For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કામ કરશો તો તમારુ ભાગ્ય રિસાઈ શકે છે!

વ્યક્તિના જીવનમાં જે પણ બને છે તે તેના દ્વારા કરેલો વ્યવહાર, આદાન-પ્રદાન હોય છે. જેનો પ્રભાવ તમારી જન્મ કુંડળીમાં બેસેલા ગ્રહો પર પડે છે, અને તેને અનુરૂપ ફળ મળે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે, પણ હંમેશા તે એવી ભૂલો કરી બેસે છે, જેનાથી તેનું ભાગ્ય રિસાઈ જાય છે અને તે જીવનભર સમજી નથી શકતો કે આટલી મહેનત કરવા છતાં તેને સફળતા કેમ મળતી નથી. વ્યક્તિના જીવનમાં થનારી શુભ-અશુભ, સારી-ખરાબ ઘટનાઓનો જવાબદાર તે પોતે હોય છે. તેના જીવનમાં જે પણ બને છે તે ક્યાંક ને ક્યાંક તેના દ્વારા કરેલો વ્યવહાર, આદાન-પ્રદાન હોય છે. આ ઘટનાઓનો પ્રભાવ તમારી જન્મ કુંડળીમાં બેસેલા ગ્રહો પર પડે છે, અને તે તેને અનુરૂપ ફળ આપે છે.

જો તમારો વ્યવહાર કોઈની સાથે ખરાબ હશે તો તમને તરત તેનું અશુભ ફળ મળશે. તે જ રીતે જો તમે પરોપકાર કરશો, લોકોનું સન્માન કરશો, કોઈને દુઃખ નહિં પહોંચાડો તો તમારા ગ્રહો તમને શુભ ફળ આપશે.

જ્યોતિષ શાસ્ત્રની એક શાખા લાલ કિતાબ પણ છે, જેમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો અને ગ્રહો વિશે વિસ્તૃત જાણકારી જણાવેલી છે. લાલ કિતાબમાં જણાવેલું છે કે મનુષ્યને તેના કર્મો પ્રમાણે કયો ગ્રહ શુભ-અશુભ ફળ આપે છે. આવો જાણીએ તમારું કયુ વર્તન તમને કેવું ફળ આપે છે.

astrology

સૂર્ય

સૂર્ય

કોઈનું દિલ દુભાવવું, કોઈપણ પ્રકારની ટેક્સ ચોરી, કોઈની આત્મનાને ઠેસ પહોંચાડવી વગેરે જેવા વર્તનથી સૂર્ય અશુભ ફળ આપે છે. તમારી કુંડળીમાં સૂર્ય ભલે ગમે તેટલો મજબૂત હોય તો પણ ઉપરોક્ત કામોથી તે અશુભ ફળ જરૂર આપે છે. સૂર્યની પ્રતિકૂળતાને કારણે વ્યક્તિની માન-પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, ગમે તેટલી મહેનત કરવા છતાં તે પોતાના જીવનમાં આગળ વધી શકતો નથી. નોકરીમાં મુશ્કેલી આવે છે અને તેને પિતાની સંપતિમાંથી બેદખલ કરવામાં આવે છે.

ચંદ્ર

ચંદ્ર

સન્માનિત સ્ત્રીઓને કષ્ટ આપવાથી, માતા, નાની, દાદી, સાસુ જેવી સ્ત્રીઓને હેરાન કરવાથી કે દ્વેષપૂર્વક લીધેલી કોઈ વસ્તુને કારણે ચંદ્ર અશુભ ફળ આપે છે. ચંદ્રના અશુભ ફળ આપવાને કારણે વ્યક્તિ માનસિક રીતે પરેશાન રહે છે. કામમાં અડચણ પેદા થાય છે અને જલ ઘાતની શક્યતા વધી જાય છે, ઉપરાંત વ્યક્તિ માનસિક રોગી પણ બની શકે છે.

મંગળ

મંગળ

ભાઈ સાથે ઝગડો, દગાબાજી કરવાથી મંગળ અશુભ ફળ આપે છે. તેની સાથે જ પોતાની પત્નીના ભાઈનું અપમાન કરવાથી પણ મંગળ અશુભ ફળ આપે છે. મંગળના કોપને કારણે વ્યક્તિ પોતાની જમીન, સંપતિ વિકસાવી શકતો નથી. જે સંપતિ બચાવીને રાખી છે તે પણ ધીમે-ધીમે હાથમાંથી નીકળી જાય છે. વ્યક્તિને કોર્ટ-કચેરી, પોલિસના મામલાનો સામનો કરવો પડે છે.

