30 એપ્રિલે ઉજવાશે બુદ્ધિપૂર્ણિમાં, જાણો આ દિવસના મહાત્મ્ય વિશે
આ વર્ષે 30 એપ્રિલે બુદ્ધિ પૂર્ણિમાનો તહેવાર છે, આ દિવસ એટલે ભગવાન બદ્ધનો જન્મદિવસ છે. વૈદિક ગ્રંથો અનુસાર ભગવાન બુદ્ધ નારાયણના અવતાર છે. જેમણે 2500 વર્ષ પહેલા ઘરતી પર લોકોને અહિંસા અને દયાનું જ્ઞાન આપ્યુ હતુ. બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા પણ કહે છે. કારણ કે આ વૈશાખ મહિનાની પૂનમે આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ સમારંભ પણ મનાવાય છે.

શુભ મુહૂર્ત
પૂર્ણિમાં તિથિ આરંભ-29 એપ્રિલ સવારે 06:37 વાગે શરૂ
તિથિ સમાપ્તઃ 30 એપ્રિલ 2018 સવારે 06:27 વાગ્યા સુધી

સત્ય વિનાયક પૂર્ણિમા
ભગવાન બુદ્ધ દુનિયાના સૌથી મહાન મહાપુરૂષોમાંથી એક છે. હિંદુ ધર્માવલંબિઓ માટે બુદ્ધ વિષ્ણુના નવમાં અવતાર છે. જેથી હિંદુઓ માટે આ દિવસ પવિત્ર મનાય છે. એટલું જ નહિં. આ દિવસે ભગવાન બુદ્ધને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી, આ દિવસને લોકો સત્ય વિનાયક પૂર્ણિમાં રીતે પણ ઉજવે છે.

ધર્મરાજ ગુરુની પૂજા
એવું કહેવાય છે કે આ દિવસે સાચા મનથી વ્રત કરવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, આ દિવસે અનેક ધર્મરાજ ગુરુઓની પૂજા પણ કરવામાં આવે છે.

બૌદ્ધ દર્શનના ત્રણ મૂળ સિદ્ધાંત
અનિશ્વરવાદઃ બુદ્ધ અનુસાર દુનિયા પ્રતીત્યસમુત્પાદના નિયમ પર ચાલે છે. પ્રતિત્યસમુત્પાદ એટલે કારણ-કાર્યની શ્રૃંખલા. આ બ્રહ્માંડને ચલાવનારુ કોઈ નથી.
અનાત્મવાદઃ તેનો અર્થ નથી કે સાચે જ 'આત્મ' નથી. જેને લોકો આત્મા સમજે છે, તે ચેતનાનો અવિચ્છિન્ન પ્રવાહ છે.
ક્ષણિકવાદઃ બ્રહ્માંડમાં બધુ જ ક્ષણિક અને નશ્વર છે. કશુ જ સ્થાયી નથી. બધુ જ પરિવર્તનશીલ છે.