કુંડળી પણ કહે છે કે મોદી જ બનશે દેશના વડાપ્રધાન

Google Oneindia Gujarati News

આજે ચારે બાજુ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં કેજરીવાલે જણાવ્યું છે કે 'હાલમાં ખરેખર આખા દેશમાં મોદીની લહેર છે.'

લોકો તેમને પસંદ કરે છે અને એ જ કારણે નરેન્દ્ર મોદી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી શકે છે પરંતુ આપને જણાવી દઇએ કે કેજરીવાલનું સ્ટેટમેન્ટ કેટલું યોગ્ય છે કે અયોગ્ય એ કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ મોદીની કુંડળીના ગ્રહ પણ ઇશારા કરે છે કે આ સમયે મોદીના જીવનનો સુવર્ણ સમય પોઇન્ટ છે જે તેમને વડાપ્રધાન પદની ખુરશી સુધી સરળતાથી પહોંચી શકે છે.

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ મહેસાણામાં વૃશ્ચિક લગ્ન, કર્ક નવાંશ અને વૃશ્ચિક રાશિમાં થયો. તેમના જન્મના સમયે ચંદ્ર અને મંગળ બંને કુંડળીના પહેલા ઘરમાં વૃશ્ચિક રાશિમાં બેસેલા હતા, અને ચંદ્ર જ્યારે ભાગ્યેશ હોય છે અને લગ્નમાં જ્યારે એ સંયોગ કરીએ છીએ, ત્યારે રાજયોગ બને છે. મોદીની કુંડળીના અગિયારમાં ઘરમાં સૂર્ય, બુધ, કેતુ અને નેપ્ચ્યૂનની સાથે બેઠો છે. ગુરુ ચોથા ઘરમાં શુક્ર અને શનિના આમને સામને બેઠો છે.

મંગળ તેમનો લગ્ન સ્વામી છે અને પોતાના જ ઘરમાં બેઠો છે જેનાથી મોદી આત્મબળ અને સાહસથી પોતાના વિરોધીઓને માત આપતા આગળ વધતા જશે. મંગળની આ સ્થિતિના કારણે મોદી પોતાના વિરોધીઓને પણ માફ કરી શકતા નથી. તક મળતા જ વિરોધીઓ પાસેથી બદલો જરૂર વાળી લે છે.

આગળની માહીતી આવો જોઇએ સ્લાઇડરમાં...

કુંડળીમાં ઘણા શુભ યોગ

કુંડળીમાં ઘણા શુભ યોગ

ગ્રહોની સ્થિતિના કારણે મોદીની કુંડળીમાં ઘણા શુભ યોગ બનેલા છે. જેમકે ગજકેસરી યોગ, મૂસલ યોગ, કેદાર યોગ, રૂચક યોગ, વોશિ યોગ, ભેરી યોગ, ચંદ્ર મંગળ યોગ, નીચ ભંગ યોગ, અમર યોગ, કાલહ યોગ, શંખ યોગ તથા વરિષ્ઠ યોગ. આ શુભ ગ્રહોના પ્રભાવને પગલે જ નરેન્દ્ર મોદીને ભાજપમાં સૌથી વરિષ્ઠ પદ પર પહોંચવાની તક મળી છે.

ફળદાયી યોગ

ફળદાયી યોગ

પંચમ સ્થાન અને ભાગ્ય સ્થાન કુંડળીમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. સ્વામી ચંદ્રમા કેન્દ્રમાં છે અને જે સમયે ચૂંટણી થશે, તે દિવસોમાં નરેન્દ્ર મોદીના ભાગ્ય સ્થાને ગુરુ હશે, જે નિશ્ચિતપણે ફળદાયી બનશે. તેમની કુંડળીમાં ગજકેસરી યોગ છે, જે તેમની બાધાઓને દૂર કરવાની સાથે તેમને ઉચ્ચ પદે બિરાજવામાં મદદગાર સાબિત થશે.

સંન્યાસી હોવું

સંન્યાસી હોવું

પંચમ ભાવમાં રાહુની સ્થિતિ અને પંચમનું વક્રી હોવું સંતાન સુખમાં અડચણનું કારણ બને છે. ગ્રહોની માયાથી જ આપ પરણિત નથી. જ્યારે કોઇને ઘર-પરિવારનો મોહ ના હોય તો તે સંન્યાસી હોય છે અથવા તો તે સમાજસેવી. એ જ કારણે આપની રાજનીતિમાં સેવાનું રહ્યું.

જનતાની વચ્ચે લોકપ્રિયતા

જનતાની વચ્ચે લોકપ્રિયતા

શનિ શત્રુ રાશિમાં થઇને ચતુર્થ (જનતા ભાવ) પર પૂર્ણ દ્રષ્ટિ રાખવાથી જનતાની વચ્ચે લોકપ્રિયતા બનાવી રહ્યો છે. આ જ કારણે ભારતની મોટા ભાગની જનતા ભાવી વડાપ્રધાનમંત્રીના રૂપમાં જોઇ રહી છે. દશમેશ બુધ એકાદશેશની સાથે છે.
દશમેશ સૂર્ય, કેતુથી પણ યુક્ત છે. એકાદશમાં રાજ્યના માલિક સૂર્યના હોવાથી આપ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી છો. આવક ભાવના સ્વામી આવકમાં હોવાથી આપ આવકના ક્ષેત્રમાં ખૂબ જ ઉન્નતિ કરો છો જેથી આપે ગુજરાતને સામર્થ્યવાન બનાવી દીધું.

ગોચરોની સ્થિતિ તો મોદીના હિતમાં

ગોચરોની સ્થિતિ તો મોદીના હિતમાં

ગ્રહોની ચાલ અને ગોચરોની સ્થિતિ તો મોદીના હિતમાં છે, હવે જોવાનું એ છે કે તારાઓ તેમને ક્યાં સુધી સફળ બનાવે છે. જ્યોતિષિઓની માનીએ તો મોદીની કુંડળીમાં રાજયોગ છે, જે તેમની બાધાઓને દૂર કરશે.
ગ્રહોની સ્થિતિ જોઇએ તો એવા સંકેત મળે છે કે આવનારા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પર મોદી તિરંગો લહેરાવશે. જોકે કેટલાંક ગ્રહોના કારણે અડચણો આવી શકે છે.

ઇમેજનો લાભ મળશે

ઇમેજનો લાભ મળશે

હાલમાં વર્તમાનમાં સૂર્યની મહાદશામાં લગ્નેશ મંગળનું અંતર ચાલી રહ્યું છે જે દશમેશ થઇને લાભ ભાવમાં અને મંગળ સ્વરાશિનું થઇને લગ્નમાં છે અને આ જ સમય છે કે ભારતીય જનતા પાર્ટી તેમની ઇમેજનો લાભ ઉઠાવી શકે છે. આગામી વડાપ્રધાન જાહેર કરીને તેમની કાર્યપ્રણાલીનો લાભ ભારતના નાગરિકોને અપાવી શકે છે.

English summary
BJP PM in waiting Mr. Narendra Modi will become PM Said his Kundali. According Astrology his Party BJP will get the highest votes in Lok sabha election 2014.
Please Wait while comments are loading...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X