For Quick Alerts
For Daily Alerts
હથેળીની રેખામાં છૂપાયેલો છે તમારી કિસ્મતનો ખજાનો, જાણો અહીં
હાથ તમારું કર્મક્ષેત્ર છે અને કર્મ દ્વારા ભાગ્યનું નિર્માણ કરી શકાય છે. આ ભૌતિક સંસારમાં કર્મની પ્રાધાન્યતા સૌથી વધારે છે. જો તમે કર્મ નહિં કરો તો તમારું ભાગ્ય પણ સુતુ રહી જશે. તમારી હથેળીમાં અગણિત રેખાઓ હોય છે પણ શું તમે જાણો છો કે હથેળીમાં કેટલાક એવા પણ યોગ બને છે કે, જે તમને કરોડપતિ બનવાના સંકેત આપે છે. જે લોકોનો હાથ ભારે હોય, આંગળીઓની લંબાઈ લગભગ બરાબર હોય, ભાગ્ય રેખાથી બે શાખાઓ નીકળી હોય તો એવી વ્યકિતઓના જીવનમાં ધનનું આગમન થતું રહે છે. આ લોકો પોતાની બૌધ્ધિક કૌશલના બળે અચાનક કરોડપતિ પણ બની જાય છે.
- જો તમારી કુંડળીમાં જીવનરેખા ગોળાકાર આકૃતિમાં છે. મધ્યમાં આંગળીની નીચે વાળા સ્થાને શનિ પર્વત ઉંચી અવસ્થામાં હોય સાથે બુધ રેખા સારી હોય તો વેપારમાં ઘણી પ્રગતિ થઈ શકે છે. આવા લોકો પોતાની મહેનતથી ઘણું ધન કમાય છે.
- જો કોઈની હથેળીમાં જીવનરેખાની સાથે સાથે મંગળ રેખા પણ ચાલી રહી છે અને ગુરુ પર્વત ઉન્નત અવસ્થામાં છે. એવા લોકો કરોડપતિ જરૂર બને છે.
- ચંદ્ર પર્વત વિકસિત હોય તથા ચંદ્ર પર્વતથી કોઈ રેખા નીકળી ભાગ્યરેખાથી જોડાઈ જાય તો સમજો તમે વિદેશમાં જઈ ધન કમાશો.
- જો કોઈની રેખામાં ભાગ્ય રેખા મણિબંધથી નીકળી સીધા શનિ પર્વત સુધી પહોંચી જાય અને સૂર્ય પર્વત પર બે રેખાઓ હોય તથા મધ્યમા આંગળી એકદમ સીધી હોય તો એવા જાતકો ઘણી સંપતિના માલિક હોય છે એટલે કે ધનવાન હોય છે.
- ભાગ્ય રેખા પાતળી અને સીધી થઈ શનિ પર્વત સુધી જાય. ભાગ્ય રેખાથી કોઈ શાખા નીકળી ચંદ્ર પર્વત સુધી જાય. અનામિકા આંગળી તર્જનીથી લાંબી હોય એવા લોકો પોતાની મહેનતના દમે કરોડપતિ બને છે.
- મસ્તિષ્ક રેખા તૂટક-તૂટક નહિં પર સીધી-સપાટ હોય. હાથમાં કપાયેલી રેખાઓના જાળા ન હોય. લગ્ન રેખા સીધી બૃહસ્પતિ પર્વતથી જોડાયેલી હોય એવા જાતકોને સાસરી પક્ષથી વધુ સંપતિ મળવાની શક્યતા હોય છે.
- વર્ગાકાર હાથ હોય, આંગળિઓની લંબાઈ સીધી હોય, જીવનરેખા ગોળાકાર હોય અને શુક્ર પર્વત પર તલનું નિશાન હોય તો એવા જાતકો આજે નહિં તો કાલે કરોડપતિ જરૂર બને છે.
- જો કોઈ હાથમાં ભાગ્ય રેખા, બુધ રેખા અને મસ્તિસ્ક રેખા આ ત્રણેયનું પરસ્પર કનેક્શન હોય કે તેમનાથી ત્રિકોણ બની રહ્યો હોય. બુધ પર્વત ઉંચો હોય તો એવા લોકો ધનવાન જરૂર બને છે.
- હથેળીમાં બુધ રેખા મણિબંધથી નીકળી બુધ પર્વત સુધી જાય. શનિની આંગળી મધ્યમા સીધી હોય અને ભાગ્ય રેખા પાતળી અને સીધી થઈ શનિ પર્વત સુધી જાય તેવા લોકો પોતાનાવેપારમાં મહેનત કરી ધનવાન ઉદ્યોગપતિ બને છે.