For Quick Alerts
For Daily Alerts
ડાયમંડ પહેરવાનો શોખ હોય તો પહેલા જાણી લો આ વાત...
હીરો એ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર જ્યારે નબળો પડી અશુભ ફળ આપવા લાગે તો હીરો ધારણ કરવાથી લાભ થાય છે. ડાયમંડ પહેરવાથી બળ, વીર્ય, કામેચ્છામાં વધારો થાય છે. પ્રેમી અથવા પ્રેમિકાએ એકબીજાને ખુશ રાખવા માટે પણ ડાયમંડ ધારણ કરવો જોઈએ. વેપારી એજન્ટો અથવા વેપારીઓને ડાયમંડ ધારણ કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ઘરમાં પતિ-પત્નીને અણબનાવ થતો હોય તો કુટુંબનો ક્લેશ દૂર કરવા માટે પણ ડાયમંડ ધારણ કરવો જોઇએ.
ડાયમંડનો ભૌતિક ગુણ
સખ્તાઈ - 10
ઘનત્વ - 03
વર્તનાક - 2.4175
અપરિણન - 0
- ડાયમંડ સૌથી કઠણ પદાર્થ છે, જેને ઘસી શકાતું નથી કે તેના પર લીસોટા પાડી શકાતા નથી.
- જે હીરામાં સામાન્ય વાદળી ઝાંય હોય અને જે એકદમ શ્વેત હોય અને તેમાં લાલ અને વાદળી કિરણો નીકળતી હોય, કાળા રંગના બિંદુઓ હોય તે હીરા સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાના મનાય છે.
- જે હીરો શંખ જેવો સફેદ હોય અને બિલોરીના કાચની જેમ ચમકતો હોય, ચંદ્રની જેવો આકર્ષક, ચિકણો હોય, તે ઉત્તમ પ્રકારનો હીરો ગણાય છે.
- અસલી હીરો કિંમતમાં ઘણો મોંઘો હોય છે, જેને કારણે બજારમાં નકલી હીરાની ભરમાર છે. જો તમે હીરા પહેરવા ઈચ્છુક હોવ તો અસલી હીરો જરૂર પહેરો.
- હીરાના અન્ય નામો: વ્રજ, હીરો, અર્ક, મિદૂર, અલ્માસ અને ડાયમંડ
ઉત્તમ હીરાની ઓળખ
- તે ચળકદાર હોય છે, ચીકણો રહેવાને કારણે તે હાથમાંથી જલ્દી સરકી જાય છે.
- હીરાને અંધારામાં મુકવાને કારણે તે જુગનુની માફક ચમકી ઉઠે છે.
- ડાયમંડમાંથી અલગ પ્રકારની કિરણો નીકળે છે.
- ગરમ ઘીમાં હીરો નાખવામાં આવે તો ઘી ધીરે ધીરે જામવા લાગે છે.
- ગરમ દૂધમાં હીરાને નાખી દેવામાં આવે તો દૂધ ઠંડુ પડી જાય છે.
- સૂર્યના તડકામાં ડાયમંડને મુકવાથી તેનો પ્રકાશ 100 ગણો વધી જાય છે. તડકામાં તેમાંથી અલગ પ્રકારની કિરણો નીકળે છે.