બુધ

બુધ

પોતાની બહેન, દિકરી, ફઈ, સાળી અને માસીને હેરાન કરવાથી બુધ અશુભ ફળ આપવા લાગે છે. બુધનું અશુભ ફળ વ્યક્તિનો બૌધ્ધિક વિકાસ રોક દે છે. ખાસકરીને જ્યારે વ્યક્તિ ભણવા લખવાના ક્ષેત્રમાં હોય, તેને વારંવાર અસફળતા મળે છે. તેને ભાગ્યનો સાથ નથી મળતો અને વ્યક્તિ આમથી તેમ ભટકવા પર મજબૂર બની જાય છે.

ગુરુ

ગુરુ

પોતાના પિતા, દાદા, નાનાને કષ્ટ આપવાથી કે તે સમાન વ્યક્તિ અને સાધુ-સંતોને કષ્ટ આપવાથી ગુરુ અશુભ ફળ આપવા લાગે છે. જીવનમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠાનો કારક ગ્રહ ગુરુના રિસાવવાથી જીવન અંધકારમય થવા લાગે છે. વ્યક્તિને ગંભીર બિમારીઓ થવા લાગે છે અને મોટા ભાગનો પૈસો બિમારીમાં ખર્ચાવાને કારણે ધનહાનિ થવા લાગે છે.

શુક્ર

શુક્ર

પોતાના જીવનસાથીને હેરાન કરવાથી, કોઈ પણ પ્રકારના ગંદા કપડા પહેરવાથી, ઘરમાં ગંદા અને ફાટેલા કપડા રાખવાથી શુક્ર અશુભ ફળ આપે છે. શુક્રના અશુભ ફળને કારણે વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જીવનના ભોગ-વિલાસના સાધનો દૂર થવા લાગે છે. લગ્નજીવનમાં વિચ્છેદ થાય છે. શુક્રની અશુભતાને કારણે વ્યક્તિ પોતાનાથી નીચ કુળની સ્ત્રી સાથે સંબંધ બનાવે છે.

શનિ

શનિ

પિતાના નાના કે મોટા ભાઈ સાથે ઝગડવાથી, મહેનતકશ વ્યક્તિને હેરાન કરવાથી, અપશબ્દો બોલવા, દારૂનું સેવન કરવુ, માંસ ખાવુ વગેરેને કારણે શનિ દેવ અશુભ ફળ આપે છે. કેટલાક લોકો મકાન અને દુકાન ભાડે લીધા પછી ખાલી કરતા નથી અથવા તેને બદલે પૈસા માંગે છે તો શનિ અશુભ ફળ આપે છે. જેને સ્વરૂપે વ્યક્તિનો રોગો થાય છે. તેની સંપતિ છીનવાઈ જાય ચે, વાહનોને કારણે અકસ્માત થાય છે. વ્યક્તિનું સંપૂર્ણ જીવન દુઃખ ભર્યુ બની જાય છે.

રાહુ

રાહુ

મદારીનું દિલ દુખાવવા, મોટા ભાઈને દુઃખ આપવું અથવા મોટા ભાઈનું અપમાન કરવું, નાનીના પક્ષે લોકોનું અપમાન કરવાથી રાહુ અશુભ ફળ આપે છે. મુંગા પશુ-પ્રાણી, પંખીની હત્યા કરવાથી તેમને મારવાથી રાહુ અશુભ ફળ આપે છે. જેના ફળ સ્વરૂપે વ્યક્તિને જેલવાસ ભોગવવાનો આવી શકે છે. આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય સ્થાયી થઈ શકતી નથી, જીવનભર ભટક્યા કરે છે.

કેતુ

કેતુ

ભત્રીજા કે ભાણીયાનું દિલ દુખાવવાથી અને તેમનો હક છીનવાથી, કુતરાને મારવાથી, મંદિરને તોડવાથી કે તેની ધ્વજા નષ્ટ કરવાથી, વધુ કંજૂસી કરવાથી કેતુ અશુભ ફળ આપે છે. કોઈની સાથે દગો કરવાથી કે જૂઠ્ઠી ગવાહી આપવાથી પણ કેતુ અશુભ ફળ આપે છે. આમ કરવાથી વ્યક્તિના દેવી-દેવતા રિસાઈ જાય છે અને જીવન મુશ્કેલીભર્યુ બની જાય છે. પરિણામે વ્યક્તિએ પોતાનું જીવન વ્યવસ્થિત જીવવું જોઈએ. છળ-કપટ કરવું નહિ. કોઈ પ્રાણીને પોતાને આધીન ન સમજવું જોઈએ જેને કારણે આ ગ્રહો તમને અશુભ ફળ આપે.

English summary
According to the Astrologers Fortune will effect by human Behavior. If you hurt someone your fate will effect.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X