• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખરાબ શનિ બધું જ બરબાદ કરી નાખે છે, બચવાના ઉપાયો જાણો

By Staff
|
Google Oneindia Gujarati News

ગ્રહ પરિષદમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે. શનિથી લગભગ બધા જ ભયભીત રહે છે. જો કોઈ જાતકની જન્મકુંડળીમાં શનિ ખરાબ હોય છે તો કેટલીકવાર તેનાથી ખરાબ પરિણામ પણ ભોગવવા પડે છે. શનિ ખરાબ હોવા પર વ્યક્તિ પોતાના ઘરેથી બેઘર થઈ શકે છે, તેની બનાવેલી સંપત્તિ વેચાય જાય છે, કેસ કબાડા થાય છે, જેલની સજા પણ થઈ શકે છે. આવો વ્યક્તિ માનસિક રૂપે વિક્ષિપ્ત થઈ શકે છે. તેના જીવનમાં દુર્ઘટનાઓ વારંવાર આવતી રહે છે. કામ બહુ ધીમી ગતિથી અને ભાગદોડ બાદ થાય છે. કામ પૂરું કરવામાં તેના ચપ્પલ પણ ઘસાઈ જાય છે. તો આવો જાણીએ જન્મકુંડળીમાં કયા ભાવમાં શનિ ખરાબ હોય તો કેવા પ્રકારના ઉપાયો કરવા..

પહેલા સ્થાનના ખરાબ શનિના ઉપાય

પહેલા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • કાળો સુરમા સ્મશાન ભૂમિમાં દબાવો
 • લોખંડનો સામાન, પલંગ, છતરી વગેરેનું દાન કરો
 • સરસવના તેલમાં તમારી છબી જોઈ દાન કરો
 • વાંદરો પાળી તેની સેવા કરો. તેને ચણા-ગોળ ખવડાવો.
 • વડના વઋક્ષની જડમાં શનિવારે કાચું દૂધ નાખો અને 43 દિવસ સુધી પલળેલી માટીનું તિલક કરો.
બીજા સ્થાને ખરાબ શનિના ઉપાય

બીજા સ્થાને ખરાબ શનિના ઉપાય

 • તમે જે દેવી-દેવતાને માનો છો તેના મંદિરે દરરોજ નગ્ન પગે જાઓ.
 • દરરોજ શનિવારે અને સમોવારે સાપને દૂધ પીવડાવો
 • પત્નીના હાથે દરેક સોમવારે શિવજીનો અભિષેક કરાવો. અવિવાહિત હોવ તો આ પ્રયોગ તમારી માતા પાસે કરાવો.
 • ગાયના દૂધમાં ચંદન ઘસી દરરોજ મસ્તસ્ક પર તિલક લગાવો.
 • માથામાં સરસવનું તેલ લગાવો
ત્રીજા સ્થાનના ખરાબ શનિના ઉપાય

ત્રીજા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • કાળા રંગનો કુતરો પાળો અને સેવા કરો
 • ઘરના આંગણાની બંને તરફ લોખંડની ખિલી ખોડો
 • માસ, મદિરા, તામસિક પદાર્થોનું સેવન ના કરો
 • ભાણેજ અને સાળાની સહાયતા કરો
 • તમારા મકાનમાં અંધારૂ રહે તેવી રીતે એક રૂમ બનાવો
 • નેત્ર રોગીઓની સેવા કરો, તેમને મફતમાં દવા વેંચો
ચોથા સ્થાનના ખરાબ શનિના ઉપાય

ચોથા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • કુવો કે બોરવેલમાં દરેક શનિવારે કાચું દૂધ નાખો
 • વિધવા સ્ત્રિઓનું સન્માન કરો, તેની સેવા કરો.
 • પરસ્ત્રી પર કુદ્રષ્ટિ ના નાખો
 • શનિવારે તમારા પતિ કે પત્ની સાથે સહવાસ ના કરવો
 • દરેક શનિવારે અને અમાસના દિવસે સાપને દૂધ પીવડાવો
 • કાગડાઓને રોટલી ખવડાવતા રહો
 • વહેતા પાણીમાં દેસી દારૂ વહાવો
 • ભૈરવ અનુષ્ઠાન કરો
 • રાત્રે દૂધ ના પીવું
પાંચમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

પાંચમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • તમારા ઘરમાં એક અંધેરી કોઠરી બનાવી તેમાં સૂર્ય, મંગળ અને ચંદ્ર યંત્ર સ્થાપિત કરો
 • પ્રત્યેક શનિવારે કાળા કુતરાને સરસવનું તેલ ચોપડેલી રોટલી ખવડાવો
 • દરરોજ થોડી મિનિટો માટે ધ્યાન લગાવો
 • તમારા સંતાનના જન્મદિવસ પર નમકીન વહેંચો
 • શનિવારે ગરીબોને નમકીન ચોખા બનાવીને ખવડાવો
 • 43 દિવસ સુધી કાળા પથ્થરના શિવલિંગનો અભિષેક કરો
 • તમારા ઘરના મુખ્ય દ્વારનું જેટલું ક્ષેત્રફળ હોય તેનાથી દસમા ભાગ બરાબર બદામ વિષ્ણુ મંદિરમાં અર્પિત કરો.
છઠ્ઠા સ્થાનના ખરાબ શનિના ઉપાય

છઠ્ઠા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • શનિવારે એક માટીના વાસણમાં સરસવનું તેલ ભરી તેમાં તમારું મોઢું જુઓ અને કુવો, નદી કે તળાવ કાંઠે જઈ ખાડો ખોદી તેમાં ડાંટી દો.
 • કૃષ્ણપક્ષની અષ્ટમીથી પ્રારંભ કરી સતત 43 દિવસ સુધી પત્ની અથવા પતિ પાસે ભૈરવ અનુષ્ઠાન કરાવો.
 • ગાયને લીલું ઘાંસ ખવડાવે
 • વહેતા પાણીમાં બદામ વહાવો

શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે બંપર ફાયદોશુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે બંપર ફાયદો

સાતમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

સાતમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • કાળી ગાય પાળો અને દરરોજ તેની સેવા કરો
 • માસ, મદિરા અને પરસ્ત્રી- પરપુરુષનું સેવન ના કરો
 • દરરોજ તમારા ઘરમાં ઝાડૂ-પોતાં કરો, સાફ સફાઈ રાખો.
 • મધથી ભરેલું વાસણ એકાંત સ્થાનમાં જમીનમાં દાંટી દો.
 • વાંસની ટોકરીમાં મિશ્રી ભરી અમાસના દિવસે સ્મશાનમાં જઈ દાંટી દો.

આઠમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • સવારના સમયે માટી પર નગ્ન પગે ચાલો. કાચી જમીન પર બેસીને સ્નાન કરો.
 • હંમેશા ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો.
 • 43 દિવસ સુધી સ્મશાનથી જળ લાવી પતિ અથવા પત્નીને સ્નાન કરાવો.
 • સવા કિલો અડદ સરસવના તેલમાં પલાડી નદીમાં વહાવી દો.
નવા સ્થાનના ખરાબ શનિના ઉપાય

નવા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • ઘરની છત સાફ-સુથરી રાખો. ઘરમા કોઈ કચરો ના રાખો.
 • શનિવારે પીપળાના ઝાડનું દાતણ કરો.
 • 43 દિવસ સુધી પતિ અથવા પત્નીના હાથમાં લક્ષ્મી અનુષ્ઠાન કરાવો.
 • સ્વયંની સ્વચ્છતાને ધ્યાનમાં રાખો. ફાટેલાં કપડાં, ફાટેલાં જૂતાં-ચપ્પલ ના પહેરો.

દશમા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • માસ, મદિરા, પરસ્ત્રી-પરપુરુષ, તામસી પદાર્થોનું સેવન ના કરો.
 • ગણેશજીની આરાધના કરો.
 • શનિવારે ધૂમ્ર ગણેશનું ધ્યાન ધરો.
 • નેત્રહીનોની સેવા કરો. શનિવારે તેમને ભોજન કરાવો.
 • શનિવારે શનિદેવને બ્લૂ પુષ્પ અર્પિત કરો.
11મા સ્થાનના ખરાબ શનિના ઉપાય

11મા સ્થાનના ખરાબ શનિના ઉપાય

 • સંતરું ખાઓ, તેની છાલથી દાંત સાફ કરો.
 • તમારા જીવનસાથી પાસે 43 દિવસ સુધી ભૈરવ અનુષ્ઠાન કરાવો
 • માસ-મદિરાનું સેવન ના કરો.
 • અમાસના દિવસે સુમસાન જગ્યાએ જઈ દારૂની બોતલ દાંટો.

12મા સ્થાના ખરાબ શનિના ઉપાય

 • કાળા કપડાંમાં 12 બદામ બાંધી તેને લોખંડના પાત્રમાં બંધ કરી કોઈ અંધાર ખુણામાં ડાંટી દો.
 • લાકડાની એક નાની પેટી લઈ તેમાં હોડીની ખિલી રાખી તમારી પાસે સુરક્ષિત રાખો.
 • માછલીઓને લોટમાં કાળા તલ ભેળવીને ખવડાવો
 • એક માટીના વાસણમાં સરસવનું તેલ ભરી એકાંત જમીનમાં દબાવી દો.
English summary
Bad Saturn ruins everything, learn ways to escape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X