For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધિકમાસમાં રવિ પુષ્યનો શુભ સંયોગ અપાવશે અપાર ધન સંપદા સાથે માન-સન્માન

20 મે ને રવિવારે નક્ષત્રોનો રાજા કહેવાનાર પુષ્ય નક્ષત્ર આવી રહ્યો છે. ધન, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતા જાતકો માટે આ દિવસ ખાસ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

20 મે ને રવિવારે નક્ષત્રોનો રાજા કહેવાનાર પુષ્ય નક્ષત્ર આવી રહ્યો છે. ધન, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતા જાતકો માટે આ દિવસ ખાસ છે. આ વખતે પુષ્ય નક્ષત્ર સાથે અન્ય ખાસ શુભ સંયોગ પણ બની રહ્યા છે. આ દિવસને વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. 20 મે રવિવારના રોજ રવિ-પુષ્યનો ખાસ શુભ સંયોગ છે. સાથે જ આ વખતે રવિ યોગ પણ છે અને ત્રીજું શુભ કારણ રવિવાર છે. અધિકમાસ દરેક ત્રણ વર્ષે આવે છે, જેથી આ ખાસ સંયોગ ત્રણ વર્ષમાં બને છે.

આ દિવસની વિશિષ્ટતા

આ દિવસની વિશિષ્ટતા

જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રોના ચક્રમાં પુષ્ય આઠમું નક્ષત્ર છે. તેને નક્ષત્રોનો રાજા પણ કહે છે. આ નક્ષત્રના દેવ બૃહસ્પતિ અને સ્વામી શનિ છે. આ સમયે કરવામાં આવું કોઈ પણ કાર્ય પુણ્યદાયી અને તરત ફળ આપે છે. વારની સાથે પુષ્ય નક્ષત્રના સંયોગથી પુષ્ય અને રવિ પુષ્ય જેવા મહાયોગોનું નિર્માણ થાય છે, જેમાં ખરીદી કરવાનું ખાસ મહત્વ છે.

આ સંયોગ એ માટે ખાસ મનાય છે કારણ કે રાજા સૂર્યનો દિવસ રવિવાર અન નક્ષત્રોનો રાજા પુષ્યનો સંયોગ થતા એક રાજયોગનું નિર્માણ કરે છે. પુષ્ય નક્ષત્રના દેવ બૃહસ્પતિ છે. જેથી આ દિવસે પીળી વસ્તુ જેવી કે સોનું ખરીદવું શુભ ગણાય છે. આ દિવસે મંત્ર જાપ કરતા તરત લાભ થાય છે.

અધિકમાસ અને રવિ-પુષ્ય સંયોગ

અધિકમાસ અને રવિ-પુષ્ય સંયોગ

ભારતીય હિંદુ કેલેન્ડર સૂર્ય માસ અને ચંદ્ર માસની ગણના પ્રમાણે ચાલે છે. અધિકમાસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે. જે દરેક 32 માસ, 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવે છે. તેનું પ્રાકટ્ય સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષની વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. પ્રત્યેક સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે, ત્યાંજ ચંદ્ર વર્ષ 354 દિવસનો મનાય છે.

બંને વર્ષની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર 3 વર્ષમાં લગભગ 1 માસ જેટલું હોય છે. જેને અધિકમાસ કહેવામાં આવે છે. આ માસના અધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે. જેથી તેમની કૃપા મેળવવા જપ-તપ અને ઉપવાસ કરવામાં આવે છે. આ સમયે કરેલા કાર્યોનું 10 હજાર ગણું ફળ મળે છે. તેમાં રવિ-પુષ્યના સંયોગને કારણે પરિણામ પ્રાપ્તિની શક્યતા અનેક ગણી વધી જાય છે.

આ ઉપાયો દ્વારા મેળવો લાભ

આ ઉપાયો દ્વારા મેળવો લાભ

આ દિવસે સવારે સૂર્યોદય સમયે પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરો. ઉગતા સૂર્યને અર્ધ્ય આપો અને ऊं घृणि: सूर्याय नम: મંત્રની એક માળાનો જાપ કરો. આદિત્ય હદય સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સરકારી નોકરીની ઈચ્છા રાખતા જાતકો નોકરી કે પ્રમોશન માટે આ ઉપાય કરી શકે છે. જેમની કુંડળીમાં સૂર્ય ખરાબ પ્રભાવ આપી રહ્યો છે તેઓ આ દિવસે સૂર્યને જળમાં સાકર અને લાલ પુષ્ય નાખી અર્ધ્ય આપે. જેનાથી સૂર્યની પીડા ઓછી થાય છે અને ઉન્નતિના રસ્તા ખુલે છે.

ખરીદી માટે શુભ

ખરીદી માટે શુભ

જેઓ સૂર્યનું રત્ન માણેક ધારણ કરવા ઈચ્છે છે, તેમની માટે આ દિવસ વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. ધન, સંપતિની ઈચ્છા રાખતા જાતકો આ દિવસે નમકનું સેવન ટાળે. ભોજનમાં ગળપણની માત્રા વધારો. સૂર્ય દેવને માવાની મિઠાઈનો ભોગ લગાવો અને ગરીબ બાળકોમાં તેનું દાન કરો.. આ દિવસ ખરીદી માટે શુભ છે. જેથી આ દિવસે સોનું ખરીદવાથી તેમાં ઉત્તરોત્તર વધારો થાય છે.

રોકાણ કરવું લાભકારી

રોકાણ કરવું લાભકારી

અધિકમાસનો સંયોગ હોવાને કારણે આ દિવસે રોકાણ કરવું લાભકારી રહેશે. સુખી દાંપત્યજીવન માટે આ દિવસે એક મોરપીંછ લાવી તમારા બેડરૂમની ઉત્તરની દિવાલ પર લગાવો. ક્યારેય ધનની ખોટ ન વર્તાય તે માટે ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર પર કેસરી સહીથી 9 ટપકા કરી લાલ રેશમી કપડામાં બાંધી તિજોરી કે દુકાનના ગલ્લામાં રાખો.

English summary
A rare muhurat, the auspicious Ravi Pushya yoga is formed when the Pushya nakshatra coincides with a Sunday. It occurs only a very few times in a year but is considered one of the best times to buy a new car, marriage functions and even to shop for upcoming festivals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X