• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aries Horoscope 2022: વર્ષ 2022ના આ મહિના મેષ રાશિવાળા માટે રહેશે શુભ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2022 મેષ રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનુ છે. આ વર્ષે માર્ચ મહિનામાં રાહુ મેષ રાશિના પહેલા ભાવનાં ગોચર કરશે. વળી, મંગળ ગ્રહના પ્રભાવથી તમને પૈસા બાબતે સારુ પરિણામ મળી શકે છે. આ ઉપરાંત મંગળ ગ્રહનુ ગોચર તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર લઈને આવી શકે છે. આ વર્ષે શનિ મોટાભાગનો સમય તમારા દશમ ભાવમાં રહેશે. એવામાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે એડીચોટીનુ જોર લગાવવુ પડી શકે છે. વર્ષની શરૂઆતમાં શનિ અને બુધની યુતિના કારણે આરોગ્ય થોડુ નબળુ રહેશે. 2022ના મધ્યનો સમય પણ તમારા માટે તબિયત બાબતે ઠીક રહેશે.

નોકરી

નોકરી

મેષ રાશિના નોકરિયાત જાતકો માટે વર્ષ 2022ની શરુઆત ઘણી સારી રહેવાની છે. આ દરમિયાન તમને નવી તકો મળી શકે છે. જો કે તમારા કઠોર પરિશ્રમ કરવાની જરુર છે. વર્ષનો અંત તમારા માટે થોડો પડકારરુપ રહેવાના અણસાર છે. આ દરમિયાન કામકાજથી તમારુ મન હટી શકે છે. તમે નોકરી છોડવાનુ પણ મન બનાવી શકો છો.

વેપાર

વેપાર

આ રાશિના વેપારીઓએ પૈસા બાબતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉતાવળમાં કોઈ પણ રોકાણ ન કરવુ. આ ઉપરાંત તમારે મોટી લોન લેવાનુ પણ ટાળવુ જોઈએ. જો તમે પોતાના વેપાર આગળ વધારવાની યોજના બનાવી રહ્યા હોય તો આ વર્ષ તમને સારી તકો મળી શકે છે. જો કે, આંખ બંધ કરીને તમારે કોઈના પર પણ ભરોસો કરવાનુ ટાળવુ જોઈએ.

 પારિવારિક જીવન

પારિવારિક જીવન

આ વર્ષે તમારા ઘરનો માહોલ મોટાભાગે સારો રહેશે. જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો પરિવારજનો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહેશે. વર્ષના અંત સુધી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનુ આયોજન પણ થઈ શકે છે. આ ઉપરાંત તમને પરિવાજનો સાથે ધાર્મિક યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે. બાળકોની પ્રગતિ થશે. જો તમારુ સંતાન લગ્ન યોગ્ય હોય તો આ વર્ષે તેના લગ્ન પાક્કા થઈ શકે છે.

પ્રેમ અને લગ્નજીવન

પ્રેમ અને લગ્નજીવન

તમારી રોમેન્ટીક લાઈફમાં સ્થિરતા આવશે. પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થશે. તમે પોતાના સંબંધને આગળ વધારવાનો પણ નિર્ણય લઈ શકો છે. વળી, બીજી તરફ આ રાશિના પરિણીત જાતકો માટે આ વર્ષ થોડુ ઉતાર-ચડાવવાળુ રહેવાનુ છે. જીવનસાથી સાથે કારણ વિના ટકરાવ અને વૈચારિક મતભેદથી તમારા પ્રિયજનના સ્વભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. તેમનો ઉગ્ર સ્વભાવ તમારી વચ્ચે કડવાશનુ કારણ બની શકે છે.

શિક્ષણ

શિક્ષણ

આ રાશિના વિદ્યાર્થીઓને ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. તમારા અભ્યાસમાં અડચણો પણ ઘણી બધી આવવાના અણસાર છે. આ વર્ષે તમારે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ઘણો કઠોર પરિશ્રમ કરવાની જરુર છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય તો આ દરમિાન તમારે અભ્યાસમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી જોઈએ.

આર્થિક રાશિફળ

આર્થિક રાશિફળ

પૈસા બાબતે વર્ષ 2022 તમારા માટે મિશ્ર રહેશે. તમારી આવક સારી રહેશે પરંતુ આ દરમિયાન ખર્ચ વધવાની પ્રબળ સંભાવના છે. તમે અમુક કિંમતી વસ્તુઓની ખરીદી કરી શકો છે. જો તમે પોતાના બિનજરુરી ખર્તા પર રોક નહિ લગાવો તો તમારા પર આર્થિક સંકટ પણ આવી શકે છે. આર્થિક દ્રષ્ટિએ એપ્રિલનો મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ દરમિયાન પૈસાની સ્થિતમાં મોટો ઉછાળો આવવાના સંકેત મળી રહ્યા છે.

આરોગ્ય

આરોગ્ય

જો તમારા આરોગ્યની વાત કરીએ તો આ વર્ષ તમને ઠીક-ઠાક પરિણામ આપશે. જો તમે પોતાની તબિયત માટે સાવચેત રહેશો તો કોઈ મોટી સમસ્યા નહિ થાય. પોતાની દિનચર્યામાં ફેરફાર કરો, સાથે જ પોતાના ખાનપાનનુ પણ ધ્યાન રાખો. આ ઉપરાંત તમારે હલકા-ફૂલકા વ્યાયાયમથી રોજ પોતાના દિવસની શરુઆત કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી તમને પોતાની માનસિક મુશ્કેલીઓમાંથી પણ છૂટકારો મળી શકે છે.

English summary
Aries Yearly Horoscope 2022: Mesh Varshik Rashifal 2022 including marriage, career, education, finance and health predictions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion