવાળા નફો કમાશે
મેથી સપ્ટેમ્બર 2017 સુધી કમોડિટી, શેર માર્કેટવાળા નફો કમાશે. સોના-ચાંદીમાં મંદી આવશે. ઑટોમોબાઇલ ક્ષેત્રે વેપારીઓને ખૂબ લાભ થશે, નવા કરારો થશે, ધનલાભ થશે.
- લાભઃ પાણી, દૂધ, અનાજ, શેર માર્કેટ, ઑટોમોબાઇલ
- નુકસાનઃ પ્રોપર્ટી વ્યવસાય, તેલ વ્યવસાય
- ઉપાયઃ દરેક માસમા અમાસ પહેલાની ચૌદશે હનુમાન મંદિરમાં, લોટનું કોડિયુ કરી, તેમાં સરસવનું તેલ નાંખી દીવો કરવો. આવા 5 દીવા કરવા. લાભ થશે.