• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી રાશિ મુજબ પસંદ કરો તમારી કારકિર્દી

|
Google Oneindia Gujarati News

નાનપણથી બાળકોને પૂછવામાં આવે છે કે તારે મોટા થઇને શું બનવું છે? અને સમયાંતરે બાળકના જવાબો પણ બદલાતા રહેતા હોય છે. પણ સામાન્ય રીતે 10 કે 12 ધોરણની પરીક્ષા પછી તેમને તે વાત કરવી પડે છે તેમને તેમના જીવનની કારકિર્દી ક્યાં લઇ જવી છે. અને ધણીવાર આપણને ખુદને સમજાતું નથી કે આપણા માટે શું સારું છે 20થી 25 વર્ષની ઉંમરમાં તે વાતનો ઉકેલ શોધવો અનેક ટીનએજર અને મા-બાપને વિકટ સવાલ સમો લાગે છે.

રાશિફળ આધારે આ વર્ષે નોકરી ધંધો કેવો ચાલશે જાણો અહીં

ત્યારે આજે અમે તમારી માટે જ્યોતિષ આધારે તમારા માટે કારકિર્દીની દ્રષ્ટ્રિએ શ્રેષ્ઠ વિકલ્પ કયો રહી શકે તે વિષે જણાવાના છીએ. સાથે જો હાલ તમે કોઇ વ્યવસાય સાથે જોડાયા છો તો પણ આ આર્ટીકલ વાંચી જો. કારણ કે બની શકે કે તમે તમારા રાશિ મુજબ તે જ કારકિર્દીને પસંદ કરી છે જેને તમે હાલ કરી રહ્યા હોવ. તો જ્યોતિષ આધારે પોતાના કેરિયર માટે શ્રેષ્ઠ વિકલ્પ જાણો અહીં....

મેષ

મેષ

મેષ રાશિના જાતકો મજબૂત, ઉત્સાહી, અને પ્રતિસ્પર્ધી વ્યક્તિત્વ ધરાવે છે. તેમને બોનસ મળે તેવી નોકરીઓ કરવી ગમે છે. મેષ રાશિના જાતકો ઉદ્યોગપતિ, સૈનિક, રેસ્કૂ વર્કર કે પછી પોલિસ ક્ષેત્રે પોતાની કારકિર્દી વિકસાવી શકે છે. કારણ કે આવી નોકરીઓમાં ખૂબ જ પડકારપૂર્ણ હોય છે અને મેષ રાશિના જાતકોને આવું કામ કરવું ગમે છે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકો મહેનતુ હોય છે પણ તેમને નોકરી દ્વારા સારા લાભો, સમયે સમયે રજાઓ, સુરક્ષા, ટાઇમે પગાર જેવી વસ્તુઓ જોઇતી હોય છે. તેમના માટે એકાઉન્ટટં, શિક્ષક, એન્જિનિયર, વકીલ, ડિઝાઇનર, લેન્ડસ્કેપર કે પછી શેફ જેવી નોકરીઓ કરી સારી રહે છે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે સ્ટોકબ્રોકર, ટેકનિકલ સપોર્ટ, શિક્ષક, આર્કિટેક, મશીન ઓપરેટર અને રેસ્કૂ વર્કર જેવી નોકરીમાં કારકિર્દી બનાવવી હિતકારી છે.

કર્ક

કર્ક

કર્ક રાશિની તમામ રાશિઓની માતા કહેવાય છે. અને મકરને પિતા. કર્ક રાશિના જાતકો તેવી વસ્તુ કરવી ગમે છે જેમાં કોઇની કેર કરવાની વાત હોય. તે એક માતાની જેમ મલ્ટીટાસ્કર અને કેરિંગ હોય છે. આવા લોકો સોશ્યલ વર્કર, ચાઇલ્ડ કેર સ્પેશ્યાલિસ્ટ, માનવ સંશાધન એક્ઝિક્યૂટિવ, વકીલ, શિક્ષક, સીઇઓ, સૈનિક જેવી નોકરીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે.

