સાવધાન ! વિના સમજે-વિચારે ન પહેરો નિલમ

Posted By:
Subscribe to Oneindia News

નવગ્રહોમાં શનિ એક માત્ર એવો ગ્રહ છે જેનાથી દરેક વ્યક્તિ ડરે છે. શનિની સાડાસાતીનું નામ સાંભળતા જ લોકોનો પરસેવો છૂટવા માંડે છે. શનિને પ્રસન્ન કરવા માટે લોકો જ્યોતિષો,વિદ્વાનોની સલાહ લઈ અનેક ઉપાયો કરે છે. આ ઉપાયોમાંનો એક ઉપાય છે શનિના રત્ન નિલમના ધારણ કરવો. જો કે ઘણી વાર નિલમ લાભ કરતા નુકશાન વધારે કરાવે છે.

તેનું કારણ છે કે કુંડળીમાં શનિની સ્થિતિનનું સરખી રીતે આકલન ન કરવું કે કુંડળીમાં ગ્રહોના અંશોનું ચોક્કસ નિર્ધારણ ન હોવું, નિલમ કઈ વ્યક્તિને લાભ આપશે અને કોને  નુકશાન કરશે તે એ વાત પર આધાર રાખે છે કે નિલમ કેટલી માત્રામાં પહેરવામાં આવ્યું છે અને તેનું કુંડળીમાં શનિના અંશને જોઈને નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ગ્રહોની સાથે શનિની સ્થિતિ, લગ્ન, લગ્નેશ અને મહાદશાનું અધ્યયન કરવું પણ જરૂરી છે.

ધારણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો

ધારણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો

નિલમ ધારણ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તે પોતાનો શુભ અશુભ પ્રભાવ તરત જ દેખા઼ડે છે. જે રીતે શનિની સાડાસાતી કે મહાદશા શરૂ થતા જ જીવનમાં ઉથલ પાથલ મચી જાય છે, તેવી જ રીતે નિલમ ધારણ કરતા જ તેની અસર જોવા મળે છે. પરિણામે સમજ્યા વિચાર્યા વિના અધૂરા જ્ઞાનથી નિલમ ધારણ કરવું નહિં. નિલમ ધારણ કરતા પહેલા થોડા દિવસ સુધી તેને વાદળી કે કાળા કપડામાં બાંધી પોતાની પાસે રાખવામાં આવે છે. તેને ભૂજામાં પણ બાંધી થોડા દિવસ જોવામાં આવે છે, પરિણામે તેની અસર વિશે
જાણી શકાય છે. જો આ સાત દિવસોમાં કોઈ ખરાબ ઘટના ન બને તો અને મન શાંત રહે તો જ નિલમ ધારણ કરવું જોઈએ, જો કે રાત્રે ખરાબ સ્વપ્ન આવે, મન ભારે રહે, લોકો સાથે ઝગડા થાય, અકસ્માત થાય તો નિલમ પહેરવો જોઈએ નહિં.

નિલમ આખરે શું છે?

નિલમ આખરે શું છે?

નિલમને નીલ રત્ન, શનિરત્ન કે શનિપ્રિય પણ કહેવાય છે. અંગેજીમાં તેને 'બ્લુ સફાયર' અને 'ફારસીમાં યાકૂત' કબૂદ કહે છે. આ કુરુવિંદ જાતિનો રત્ન છે. પહેલા નીલા રંગના રત્નને જ નિલમ માનતા હતા. જો કે આજકાળ નિલમમાં અનેક જાતો ઉપલબ્ધ છે. જેમકે, પીળો નિલમ, લીલો નિલમ. સામાન્ય રીતે રંગહીન, ગુલાબી, નારંગી, પીળા, હીરા, જાંબલી અને કાળા રંગમાં મળે છે. કોઈ નિલમમાં સફેદ ધારીઓ પણ જોવા મળે છે. ઉત્તમ શ્રેણીનું નિલમ ભારત, મ્યાનમાર અને શ્રીલંકામાંથી મળે છે. ભારતમાં નિલમનો ભંડાર કશ્મીરમાં છે. નીલમનો રંગ મહત્વનો મનાય છે. રંગને આધારે નીલમ બે પ્રકારનું હોય છે.-ઈન્દ્રનીલ જેનો રંગ આકાશ જેવો હોય છે અને જલનીલ જેનો રંગ સમુદ્ર પાણી જેવું છે.

ક્યારે કેવું નિલમ ધારણ કરશો

ક્યારે કેવું નિલમ ધારણ કરશો

કુંડળીમાં શનિની દશા અથવા સ્થિતિને અનુરૂપ નિલમ પહેરવાથી વધુ લાભ થાય છે. શનિ જેના પર ખુશ થાય છે તેની જીંદગી બદલાઈ જાય છે અને જેના પર ક્રોધિત થાય છે. તેને બરબાદ કરી દે છે.

અશુભ શનિ રાશિના 21 થી 29 અંશ

અશુભ શનિ રાશિના 21 થી 29 અંશ

  • કુંડળીમાં અશુભ શનિ જો 11 થી 20 અંશ સુધી રહેતા 11 રત્તીનો નિલમ ધારણ કરવો જોઈએ. આ નિલમને શ્રવણ નક્ષત્રના ચોથા ચરણમાં ખરીદવું, ધનિષ્ઠાના પહેલા ચરણમાં ઘરેણામાં જડી બીજા ચરણમાં ધારણ કરવું.
  • જો અશુભ શનિ રાશિના 21 થી 29 અંશ સુધી હોય તો ત્રણ રત્તીનો નિલમ ધારણ કરવો જોઈએ. ભાદ્ર પક્ષ નક્ષત્રના પહેલા ચરણમાં આ નિલમ ખરીદી, બીજા ચરણમાં ઘરેણામાં જડાવી ત્રીજા ચરણમાં વિધિ વિધાનથી પહેરવું ફળદાયી રહે છે.
કેવી રીતે ધારણ કરશો

કેવી રીતે ધારણ કરશો

દરેક રત્નોને ધારણ કરતા પહેલા તેમનો શુધ્ધિ સંસ્કાર કરવો જરૂરી છે. નિલમ ધારણ કરો છો તો શનિવારના દિવસે પ્રાતઃકાળ સ્નાનાદિથી નિવૃત થઈ દૈનિક પૂજન કરો. ત્યારબાદ નિલમને કોઈ વાસણમાં રાખી ગંગાજળ, કાચા દૂધથી ધોવો. તેને સાફ કપડાથી લૂંછી કાળા કે વાદળી કપડા પર રાખો અને શનિ મંત્ર ઓ ओम शं शनैश्चराय नमः ની એક માળા જાપી ધારણ કરો.

English summary
Among all the nine astrological gemstones also referred to as the Jyotish Gemstones the Blue Sapphire is the strongest and the fastest acting gemstones.
Please Wait while comments are loading...