For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ મુજબ 2016માં કેજરીવાલનું ભવિષ્ય રહેશે ઓડ-ઇવન!

|
Google Oneindia Gujarati News

(પં. અનુજ કે શુક્લ) દિલ્હી જેવા અડધા-પડધા રાજ્યના મુખ્યમંત્રી તેવા કેજરીવાલ વારવાર કેન્દ્ર સરકાર જોડે બાખડતા જોવા મળે છે. ક્યારેક તેમના નિવેદનો સમાચારોમાં હોય છે તો ક્યારે તેમના નવા નિયમો. ત્યારે કેજરીવાલનું આ વર્ષનું ભવિષ્ય કેવું રહેશે, તેમની સિતારા આ વિષે શું કહે છે તે અમે જ્યોતિષ આધરે જાણવાનો પ્રયાસ કર્યો.

આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલનો જન્મ ઓગસ્ટ 16, 1968માં રાતે 11:46 થયો હતો. તે સમયે ધરતી પર વૃષ લગ્ન અદિતી થઇ રહી હતી. વૃષ એક સ્થિર રાશિ છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં સ્થિરતા અને અધિકારની ભાવના વિદ્યમાન રહે છે. આવા લોકો સ્વભાવની જ જિદ્દી અને દ્રઢ નિશ્ચયી હોય છે. અને સાથે જ ગંભીર અને વિચારશીલ હોવાની સાથે જે સામાજિક જીવનમાં દેખાડો કરવાને પ્રાધાન્ય આપે છે. તો કેજરીવાલના ભવિષ્ય વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

15 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી

15 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી

આ સમયે સૂર્ય મકર રાશિને ગોચર કરે છે. જે કેજરીવાલની કુંડલીમાં ભાગ્ય ભાવથી ભ્રમણ કરે છે. આ સમયે તમને વિદેશથી લાભ મળશે. ભાગ્ય પક્ષ પણ તમારો સાથ આપશે જેથી તમને દરેક કિસ્સામાં બેદાગ બહાર આવશો. ધર્મ-કર્મમાં તમારી રુચિ વધશે અને તમારા કાર્ય માટે તમારા વખાણ થશે.

3 ફેબ્રુઅરી થી 15 માર્ચ

3 ફેબ્રુઅરી થી 15 માર્ચ

આ સમયે સૂર્ય કુંભ રાશિમાં ભ્રમણ કરશે. જે તમારી કુંડળીમાં 10માં ભાવે ભ્રમણ કરશે. જેથી તમારું માનસિક બળ વધશે અને તમારી કાર્ય શૈલીમાં બદલાવ આવશે. તમે પ્રશાસનિક કાર્યો કરશો અને શિક્ષા અંગે પણ કેટલાક ઠોસ કાનૂન પારિત કરશો.

15 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે

15 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે

સૂર્ય મીન રાશિમાં રહેશે જે તમને લાભ ભાવ આપશે અને તમારા નવા રાજનૈતિક મિત્રો બનશે. તમે કોઇ મોટા ગઠબંધનથી જોડાશો. આ સમયે સંતુલન અને નિયંત્રણ કરવું મહત્વપૂર્ણ બની જશે તેમે ષડયંત્રનો શિકાર પણ બની શકો છો.

14 એપ્રિલથી 15 મે

14 એપ્રિલથી 15 મે

સૂર્ય મેષ રાશિમાં ભ્રમણ કરવાથી તમારી પરિયોજનાઓમાં નાણાકીય મુસીબતો આવશે. તમારા જ વિધાયક તમારી જ પાર્ટીની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરશે. તમારી માનસિક સ્થિતી મુંઝવણ અનુભવશો. પ્રશાસન સાથે ટકરાવ પણ થશે.

15 મેથી 15 જૂન

15 મેથી 15 જૂન

સૂર્ય વૃષ રાશિમાં ગોચર કરે છે. જેથી મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા ઊભી થઇ શકે છે. અને તમારે તેવા નિર્ણય લેશો જેને પાછળથી તમારે બદલવા પડે.

15 જૂનથી 17 જુલાઇ વચ્ચે

15 જૂનથી 17 જુલાઇ વચ્ચે

સૂર્ય મિથુન રાશિમાં ભ્રમણ કરશે. સૂર્યના બીજા ભાવથી તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો મોટી મુશ્કેલીમાં પડવાનો વારો આવશે. વિપક્ષી પાર્ટી તમારે પર ધરેલુ મુદ્દોને મુદ્દો બનાવીને તમારી મુશ્કેલીઓ વધારી પણ શકે છે.

17 જુલાઇ થી 17 ઓગસ્ટ

17 જુલાઇ થી 17 ઓગસ્ટ

સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે. જેના કારણે તમારી પ્રશાસનિક ક્ષમતા ઓછી થતા અવર જવર, પાણી, રેલ્વે જેવા વિષયોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

17 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર

17 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર

સૂર્ય પોતાની રાશિ સિંહમાં ભ્રમણ કરશે જેનાથી કેન્દ્ર સરકાર જોડે તમારે ટકરાવની સ્થિતિ બનશે. સ્વાસ્થય સંબધિત મુશ્કેલીઓ પણ વધશે અને ફેંફસા અને હદય રોગ જેવી સ્થિતિ આવી શકે છે.

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર

સૂર્ય કન્યા રાશિમાં હશે જે તમને માનસિક ઊર્જા આપશે. પાર્ટીમાં આતરિક વિવાદ આવશે જેના ઉકેલવા તમારે મહેનત કરવી પડશે.

17 નવેમ્બરથી 15 જાન્યુવારી વચ્ચે

17 નવેમ્બરથી 15 જાન્યુવારી વચ્ચે

સૂર્ય તુલા અને વુશ્ચિક રાશિમાં રહેશે. તમારી રાજનૈતિક ક્ષમતા ઓછી થશે. વિરોધીઓ તમારી પર ભારે પડશે. અપરાધ, આતંકવાદ અને હિંસા અને બળાત્કાર જેવી ધટનાઓ દિલ્હીને હલાવી મુકશે. પ્રશાસન પર તમારી નબળી પકડના કારણે તમારા પર ચારે બાજુથી રાજનૈતિક દબાણ ઊભુ થશે.

English summary
Read about the stars of Delhi Chief Minister Arvind Kejriwal Kundli in 2016. Check out what astrologer is saying about Delhi CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X