સિંહ

સિંહ

સિંહ જાતિના જાતકોને નવી નવી જગ્યાઓ શોધવી, બીજાને પ્રેરણા પૂરી પાડવી જેવી વસ્તુઓ કરવી ખૂબ જ ગમે છે. વળી તે સ્વતંત્ર, પ્રેરણાદાયી અને નિર્ભિક પણ હોય છે. આવા લોકો CEO, ટૂર ગાઇડ, રિયલ એસ્ટેટ એજન્ટ, ઇન્ટીરીયર ડેકોરેટર, ફેશન ડિઝાઇનર જેવા શ્રેષ્ઠ પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો પરફેક્શનિસ્ટ હોય છે. તેમની નાની નાની ડિટેલમાં રસ હોય છે. અને તેમની યાદશક્તિ પણ સારી હોય છે. વળી તે ચોખ્ખાઇના પણ પ્રિય હોય છે અને ભાષાના પણ જાણકાર હોય છે. તે લેખન, સંપાદક, શિક્ષક, અનુવાદક, ટેકનિશિયન અથવા ડિટેક્ટિવ તરીકે સારું કામ કરી શકે છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો પ્રાકૃતિક રીતે ડિપ્લોમેટિક હોય છે. અને તે સરળતાની પ્રસિદ્ઘી પણ મેળવે છે. આ લોકો કાઉન્સેલર, સ્ટાલિસ્ટ, બ્યૂટીશ્યન, ગ્રાફિક ડિઝાઇનર, ઇન્ટીરીયર ડિઝાઇનર, માનવ સંશાધન અધિકારી, વકીલ, રેફરી, મધ્યસ્થી, આર્કિટેક જેવા વ્યવસાયોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ લોકોને રહસ્યો સાથે ખાસ લગાવ હોય છે. આ લોકો ડિટેક્ટીવ, વકીલ, સર્જન, ભૈતિકશાસ્ત્રી, શિક્ષક અથવા વૈજ્ઞાનિક બની શકે છે.

ધનુર

ધનુર

નૈતિક મૂલ્યા પર ચાલતા અને ઊર્જાથી સંપૂર્ણ ભરેલા તેવા ધનુર રાશિના જાતકો પ્રાણીઓના ટ્રેનર, સંપાદક, કોચ, પબ્લિક રિલિશન અધિકારી, ટ્રાવેલ એજન્ટ જેવી નોકરીઓ સારી રીતે કરી શકે છે.

મકર

મકર

મકર રાશિના જાતકો પ્રતિભાશાળી અને ઉત્સાહી હોય છે. તે શ્રેષ્ઠ મેનેજર અને સંચાલક બની શકે છે. આર્કિટેક, એન્જીનિયર, મેનેજર, સંચાલક, સંપાદક અને બેન્કર તરીકે સારું કામ કરી જાણે છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માનવતા વાદી હોય છે. તે અપરંપરાગત કામ કરવું વધુ પસંદ કરે છે જેમકે સંશોધક, ઓર્ગેનિક ફાર્મર, એવીએટર, ડિઝાઇનર કે પછી સંગીતકાર.

મીન

મીન

મીન રાશિના જાતકો પારંપરિક કલાઓમાં ખૂબ જ સારા હોય છે. વળી તે કળા જગતથી કોઇને કોઇ રીતે જોડાયેલા હોય છે. તેવા લોકો કલાકાર, નર્સ, ફિઝિકલ થેરાપીસ્ટ કે પછી સ્વાસ્થય ક્ષેત્ર સંબંધિક કાર્યમાં સારી કારકિર્દી બનાવી શકે છે.

English summary
Making money and having a good career is a dream of everyone living on the face of this earth. However, somehow it so happens that even with a good position a person is still not happy on a personal level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X