For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું શિવરાજ હજી કરશે મધ્યપ્રદેશ પર રાજ કે મળશે વનવાસ, શું કહે છે કુંડળી?

મધ્યપ્રદેશ વિધાનસભાનું રાજકીય ભવિષ્ય 28 નવેમ્બરે ઈવીએમમાં કેદ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસની નજર મધ્યપ્રદેશની ચૂંટણી પર ટકેલી છે

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભાનું રાજકીય ભવિષ્ય 28 નવેમ્બરે ઈવીએમમાં કેદ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસની નજર મધ્યપ્રદેશની ચૂંટણી પર ટકેલી છે, કારણ કે આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશનો રોલ મહત્વનો છે. એક તરફ ભાજપના શિવરાજસિંહ સત્તા જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ ધુરંધરોની પ્રતિષ્ઠા ધૂળમાં મળવાના ભયથી ઉંઘ હરામ થઈ ગઈ છે.

કોંગ્રેસના તારણહાર કમલનાથ

કોંગ્રેસના તારણહાર કમલનાથ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના તારણહાર કમલનાથ છે. કમલનાથનો જન્મ 18 નવેમ્બર સન 1946ના રોજ કાનપુરમાં થયો છે. તેમનો જન્મ મકર લગ્નમાં થયો છે. વર્તમાનમાં તેમની કુંડળીમાં લગ્નેશ અને દ્વિતીયેશ થઈને લાભ ભાવમાં બેસીને સાતમી દ્રષ્ટિથી પંચમ ભાવને જોઈ રહ્યો છે. શની ગ્રહ સમ અવસ્થામાં સારું ફળ આપવામાં સક્ષમ નથી. ગુરુ દ્વાદશ ત્રુતીયેશ થઈને દશમ ભાવમાં બેઠો છે. દશમ ભાવ સત્તાનો કારક હોય છે, પરંતુ તેની મૂળ ત્રિકોણ રાશિ 12મા ભાવમાં પડી રહી છે, જે અશુભ છે. એટલે તેઓ સત્તાની નજીક આવીને દૂર થઈ જશે.

શું કહે છે શિવરાજસિંહના ગ્રહ ?

શું કહે છે શિવરાજસિંહના ગ્રહ ?

ભાજપના શિવરાજસિંહનો જન્મ માર્ચ 199ના રોજ બપોરે 12 વાગે થયો હતો. તે સમયે ક્ષિમિજ પર વ્રુષભ લગ્ન ઉદિત થઈ રહી હતી. વ્રુષ લગ્ન એક સ્થિર અને સૌમ્ય સ્વભાવની રાશિ છે. તમે ગંભીર, વિચારશીલ, શાંતિપ્રિય અને દયાળુ પ્રક્રુતિના છે. તમારા પ્રબળ શારિરીક અને માનસિક સહનશક્તિ અને સહિષ્ણુતા છે. જેને કારણએ તમારા કાર્યો પ્રત્યે ધીરજ અને લગ્નની સાથે સાથે સમર્પિત રહેશો.

શિવરાજસિંહ માટે શુભ સંકેત

શિવરાજસિંહ માટે શુભ સંકેત

130 બેઠક ધરાવતા મધ્યપ્રદેશની કમાન લાંબા સમયથી શિવરાજસિંહના હાથમાં છે. તેમની કુંડળીમાં શનિની દશામાં બુધનું અંતર ચાલી રહ્યું છે. અને 10 નવેમ્બરથી રાહુનું પ્રત્યંતર પ્રારંભ થઈ જશે. શનિ તેમની કુંડળીમાં ભાગ્યેશ અને દશમેશ થઈને અષ્ટમ ભાવમાં બેઠો છે. બુધ પંચમેશ અને દ્વિતીયેશ થઈને લાભમાં બેસી જનતાને કારક ભાવ પંચમથી સપ્તમ નજરમાં જોઈ રહ્યો છે.એટલે શિવરાજસિંહ મધ્યપ્રદેશની જનતામાં લોકપ્રિય રહેશે. જે તેમના માટે એક શુભ સંયોગ છે. વ્રુશ્વિક એક સ્થિર રાશિ છે એટલે કે મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિરતા પણ બની રહેશે. એટલે તેમનો જનાધાર ભલે ઘટે પરંતુ તમે ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ બનશો.

નિષ્કર્ષ

નિષ્કર્ષ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 152 બેઠક અને કોંગ્રેસને 71 બેઠક સાથે સંતોષ માનવો પડશે. તો બસપાને 5 અન્ય દળોને 2 સીટ મળે તેવી શક્યતા છે.

English summary
prediction about madhya pradesh assembly election from shivraj sinh's kundali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X