Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન

કરિયર આપણા જીવનમાં સૌથી અગત્યનું છે. દરેકને કરિયરમાં સફળત જોઈતી હોય છે, પરંતુ તેના માટે આકરી મહેનત જરૂરી છે.

કરિયર આપણા જીવનમાં સૌથી અગત્યનું છે. દરેકને કરિયરમાં સફળત જોઈતી હોય છે, પરંતુ તેના માટે આકરી મહેનત જરૂરી છે. વર્ષ 2019ની શરૂઆત થતાં જ તમારા મનમાં પણ કરિયરને લઈ સવાલ ઉભા થયા હશે. તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે નવા વર્ષમાં તમારા કરિયરમાં શું પરિવર્તન આવશે. શું તમારી મહેનત રંગ લાવશે અને તમારું પ્રમોશન થશે કે આ વર્ષે પણ તમારા પ્રમોશન સામે અડચણ છે.

આ પણ વાંચો: વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે જાણો કયો મહિનો છે તમારા માટે શુભ

મેષ

મેષ

આ રાશિના જાતકો ખૂબ જ ઉત્સાહી હોય છે. વર્ષ 2019માં તમને આગળ વધવા માટે કેટલીક તક મળશે. જે તમારા કરિયરને આગળ લઈ જશે. તમારે આ તકને હાથમાંથી જવા ન દેવી જોઈએ. સાથે જ તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો અને પ્રયત્નો ચાલુ રાખો.

વૃષભ

વૃષભ

વર્ષના આરંભે કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ તમારા પ્રયત્નો અને મહેતન રંગ લાવશે. તમને સફળતા મળશે ખાસ કરીને એપ્રિલ મહિનામાં તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે.

મિથુન

મિથુન

તમારા કરિયરને નવી દિશા આપવાના તમારા પ્રયત્નો સફળ થશે. એપ્રિલથી લઈને ઓગસ્ટ મહિનો તમારા કરિયર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

કર્ક

કર્ક

તમારા સકારાત્મક વિચારો આ વર્ષે તમને 100 ટકા સફળતા અપાવશે. જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ભણવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ કરિયરમાં મિશ્ર પરિણામ આપનારું રહેશે. જ્યાં એક તરફ તમારી નેતૃત્તવ કરવાની ક્ષમતા તમને લીડીંગ પોઝિશનમાં રાખશે, તો બીજી તરફ થોડા સમય માટે તમે લક્ષ્યથી ભટકી શકો છો. પરંતુ એપ્રિલમાં ફરી તમે તમામ તાકાત સાથે તમારા કામમાં લાગી જશો અને તમારું પ્રમોશન થશે.

કન્યા

કન્યા

આ રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિમાન અને મહેનતું હોય છે. આ વર્ષ તમારા કરિયર માટે ખૂબ જ શુભ રહેશે. તમને આ વર્ષે ઉચ્ચ પદ મળી શકે છે, તો સાથે જ આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. મે અને સપ્ટેમ્બર મહિનામાં તમારું કરિયર શ્રેષ્ઠ રહેશે

તુલા

તુલા

કરિયર મામલે 2019 તમારા માટે પ્રગતિકારક રહેશે. ખાસ કરીને વાત કરવામાં તમારી આવડત તમારો મજબૂત પક્ષ સાબિત થશે. એટલું જ નહીં તમને તમારી પ્રતિભા દર્શાવવાની જુદી જુદી તક મળશે. આ અવસરને હાથમાંથી જવા ન દો.

વૃશ્ચિક

વૃશ્ચિક

કરિયર મામલે આ વર્ષ તમારા માટે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ખૂબ જ પ્રયત્નો છતાંય તમને સફળથા નહીં મળે, પરંતુ સપ્ટેમ્બર બાદ સકારાત્મક પરિવર્તન શક્ય છે.

ધનુ

ધનુ

2019 તમારા કરિયર માટે ભાગ્યશાળી રહેશે. તમારા મોટા ભાગના પ્રયત્નો સફળ સાબિત થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. તો બીજી તરફ વેપાર સાથે જોડાયેલા જાતકોએ કામ માટે વિદેશ યાત્રા કરવી પડી શકે છે.

મકર

મકર

તમારા માટે પણ આ વર્ષ ખૂબ સારું રહેશે. તમારું ભાગ્ય પક્ષ મજબૂત રહેશે, ખાસ કરીને એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય તમારા કરિયર માટે અનુકૂળ રહેશે.

કુંભ

કુંભ

નવા વર્ષે તમારી મહેનતનું ફળ તમને જરૂર મળશે. તમારે બસ તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ. વેપારીઓને વધુ નફો મળી શકે છે. તમારા માટે માર્ચનો સમય ખૂબ જ શુભ રહેશે, આ દરમિયાન કરેલા તમામ કાર્યો સફળ સાબિત થશે.

મીન

મીન

વર્ષ 2019 તમારા કરિયર માટે ખાસ નથી. તમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. સાથે જ સફળતા માટે ખૂબ જ મહેનત પણ કરવી પડશે. જો કે કેટલીક સારી તક મળી શકે છે, તમારે બસ આ તક પર નજર રાખવી જરૂરી છે, સમજી વિચારીને નિર્ણય લેવો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X