For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2016માં થશે આ અદ્ધભૂત ખગોળીય ધટનાઓ, જાણો ક્યારે

|
Google Oneindia Gujarati News

શું તમે કદી ટેલિસ્કોપથી કોઇ તારાને નજીકથી જોયો છે? આ એક માણવા જેવી વસ્તુ છે. વિવિધ ગ્રહો અને તારાનું અવલોકન કરનાર લોકોના માટે તો વર્ષભરમાં થતી આવી જ કેટલીક ખગોળીય ધટનાઓ જીવનના મોટો સસ્મરણ સમાન હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આકાશમાં કેટલીક ખાસ ધટનાઓ થવાની છે. જે વિષે જાણીને તમે આ અદ્ઘભૂત સંયોગને નજરે નીહાળવા માટે પ્રયાસ કરી શકો છો.

આ વર્ષે ઉલ્કાપિંડ પડવાથી લઇને સુપરમૂન દેખાવાની સાથે જ સંપૂર્ણ સૂર્યગ્રહણ જેવી કેટલીક મહત્વપૂર્ણ ખગોળીય ધટનાઓ થવાની છે. ત્યારે આ ધટના ક્યારે થશે. કયાં કયાં દેશમાં દેખાશે. કેવી રીતે આ તમામ ખગોળીય ધટનાઓ વિશેષ છે તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

11 અદ્ધભૂત ધટનાઓ

11 અદ્ધભૂત ધટનાઓ

વર્ષ 2016માં 11 અદ્ધભૂત ખગોળીય ધટનાઓ થવાની છે. તો આ કંઇ 11 ખગોળીય ધટનાઓ છે તે વિષે જાણો આગળના સ્લાઇડરમાં.

ઉલ્કાપિંડનો વરસાદ

ઉલ્કાપિંડનો વરસાદ

ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ રાતના સમયે ઉલ્કાપિંડનો વરસાદ થશે. 40 ઉલ્કાપિંડ પ્રતિકલાકના દરે આ ઉલ્કાપાત થશે. જેને જોવા માટે તમામ ખગોળશાસ્ત્રીઓએ પોતાની રીતે તૈયારી કરી લીધી છે.

દેખાશે બૃહસ્પતિ

દેખાશે બૃહસ્પતિ

8 માર્ચની રાતે તમે એક સારા દૂરબીનથી બૃહસ્પતિ ગ્રહને જોઇ શકશો. જો ટેલિસ્કોપ હશે તો વધુ મજા આવશે. વળી ટેલિસ્કોપથી તમે બૃહસ્પતિના ચાર ચંદ્રમા પણ જોઇ શકશો.

પૂર્ણ સૂર્ય ગ્રહણ

પૂર્ણ સૂર્ય ગ્રહણ

આ પૂર્ણ સૂર્ય ગ્રહણ દક્ષિણ અને પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહાસાગરમાં જોવા મળશે. જો કે ભારતમાં આ ગ્રહણ નહીં જોવા મળે. નોંધનીય છે કે સૂર્યોદયના સમયે આ ધટના થશે.

ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ

એશિયા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગમાં આ ચંદ્ર ગ્રહણ સ્પષ્ટ પણે દેખાશે.

બુધ ગ્રહ

બુધ ગ્રહ

9 મેના રોજ તમે જોઇ શકશો બુધ ગ્રહને. નોંધનીય છે કે બુધ ગ્રહ ભાગ્યેજ જોવા મળતો હોય છે. ભારતમાં પણ તમે આ બુધ ગ્રહને જોઇ શકશો.

શનિ ગ્રહ

શનિ ગ્રહ

3 જૂને શનિ ગ્રહ પૃથ્વીની ખૂબ જ પાસે હશે. અને જો આકાશ સાફ હશે તો તને ખૂબ જ સરળતાથી શનિને જોઇ શકશો. તારાની વચ્ચે તમને મોટો ગોળ ગ્રહ અને તેની ચારે બાજુ તારોઓનો ગુચ્છો નજરે પડશે.

ઉલ્કાપાત

ઉલ્કાપાત

12 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી રાતના આકાશમાં તમને ચમકતા ઉલ્કાપંડ જોવા મળશે. આ ઉલ્કાપિંડ 133 વર્ષ પછી પૃથ્વીની આટલી નજીકથી પસાર થશે. જેને ટેલિસ્કોપની મદદથી જોઇ શકાશે.

શુક્ર અને બૃહસ્પતિ

શુક્ર અને બૃહસ્પતિ

27 ઓગસ્ટે શુક્ર અને બૃહસ્પતિ એક બીજાથી ખૂબ જ નજીક હશે. અને બન્ને પૃથ્વીની ખૂબ જ પાસે પણ હશે. તમે સરળતાથી આકાશમાં આ બન્ને ગ્રહોને જોડિયા ભાઇને જેમ જોઇ શકશો.

1 સપ્ટેમ્બર સૂર્યગ્રહણ

1 સપ્ટેમ્બર સૂર્યગ્રહણ

ભારત, આફ્રિકા, મડાગાસ્કર, એટલાન્ટિક મહાસાગર અને ભારતીય મહાસાગરમાં આ સૂર્યગ્રહણ દેખાશે. આફ્રિકામાં આશિંક રીતે દેખાશે.

ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ

આ ગ્રહણ 16 સપ્ટેમ્બરે એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વી આફ્રિકામાં દેખાશે. આશિંક રૂપે યુરોપ, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને એન્ટાર્ટિકામાં દેખાશે.

સુપરમૂન

સુપરમૂન

16 સપ્ટેમ્બર અને 14 નવેમ્બરના રોજ પૂર્ણ ચંદ્રમા એટલે કે સુપરમૂન દેખાશે. આ અદ્ધભૂત નજારો દુનિયાના અનેક દેશોમાં દેખાશે.

English summary
Read about the Astronomical events of 2016 which you must watch. There will be Total solar eclipse, meteor showers and three supermoons in 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X