Chaitra Navratri 2022: મા દુર્ગાને દિવસ અને રાશિ મુજબ ધરાવો પ્રસાદ, મળશે પ્રગતિ-સુખ-સમ્માન
નવી દિલ્લીઃ આદિશક્તિના પવિત્ર દિવસ એટલે કે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ આજે એટલે કે શનિવાર, 2 એપ્રિલથી થઈ ગયો છે. આ 9 દિવસોમાં જે સાચા મનથી પૂજા કરે છે, તેને કોઈ દુઃખ, કોઈ કષ્ટ, કોઈ રોગ અને કોઈ મુસીબત સ્પર્શી શકતુ નથી. તમને જણાવી દઈએ કે નવરાત્રિના 9 દિવસો મુજબ માને પ્રસાદ ધરાવવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિની સમગ્ર ઈચ્છાઓ પૂરી થાય છે અને તેની પ્રગતિ થાય છે.
મા દુર્ગાને દિવસ મુજબ ધરાવો પ્રસાદ
- પહેલો દિવસ - નવરાત્રિનો પહેલો દિવસ મા શૈલપુત્રીનો છે. આ દિવસે માને સફેદ વસ્તુઓનો પ્રસાદ જેમ કે પેંડા, ખીર કે નાળિયેરનો ધરાવવો જોઈએ.
- બીજો દિવસ - નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીનો છે. આ દિવસે માતાને સૂકા મેવા, સાકર કે પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- ત્રીજો દિવસ - નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘંટાનો છે. આ દિવસે ખાંડ, ખીર કે હલવાનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- ચોથો દિવસ - નવરાત્રિના ચોથો દિવસ કુષ્માંડા માતાનો છે. આ દિવસે ગાયનુ ઘી કે દૂધનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- પાંચમો દિવસ - નવરાત્રિનો 5મો દિવસ સ્કંદમાતાનો છે. આ દિવસે માલપુડા કે લાડવાનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- છઠ્ઠો દિવસ - નવરાત્રિનો છઠ્ઠો દિવસ કાત્યાયની માતાનો છે. માના આ રૂપને લાડવા પસંદ છે.
- સાતમો દિવસ - નવરાત્રિનો 7મો દિવસ કાલરાત્રિનો છે. આ દિવસે ચોખા કે ખીર અથવા દહીંનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- આઠમો દિવસ - નવરાત્રિનો 8મો દિવસ મહાગૌરીને સમર્પિત છે. આ દિવસે નાળિયેર અથવા પેંડાનો પ્રસાદ ધરાવવો જોઈએ.
- નવમો દિવસ - નવરાત્રિનો 9મો દિવસ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો હોય છે. માને હલવો-પૂરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
રાશિ મુજબ પણ ધરાવો પ્રસાદ, મળશે સુખ-શાંતિ અને પ્રગતિ
- મેષ - નાળિયેર અથવા પેંડાનો પ્રસાદ
- વૃષભ - પંચામૃતનો પ્રસાદ
- મિથુન - ઘીથી બનેલી કોઈ પણ વસ્તુનો પ્રસાદ
- કર્ક - ગાયના ઘીનો પ્રસાદ
- સિંહ - માલુપુડાનો પ્રસાદ
- કન્યા - ખાંડનો પ્રસાદ
- તુલા - મિઠાઆનો પ્રસાદ
- વૃશ્ચિક - નાળિયેરનો પ્રસાદ
- ધન - દૂધની બનેલી વસ્તુઓનો પ્રસાદ
- મકર - દૂધ તેમજ ખીરનો પ્રસાદ
- કુંભ - ગોળનો પ્રસાદ
- મીન - ખીર અથવા દૂધનો પ્રસાદ
આ મંત્રો સાથે ધરાવો પ્રસાદ
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता,नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।